Posts

ભવનાથ મહાદેવ યાત્રા

 *ભવનાથ મહાદેવ યાત્રા* અમદાવાદ થી શનિવારે સવારે છ વાગ્યે લક્ઝરીમાં બેસીને અમે નીકળ્યા અને લગભગ 9:30 વાગે રાજેન્દ્રનગર ખાતે એક મહાદેવના મંદિરમાં પહોંચ્યા ત્યાં અમારો ચા નાસ્તો હતો.ચા નાસ્તો કર્યા બાદ અમે ત્યાંના જંગલમાં લગભગ ત્રણ કિલોમીટરનો ટ્રેક કરવા ગયા.ત્યાં જંગલમાં એક બાલસાગર નામનું સ્થળ છે. લોકવાયકા પ્રમાણે ઘણા વર્ષો પહેલા ત્યાં એક માતા અને બાળક પાણીના અભાવે મૃત્યુ પામ્યા હતા.ત્યારબાદ ત્યાં એક ઝરણાનું નિર્માણ થયું હતું અને એ ઝરણાની બાધા આજના દિવસે પણ લોકો રાખે છે. ત્યાં બાધામાં સ્ત્રીઓ પોતાના બ્લાઉઝ ચડાવે છે.રસ્તામાં એક સુંદર સરોવર આવતું હતું.સરોવરમાં અનેક પ્રજાતિના પક્ષીઓ જોવાની ખૂબ જ મજા આવી. સાથે પક્ષી શાસ્ત્રીઓ પણ હતા એમણે તમામ પક્ષીઓની ઓળખ આપી,ખાસિયતો સમજાવી.કાંટા વચ્ચેના સાંકડા રસ્તામાંથી ચાલતા ચાલતા અમે બાલસાગરના મંદિરમાં પહોંચ્યા. મંદિર ભવ્ય નથી.ત્યાં પથ્થરનો બનાવેલો એક કૂવો તેમજ ગૌમુખ હતું. જેમાંથી સ્વચ્છ પાણી વહી રહ્યું હતું.ચારે બાજુ વાળું વડ હતા.પુષ્કળ વાંદરાઓ તેમજ વિવિધ જાતિના પક્ષીઓ હતા.નિરવ શાંતિ હતી.જ્યાં અમે 15 મિનિટ માટે મેડીટેશનમાં બેઠા.જંગલમાં શાંત વાતાવરણમા...

મોબાઇલ

 જે માબાપો અત્યાર સુધી પોતાના બાળકને મોબાઇલ આપીને હરખાતા હતા અને પોતાના બાળકને મોબાઈલનો સારો વૈજ્ઞાનિક માનતા હતા એ મા બાપો ને હવે પસ્તાવાના દિવસ શરૂ થઈ ગયા છે. બાળકો હવે આઠ દસ સેકન્ડથી વધારે કોઈપણ બાબત ઉપર ધ્યાન આપી શકતા નથી અત્યંત ચંચળ બની ગયા છે.સ્મૃતિ શક્તિ લગભગ નહિવત જેવી થઈ ગઈ છે. જ્યારે વર્ગમત ભણાવવામાં આવે છે ત્યારે તે ઘડી પૂરતી બાળકને ખબર પડે છે પરંતુ એની ત્રણ મિનિટ પછી એમને કશું જ યાદ હોતું નથી જ્યારે બાળકો રમતા હોય છે ત્યારે એમને શિક્ષણ વિશે કશું જ ભાન હોતું નથી તેમ જ મનમાં યાદ રાખીને લાંબા સમય પછી પરીક્ષામાં લખવું એ હવે ધીમે ધીમે કલ્પનાતીત બનતું જણાય છે.સાથે સાથે નીતિ મૂલ્યોનો કન્સેપ્ટ પણ ખતમ જેવો થઈ ગયો છે શિક્ષકને માન આપવું,માતા પિતાને માન આપવું,સભ્યતા જાળવવી શાંતિ જાળવવી વગેરે બાબતો લગભગ ઘસાઈ જેવી ગઈ છે આમ શિક્ષકો માટે હવે ભણાવવાનું કામ અત્યંત કપરું બની રહ્યું છે સાથે સાથે બાળકોને શિક્ષા ન કરવી જેવા કાયદાઓ શિક્ષકોના હાથ બાંધી રહ્યા છે વળી નીચલા ધોરણોમાં બાળકોને ફરજિયાત પાસ કરી દેવામાં આવે છે આથી બાળકને ભણવાની કશી જરૂર નથી જણાતી તેમ જ શિક્ષકે કશું ભણાવવાની જરૂર નથી.આથી...

