ટ્યુશન ક્યાં મુકાય?
શિક્ષણમાંથી હવે આપણો કોઈ છુટકારો નથી એટલે ના છૂટકે પણ આપણે આપણા બાળકોને સારા શિક્ષણ માટે ટ્યુશનને મુકવા જ પડે છે પરંતુ ટ્યુશન મૂકવા એ હવે એક ફોર્માલિટી બની ગઈ છે.આપણે ખરેખર વિચારવું જોઈએ કે બાળકોને કેવી જગ્યાએ ટ્યુશન મૂકવા જોઈએ.તેના અંગે મારા કેટલાક વિચારો પ્રસ્તુત છે. ૧ જ્યાં બાળકના ઘણા બધા મિત્રો ટ્યુશન જતા હોય ત્યાં ટ્યુશન ન મૂકવો જોઈએ. ૨ જે ટ્યુશનનું સ્થળ ઘરથી ઘણું દૂર હોય ત્યાં બાળકને ટ્યુશન ન મૂકવું જોઈએ. ૩ જ્યાં ઘણા બધા બાળકો ટ્યુશન આવતા હોય ત્યાં બાળકને ટ્યુશન ન મુકવો જોઈએ પરંતુ જ્યાં ઓછા બાળકો જતા હોય ત્યાં બાળકને ટ્યુશન મૂકવું જોઈએ. કારણ કે જો બાળકો ઓછા હશે તો જ શિક્ષક સારી રીતે ધ્યાન આપી શકશે. ૪ જ્યાં બાળકોને થોડું જીવનલક્ષી શિક્ષણ પણ આપવામાં આવતું હોય. ૫ જ્યાં ભણ્યા પછી બાળક ઘેર આવીને માતા પિતા સાથે ટ્યુશનની વાતો કરતું હોય કે આજે મને ટ્યુશનમાંથી શું નવું શીખવા મળ્યું. ૬ જ્યાં નાની મોટી શૈક્ષણિક પિકનિકો ગોઠવવામાં આવતી હોય. લેખક કર્દમ મોદી, M.SC.,M.Ed. પાટણ. 8238058094