બુટ હાઉસ
ઓફિસે પહેરીને હું જતો એ બુટના તળિયા ફાટી ગયા હતા, ચારે બાજુથી બુટને સિલાઈઓ મરાવી મરાવી બુટને જીવતા રાખવાનો નિરર્થક પ્રયત્ન હું કરતો હતો...જેમ એક મઘ્યમવર્ગની દશા એક સાંધે અને તેર તૂટે એવી જ દશા મારા બુટની હતી.... કોઈ દર્દીની સારવાર કરી ડોક્ટર અંતે થાકીને કહે...કે દર્દી લાબું નહીં જીવે...ખોટો ખર્ચ દર્દી પાછળ કરવા જેવો નથી.. તેમ મારા મોચીએ કીધું સાહેબ...નવા બુટ ખરીદી લ્યો...ઘણો ક્સ કાઢ્યો...હવે ખર્ચ આ બુટ પાછળ કરવા જેવો નથી. આજે રવિવાર હોવાથી...મેં મારા બુટ ચમ્પલના સ્ટેન્ડની સાફ સફાઈના બહાને ઘરના સભ્યોના ચપ્પલ-બુટની વર્તમાન દશા શું છે એ જોવા પ્રયત્ન કર્યો... મારા નસીબ સારા હતા..ઘરની વ્યક્તિઓ સમજુ હતી...સામેથી કોઈપણ પ્રકારની માંગણી તેઓ કરતા નહીં..એટલે એ લોકોની જરૂરિયાત સમયે સમયે જોવાની મારી નૈતિક ફરજ અને જવાબદારી પણ બનતી હતી. મારો પગાર પણ સારો, બચત પણ સારી....પણ સંઘર્ષના સમયે કરેલ કરકસરની ટેવ ધીરે ધીરે આદત બનતી જાય છે...બુટ ચમ્પલનું સ્ટેન્ડ...ઘરના દરેક સભ્યના નવા બુટ ચમ્પલ લેવાનું મને કહેતું હતું.... મેં કાવ્યાને બુમ મારી બોલાવી કીધું...આ તારા ચંમ્પલ અને બાળકોના બુટ...તમને એમ નથ...