આજના વાલીનો પુત્રપ્રેમ

 આજના વાલીનો પુત્રપ્રેમ અલ્યા ભણ નહી તો તો રહી જઈશ દુનિયા જીવશે,પણ તું મરી જઈશ વસંત આવે કે વરસાદ, બારી બહાર નહી જોવાનું કોયલ બોલે કે પતંગિયું ઉડે, તારે એ નહી જોવાનું વગર પાણીબે ડૂબી જઈશ ભણ નહીતો તો રહી જઈશ લગન હોય કે ભજન, તારે તો તો લેસન જ કરવાનું, રિસેસ હોય કે રજા હોય. ગમે તેમ નહી ફરવાનું મોટો થઈને પછી શું ખઇશ ભણ નહીતો તો રહી જઈશ ટોપર થવાનું છે તારે, સ્ટોપ થઈશ નહી ઉપર જવાનું છે આપણે, નીચે જઈશ નહીં. નામ રામનું ય ના લઈશ ભણ નહિતો રહી જઈશ કર્દમ ૨. મોદી પાટણ

કેરાલા સ્ટોરી મૂવી

  કેરલા સ્ટોરી ભાગ ૧૨ કેરલા સ્ટોરી વન અને ટુ એવી બે ફિલ્મો આવી અને ગઈ.સમાજમાં લોકોએ જોયું પણ ખરું અને ભૂલી પણ ગયા.હજુ આવી બીજી એક ડજન ફિલ્મ બનાવી શકાય છતાં પણ આ સમાજને કશો જ ફરક પડવાનો નથી.એનું મૂળ કારણ એ છે કે આપણે ફિલ્મો માત્ર મનોરંજન માટે જોઈએ છીએ કશું શીખવા માટે નહીં.એના લીધે સારી સારી ફિલ્મો પણ જે સત્યનું જ્ઞાન કરાવતી હોવા છતાં પણ કોઈ અસર ઉપજાવી શકતી નથી. જોકે અહીંયા વિચારવાનો મુદ્દો એ છે કે શા માટે કેરલા સ્ટોરી જેવી ફિલ્મો બનાવવી પડે છે અને લોકોને આ મુદ્દો જણાવવો પડે છે. અમારી દ્રષ્ટિએ એનો સીધો જવાબ એ છે કે હિન્દુ ધર્મની જે સૌથી મોટી વિશેષતા છે એ જ અત્યારે નબળાઈ બની ગઈ છે.હિન્દુ ધર્મનું ઉદારપણું અથવા ડેમોક્રેટ અભિગમ છે એ જ કદાચ અત્યારે મારક બની ગયો છે.  હિન્દુઓ પોતાના બાળકોને ધાર્મિક જ્ઞાન આપે કે ન આપે તો પણ તેઓ હિન્દુ જ રહે છે.હિન્દુઓના બાળકો મંદિરમાં જાય કે ન જાય તેઓ હિન્દુ જ રહે છે. હિન્દુઓના બાળકો પોતાની સંસ્કૃતિ સમજે કે ન સમજે તેઓ હિન્દુ જ રહે છે.હિન્દુઓના બાળકો પોતાના શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરે કે ન કરે પણ તેઓ હિન્દુ જ રહે છે.હિન્દુઓના દેવી દેવતાઓ ઉપર ગમે એવી ફિ...

મારો કેરલ પ્રવાસ

  વ્યક્તિ 3 દિવસ 11 મુસાફરી 4 દિવસ ફરવાનું 7 દિવસ ખર્ચ 30,000 લખાણનો હેતુ કેટલાક મિત્રોનો આગ્રહ હતો કે તમે આ પ્રવાસનું વિગતવાર લખાણ લખો એટલે મેં તદ્દન ઔપચારિક લખાણ કર્યું છે. લાંબા લચક સાહિત્યિક લખાણો જાણી જોઈને કર્યા નથી.અહીં માત્ર પ્રવાસની માહિતી જ આપવાનો આશય છે.જેથી કોઈને જવું હોય તો આ લખાણ ઉપયોગી થાય. તારીખ 16 10 2025 ને ગુરુવારે પાટણથી અમદાવાદ બસમાં ગયા.ત્યારબાદ અમદાવાદથી ટ્રેનમાં બેસીને ત્રિશુર ગયા.અમદાવાદથી ત્રિશુર 34 કલાકનો રસ્તો છે ત્રિશુર બે દિવસ રહ્યા અને ત્રિશુલમાં એક મિત્રના દીકરાનું લગ્ન હતું જે એટેન્ડ કર્યું.ત્યારબાદ ત્રિશુરમાં જોવાલાયક સ્થળમાં ભરતજીનું એક અત્યંત પ્રાચીન મંદિર છે એ મંદિરમાં દર્શન કરીને ધન્યતા અનુભવી.આ મંદિર આપણા માટે ખાસ પ્રચલિત નથી પરંતુ મંદિર જોયા પછી એવું લાગ્યું કે ખરેખર આ મંદિરમાં એકવાર જવું જોઈએ.તદ્દન તેના અસલ સ્વરૂપમાં છે અને અત્યંત પ્રાચીન છે.તે મંદિરમાં આસપાસના કોઈ ગામનું સંગીત મંડળ આવેલું હતું અને એમણે શરણાઈ અને ઢોલકથી ભગવાનની આગળ જે પ્રાર્થના કરી તે જોવાની અને સાંભળવાની ખૂબ જ મજા આવી. બીજા દિવસે અમે ત્રિશૂરથી રેલવેમાં બેસીને એર્નાકુલમ ગયા...

