સ્કુબા ડાયવિંગ
સ્કૂબા ડાયવીંગનો મારો દિલધડક અનુભવ તારીખ 29 જાન્યુઆરી 2022 ના રોજ હું બેટ દ્વારકા ખાતે ટ્રેકિંગ માં ગયો હતો.દરમિયાન મેં શિવરાજપુરમા સ્કુબા ડાઈવિંગનો લાભ લીધો હતો. જેના વિશે આજ સુધીમાં ઘણું સાંભળ્યું હતું એટલે એનો અનુભવ કરવાની તીવ્ર ઈચ્છા હતી.આ વખતે લાવો ઝડપી જ લીધો. સ્કુબા ડાઈવિંગ માટે એ લોકો આપણને દરિયામાં હોડીમાં બેસાડીને એક કિલોમીટર અંદર લઇ જાય છે.ત્યાં પણ લગભગ 15 કિલો વજનના જુદા જુદા સાધનો પહેરાવે છે.જેમાં ઓકસીજન ના બાટલા સામેલ હોય છે.સ્કુબા ડાઈવિંગ પૂર્વે એ લોકો આપણને એક નાનકડી ટ્રેનિંગ આપે છે.જેમાં આપણે મોઢામાં ચોકઠા જેવું સાધન રાખવાનું હોય છે જેનાથી આપણે શ્વાસ લેવાનો હોય છે અને સમગ્ર ક્રિયા દરમિયાન મોઢાથી શ્વાસ લેવાનું છે એટલું જ યાદ રાખવાનું છે.બાકી ડરવાની કોઇ પ્રકારની જરૂર હોતી નથી છતાં પણ અનુભવ ન હોવાને લીધે પાણીની અંદર ઊંડાણમાં જવાથી ખૂબ જ ડર લાગે છે.વળી આપણી સાથે એક ટ્રેનર હોય છે જે આપણને પાણીની નીચેની દુનિયા બતાવે છે જેમાં વિવિધ રંગની માછલીઓ સામેલ હોય છે જોકે સાથે ભરપૂર ડર પણ સામેલ હોય છે. પાણીની નીચે જવા માટે નો "મેકઅપ" કરીને આપણને હોડીની ધાર પર બેસાડી દે છ...