Posts

Showing posts from January, 2021

ડાયપર ફ્રી નવજીવન

Image
 સુરત (ગુજરાત)માં થયેલ એક અતિમહત્વની સર્જરી. જેણે ૧૮ વર્ષના બાળકને આપ્યું, ડાયપર ફ્રી નવજીવન . યુરિન લીકના વિકટ પ્રશ્નમાંથી હંમેશા માટેની મુક્તિ. ૨૦૨૧ની ૧૮ જાન્યુઆરીએ સુરતમાં એક અતિમહત્વની અને વિકટ ગણાય એવી સર્જરી કરવામાં આવી. આ સર્જરી ૧૮ વર્ષના બાળક પર થઈ જેને જન્મથી જ કરોડરજ્જુની મુખ્ય ચેતામાં ખામી હતી. જેના લીધે મૂત્રાશયમાં neurogenic bladder ની ખરાબી ઉત્પન્ન થઈ હતી. આ સર્જરી આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સર્જન શ્રી સુબોધ કામ્બલેએ સફળતાપૂર્વક પાર પાડી હતી. આ ફેમિલી આમ અમદાવાદનુ છે અને સર્જરી માટે સ્પેશ્યલ સુરત આવ્યા હતા. પ્રતીક (નામ બદલેલ છે) કે જે 18 વર્ષનો બાળક છે એણે પોતાના જન્મ બાદ પ્રથમ વખત ડાયપર વગર ઊંઘ લીધી હતી. કારણ કે તેને હંમેશાં ડાયપર પહેરવું પડતું હતું. સર્જરીની પ્રથમ રાત્રે પેશાબ કરવા સિવાય રાત્રિના ૧૦થી સવારના સાત વાગ્યા સુધી સરસ ઊંઘ લીધી. એ ભાવુક બની ગયો. તેણે આખી રાત ડાયપર ફ્રી રહીને વિતાવી.કોઈપણ વ્યક્તિ પ્રતીકની લાગણી અને ખુશી સમજી શકે કે જેણે જન્મ બાદ પ્રથમ વખત ડાયપર ફ્રી રાત વીતાવી હતી. બાળક અને તેના માતા પિતા અત્યંત ખુશ હતા. પ્રતીકને જન્મથી જ Meningomyelocele(S...