પંથિનીનું શિક્ષણ
હું પંથિનીને(ધોરણ ૨) કેવી રીતે ભણાવું છું.
લેખિત લેસન
1) ગુજરાતી નિબંધમાળાની ચોપડીમાંથી જોઈને રોજ બે પાના નોટમાં લખવા.
2) હિન્દી નિબંધમાળાની ચોપડીમાંથી જોઈને રોજ એક પાનું હિન્દીનું લખવું
3) અંગ્રેજી નિબંધમાળાની ચોપડીમાંથી જોઈને રોજ એક પાનું અંગ્રેજીમાં લખવું.
4) રોજના દસ સરવાળા અને બાદબાકી કરવી.
મૌખિક લેસન
5) રોજના ચાર સ્પેલિંગ મોઢે કરવા.
6) રોજ મારી પાસેથી વાર્તાની ચોપડીના દસ પેજ સાંભળવા.દા.ત. મિયાફુસકી(જીવરામ જોષી)
7) રોજ એકાથી વિસા સુધીના ઘડિયા બોલાવવા
8) રોજ એકડી બોલાવવી.
9) રોજ મોઢે સરવાળા પૂછવા.જેમકે 2+3= ? એ આંગળીથી ગણીને જવાબ આપે. એ રીતે.
10) હું અંગ્રેજીમાં સાદા પ્રશ્નો પૂછું ને એણે અંગ્રેજીમાં જવાબ આપવાના.જેમકે વોટ ઇસ યોર નેમ? માય નેમ ઇસ પંથિની... એ રીતે. આવા દસ જેટલા પ્રશ્નો મારે પૂછવાના અને એણે જવાબ આપવાના.રોજ એક સરખા પ્રશ્નો જ પૂછવાના.આવડી જાય પછી બદલવાના.
11) રોજ યુ ટ્યુબમાંથી બાળવાર્તાનો એક વિડીયો જોવો.
12) અવારનવાર ઈચ્છા થાય ત્યારે યુ ટ્યુબની ટોની આર્ટ નામની ચેનલમાંથી કાગળના વિવિધ રમકડા બનાવવા.
13)ઓનલાઇન ભણતર: કશું નહિ.
14) મહિનામાં એક બે વખત લાઇબ્રેરીમાં જવું
ઉપરોક્ત મૌખિક લેસન એ જાતે જ કરે,મારે માત્ર ચેક કરવાનું.મૌખિક લેસન મારે પૂછવાનું.લેખિત ચેક કરવામાં 5 મિનીટ અને મૌખિક સાંભળવામાં 20 મિનીટ.
કર્દમ ર. મોદી,
M.Sc.,M.Ed.
પાટણ(ઉ. ગુ.)
82380 58094
U Tube: kardam modi

Comments
Post a Comment