દફ્તરનું વજન કેવી રીતે ઘટાડવું
દફતરનું વજન કેમ ઘટાડવું શાળાએ જતાં આજના બાળકોની વધુ એક કરુણતા એ છે કે એમના દફતરનું વજન એટલું બધું થઈ ગયું છે કે આપણે ઉપાડીએ તો જ ખબર પડે. લગભગ એક 15 લિટરના તેલના ડબ્બા કરતાં પણ બાળકોના દફતરનું વજન વધારે હોય છે. પછી બાળક કયા ધોરણમાં ભણે છે એનું પણ મહત્વ નથી. પાંચમા ધોરણનું બાળક હોય કે દસમા ધોરણનું બાળક હોય પરંતુ સ્કૂલ બેગનું વજન 15 કિલો માની જ લેવાનું.@કર્દમ મોદી બાળકો રોજ આવા 15 કિલોના બેગ ઉપાડીને શાળાએ જાય અને આવે, તો સ્વાભાવિક છે કે એમના ખભાનો દુખાવો વધી જાય અને એના લીધે બાળકની કરોડરજ્જુ પર પણ ખરાબ અસર પડે. આવા બાળકો શરીરથી વધારે થાકી પણ જાય છે. વચ્ચે આ સમસ્યા દૂર કરવા માટે કેટલાક પ્રયોગો કરવામાં આવ્યા હતા પરંતુ એ પ્રયોગ લગભગ હાસ્યપ્રેરક હતા. એમાં કશું થઈ શક્યું નહીં. મારી પાસે દફતરનું વજન ઘટાડવા માટે કેટલાક આઈડિયા છે. જે નીચે મુજબ છે.@કર્દમ મોદી 1 સૌ પ્રથમ તો એ નક્કી કરો કે બાળકના દફતરનું વજન કેટલા કિલો છે. 2 એની અંદર મુખ્ય બે વસ્તુ હોય છે. નોટબુકો અને પાઠ્યપુસ્તકો. પાઠ્યપુસ્તકોનું વિભાજન કરી નાખવાનું અર્થાત કે કોઈક એક પાઠ્યપુસ્તક હોય એના ચારથી પાંચ ભાગ કરી નાખવાના અને જે પાઠ સ...