ડાયપર ફ્રી નવજીવન
સુરત (ગુજરાત)માં થયેલ એક અતિમહત્વની સર્જરી.
જેણે ૧૮ વર્ષના બાળકને આપ્યું, ડાયપર ફ્રી નવજીવન
.
યુરિન લીકના વિકટ પ્રશ્નમાંથી હંમેશા માટેની મુક્તિ.
૨૦૨૧ની ૧૮ જાન્યુઆરીએ સુરતમાં એક અતિમહત્વની અને વિકટ ગણાય એવી સર્જરી કરવામાં આવી. આ સર્જરી ૧૮ વર્ષના બાળક પર થઈ જેને જન્મથી જ કરોડરજ્જુની મુખ્ય ચેતામાં ખામી હતી. જેના લીધે મૂત્રાશયમાં neurogenic bladder ની ખરાબી ઉત્પન્ન થઈ હતી. આ સર્જરી આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સર્જન શ્રી સુબોધ કામ્બલેએ સફળતાપૂર્વક પાર પાડી હતી. આ ફેમિલી આમ અમદાવાદનુ છે અને સર્જરી માટે સ્પેશ્યલ સુરત આવ્યા હતા.
પ્રતીક (નામ બદલેલ છે) કે જે 18 વર્ષનો બાળક છે એણે પોતાના જન્મ બાદ પ્રથમ વખત ડાયપર વગર ઊંઘ લીધી હતી. કારણ કે તેને હંમેશાં ડાયપર પહેરવું પડતું હતું. સર્જરીની પ્રથમ રાત્રે પેશાબ કરવા સિવાય રાત્રિના ૧૦થી સવારના સાત વાગ્યા સુધી સરસ ઊંઘ લીધી. એ ભાવુક બની ગયો. તેણે આખી રાત ડાયપર ફ્રી રહીને વિતાવી.કોઈપણ વ્યક્તિ પ્રતીકની લાગણી અને ખુશી સમજી શકે કે જેણે જન્મ બાદ પ્રથમ વખત ડાયપર ફ્રી રાત વીતાવી હતી. બાળક અને તેના માતા પિતા અત્યંત ખુશ હતા.
પ્રતીકને જન્મથી જ Meningomyelocele(Spina bifida) ખામી હતી.આ એક એવી જન્મજાત ખામી છે કે જેમાં spinal canal અને કરોડરજ્જુ બાળકના જન્મ પહેલાં જોડે આવતા નથી.આ પ્રકારની જન્મજાત ખામીને neural tube defect કહે છે. હજારે બે ત્રણ બાળકોમાં આવું થાય છે. પ્રતીક પણ આ ખામી સાથે જન્મ્યો હતો.જેનું ઓપરેશન ત્રણ વર્ષની ઉંમરે કરવું જરૂરી હતું અને આઠ વર્ષની ઉંમરે પણ ન થયું અને આખરે એની યુરોજેનિક બ્લેડર થયું.
જે બાળક Spina bifida સાથે જન્મ્યું હોય એની spinal cord ખુલ્લી હોય છે, તેની મરમ્મત કરવી જરુરી છે કે જેથી વધારે નુકસાન ન થાય કે ચેપ ન લાગે. જેમાં ચેતાપેશી પાછી મુકવામાં આવે અને પછી મસલ્સ અને ચામડીને પાછા જોડવામાં આવે છે. 60.09 % વ્યક્તિઓ કે જે સ્પાઈના બીફીડાથી કે તેની સર્જરીથી પીડાય છે. તે બધા યુરીન લીક (અનિયંત્રિત પેશાબ ,ગમે ત્યારે થઈ જાય)ની સમસ્યાથી પીડાય છે. જેને neurogenic bladder કહેવામાં આવે છે. Neurogenic bladder માં વ્યક્તિને મગજ, કરોડરજ્જુ અને ચેતાતંત્રની સમસ્યાને લીધે અંગો પર નિયંત્રણ થતું નથી.આપણા મસલ્સ અને ચેતાતંતુઓને મૂત્રાશય ભરાય ત્યાંથી ખાલી થાય ત્યાં સુધી સાથે કામ કરવું પડે છે.ન્યરોજેનીક બ્લેડરમાં જે જ્ઞાનતંતુઓ બ્લેડરમાં (મૂત્રાશય) સંદેશો લઈ જાય છે અને લાવે છે તે કરોડરજ્જુ અને મગજ, સાથે મળીને યોગ્ય રીતે કામ કરતા નથી. ને કેટલાક કેસમાં બ્લેડર ઓવર એક્ટીવ બની જાય છે અને પેશાબ થઈ જાય છે. કેટલાક કેસમાં સ્નાયુઓ શિથિલ થઈ જાય છે અને સારી રીતે પેશાબ થતો નથી અને પૂરું મૂત્રાશય ખાલી થતું નથી. બ્લેડરની sphincter (દરવાજો)સારી રીતે કામ કરતી નથી. કેટલાક લોકોની બ્લેડર ઓવર એક્ટીવ અને શિથિલ એમ બંને લક્ષણો ધરાવે છે. પ્રતીકના કેસમાં એને રાત્રે પેશાબ માટે દસ વાર ઉઠવું પડતું અને દિવસે આશરે પચ્ચીસ વખત જવું પડતું. પ્રતિકના કેસમાં તેને વારંવાર પેશાબ જવાની અથવા પેશાબ લીક થવાની સખત તકલીફ હતી. પ્રતીક પોતાની તકલીફ થી એટલો પરેશાન થઈ ગયો હતો કે તેણે તેનો એન્જિનિયરિંગનો અભ્યાસ પણ છોડવો પડ્યો.
