આંખો દિવસોથી.....
આંખો દિવસોથી રોઈ નથી કેમ છો પૂછનારું કોઈ નથી પળપળને ચાહી છે પૂરા મનથી જિંદગી અમથી કંઇ ખોઈ નથી ઉજાગરા છે જનમ જનમના છતાં આંખો પણ સવારે અમે ધોઈ નથી ટીકા કરો છો સર્વની દિન ને રાત જિંદગી શું વહાલસોયી નથી? દાવા કરે સૌ દિલાવરીના અહી દિલથી અમે દિલદારી જોઈ નથી કર્દમ મોદી