મારો નાનકડો પ્રવાસ માતર

 મારો નાનકડો પ્રવાસ ગાંધીજીએ દાંડીકૂચ કરી હતી એ આપણને સૌને ખબર છે. જે અમદાવાદથી દાંડી સુધી કરવામાં આવી હતી આજે પણ કેટલાક લોકો પોતાની મરજીથી દાંડીકૂચ કરતા હોય છે આ માર્ગને ને સરકારે દાંડી પથ તરીકે પ્રસિદ્ધ કર્યો છે.આ દાંડી પથ પર જુદી જુદી જગ્યાએ જ્યાં જ્યાં ગાંધીજી રોકાયેલા તેમાંથી ૧૪ જગ્યાઓ પસંદ કરીને ત્યાં યાત્રીકોને રહેવા માટે નિવાસ્થાન બનાવવામાં આવ્યા છે. અમદાવાદ પછીનું સૌથી પ્રથમ નિવાસસ્થાન નવાગામ નામના ગામે છે ત્યારબાદ માતરમાં છે ત્યારબાદ કંકાપુરા છે.એમ કરતાં કરતાં સૌથી છેલ્લું નિવાસ સ્થાન દાંડી પહેલાંનું ગામ મટવાડ છે ત્યાં બનાવેલું છે. આ નિવાસ્થાનમાં રહેવા અને જમવાની સુવિધા વ્યાજબી દરોમાં મળી રહે છે આ નિવાસ્થાને તમામ બાબતો ઇકો ફ્રેન્ડલી છે.જેમ કે તેના પલંગ લાકડાના છે કબાટ લાકડાનો છે.કાપડ બધી જ જગ્યાએ ખાદીનું વપરાયેલું છે એ સી રૂમો નથી પણ જે રૂમો છે તે એવી રીતે બનાવેલા છે કે જેમાં પુષ્કળ પ્રમાણમાં હવા ઉજાસ છે.રૂમોન મેન્ટેનન્સ માટે કાયમી સ્ટાફ નિમણૂક કરવામાં આવેલો છે.રૂમોમાં રહેવા માટે ઓનલાઇન બુકિંગની સુવિધા છે.એક દિવસના 600 રૂપિયા ભાડું હોય છે. હું અગાઉ કંકાપુરા નામના ગામે રોક...

મારો મુંબઈ પ્રવાસ

  મારો મુંબઈનો પ્રવાસ મુંબઈ એ પ્રવાસ માટેનું એટલું સામાન્ય સ્થળ છે કે કોઈને આ વર્ણન વાંચીને એમ લાગશે કે મુંબઈના પ્રવાસ વિશે શું લખવાનું? મુંબઈ તો બધાએ જોયેલું હોય. પરંતુ અહીંયા મુંબઈની સાથે અન્ય કેટલાક સ્થળો વિશે પણ વિગતવાર લખવાનો ઉપક્રમ છે.તારીખ 24 ની રાત્રે અમદાવાદથી ટ્રેનમાં બેસીને અમે 25 મીએ સીધા દાદર પહોંચ્યા. 25/12/2025 દાદર થી છત્રપતિ શિવાજી ટર્મિનસ(CST)પર પહોંચ્યા ત્યાં રેલવેના ક્લોક રૂમમાં સામાન જમા કરાવ્યો જેથી અમારે સામાન લઈને ફરવું ન પડે.રેલવેના ક્લોક રૂમ વિશે પણ જાણવા જેવું છે દરેક રેલવે સ્ટેશન પર સામાન રાખવા માટે એક કલોક રૂમ હોય છે જ્યાં તમે તમારો સામાન જમા કરાવીને બજારમાં ફરવા જઈ શકો છો.ત્યાં એક વસ્તુ રાખવાના 24 કલાકના 30 રૂપિયા ખર્ચ થાય છે.શરત એટલી કે તમારા સામાનને ફરજિયાત તાળું લાગેલું હોવું જોઈએ. ત્યાં સામાન જમા કરાવીને અમે સીધા ગેટ વે ઓફ ઇન્ડિયા પર ગયા.ત્યાંથી 200 રૂપિયાની ટિકિટ ખરીદીને અમે હોડીમાં બેઠા.દરિયા માર્ગે લગભગ સવા કલાકની મુસાફરી કરીને અમે માંડવા બીચ પહોંચ્યા.માંડવા બીચથી એ જ ટિકિટ પર બસમાં મુસાફરી કરીને અમે અલીબાગ પહોંચ્યા.અલીબાગ એ એક શહેરનું નામ છે જે...