ઘણા બાળકોને spina bifida ને લીધે અભ્યાસ પણ છોડવો પડે છે.અને કેટલાક લોકો તો કંટાળીને suicide પણ કરે છે. Spina bifida એ સામાન્ય સમસ્યા છે.દુનિયામાં દર હજારે 0.3 થી 4.5 ટકા બાળકોને યુરિન લીકની સમસ્યા હોય છે. આવા બાળકોનું જીવન આ રોગથી ખરાબ થાય છે અને એમને માટે બહાર જવું, મિત્રો સાથે ફરવું, મજા કરવી બધું જ કઠિન બની જાય છે. એમને સતત એ સમસ્યા સતાવતી હોય છે કે હું કશે બહાર જાઉં તો મને બાથરૂમ મળશે કે નહીં. neurogenic bifida ની સમસ્યાવાળા દરદીઓ તેમની પ્રવૃત્તિઓ અને કામો પણ કેન્સલ કરી નાખે છે.
ન્યુરોજેનિક બ્લેડરની સમસ્યા, તેમના કામ અને સંબંધો પર પણ ખરાબ અસર પાડે છે. આવા દર્દીઓ સતત થાકેલા રહે છે, ટેન્શનમાં રહે છે ચિંતાતુર રહે છે અને એકલવાયા રહે છે.યુરિન લીકને લીધે ચામડીના રોગો પણ થાય છે અને ચેપ પણ લાગે છે.
૧૮ વર્ષના આશાસ્પદ બાળકના પિતા મિસ્ટર પટેલ(અટક બદલેલ છે), બાળકના સાજા થવા માટે બધા જ પ્રયત્નો કરી ચૂક્યા છે.આ કુટુંબે અમદાવાદ, દિલ્હી, બેંગ્લોર એમ ઘણા ડોક્ટરોનો સંપર્ક કર્યો. પરંતુ સફળતા મળી નહીં .બધેથી કહેવામાં આવ્યું કે આ રોગની સારવાર નથી. તે બધાની જેમ સામાન્ય જીવન જીવી શકે નહીં. પ્રતીક અને તેના માતા-પિતાએ સામાન્ય જીવન જીવવાની આશા ગુમાવી દીધી હતી.પછી આ કુટુંબે ડૉ. સુબોધ કામલે વિશે સાંભળ્યું અને તેઓ સુરત જવા રવાના થયા. આ તેમનો સાચો નિર્ણય હતો. સર્જરી થઈ અને તેના પરિણામોથી તેઓ અત્યંત ખુશ થયા છે.
ડોક્ટર સુબોધ કામ્બલે કહે છે કે ઘણા બાળકો પ્રતીક જેવી સમસ્યાથી પીડાય છે. જેમને ઇન્ડિયામાં થતી આ પ્રકારની નવી શસ્ત્રક્રિયાથી ઘણો ફાયદો થશે. વળી આ પ્રક્રિયા ટેલિસ્કોપથી થાય છે. કોઈ જાતના ટાંકા લેવા પડતા નથી. થોડા દિવસમાં દર્દી પૂર્વવત જીવન જીવી શકે છે.
હવે બાળકોએ ડરવાની જરૂર નથી. કારણ કે સ્પાઇના બીફીડાની સારવાર ગુજરાતમાં ઘર આંગણે થાય છે. neurogenic bladder ની સમસ્યાની સારવાર હવે શક્ય છે. હાલ ડૉક્ટર સુબોધ કામ્બલે ગુજરાત ખાતેના એક માત્ર યુરોલોજિસ્ટ સર્જન છે. જે આ પ્રકારના વિકટ રોગની સારવાર કરે છે. કદાચ ભારતમાં પણ.
ડો. સુબોધ કામ્બલે
સંપર્ક: 95 12 666 234
અનુવાદ: કર્દમ ર. મોદી

Comments
Post a Comment