અંધા યુગ
સાહિત્ય પ્રેમીઓમાં ભાગ્યે જ કોઈ ધર્મવીર ભારતી ના નામથી અજાણ હશે.ધર્મવીર ભારતી હિન્દીના ઉચ્ચકોટિના સાહિત્યકાર છે.જે તેમની ગુનાહોંકા દેવતા તેમજ સુરજકા સાતવા ઘોડા નવલકથાથી સુવિખ્યાત છે.પરંતુ તેમણે એક માત્ર નાટક લખ્યું છે અંધાયુગ.@કર્દમ મોદી
અંધાયુગ નાટક વિષે ઘણા વખતથી સાંભળ્યું હતું પરંતુ માહિતી નહોતી.હમણાં યૂટ્યુબમાં ખાંખાંખોળા કરીને એના વિશેની સમરી સાંભળી અને ત્યારબાદ યુ ટ્યુબમાંથી નાટક જોયું.જેની લિંક આ સાથે નીચે મુકેલ છે.જે મિત્રોને આ નાટક જોવાની ઈચ્છા હોય એ આ લીન્કને (https://www.youtube.com/ )
કોપી કરીને જોઈ શકે છે.@કર્દમ મોદી
આ નાટક મહાભારતનો અંતિમ ભાગ છે.મહા ભારતના યુદ્ધના અઢારમા દિવસથી નાટકની શરૂઆત થાય છે.મહાભારતનું એક મુખ્ય પાત્ર ધૃતરાષ્ટ્ર છે.આ નાટક એટલે યુદ્ધ અંગેનું ધૃતરાષ્ટ્રની મનોમંથન અને તેનો વલોપાત.પુત્રમોહમાં અંધ બનીને યુદ્ધ કરતા તો કરાવી દીધું.પરંતુ જેના માટે યુદ્ધ કરાવ્યું એ દુર્યોધન જ એમાં નાશ પામશે એ ધૃતરાષ્ટ્ર માટે કલ્પનાતિત હતું.કૌરવોનું પણ નિકંદન નીકળી ગયું.સમગ્ર બીના જાણ્યા પછી ધૃતરાષ્ટ્ર મનમાં શુ અનુભવે છે એ વિષય પર મહાભારત આધારિત નાટક ખરેખર જોવાલાયક છે.નાટક પણ અત્યંત સુંદર બનાવ્યું છે વિશેષ લખવાની જરૂર નથી લાગતી.માત્ર સાહિત્યપ્રેમીઓ નાટક જોઈ શકે એટલા પુરતો જ આ લેખ લખેલ છે.નાટક 1.45 કલાકનું છે.નાટકના અંતમાં જ્યારે ગાંધારી કૃષ્ણને યુદ્ધ માટે જવાબદાર ઠેરવી શાપ આપે છે ત્યારે કૃષ્ણ ટૂંકો ખુલાસો આપે છે એ સંવાદ આંખમાં આંસુ લાવી દે તેવો છે.કૃષ્ણ ગાંધારીને કહે છે "માતા તું મને યુદ્ધ માટે જવાબદાર માને છે પરંતુ હકીકતમાં આ યુદ્ધમાં કૌરવ પણ નથી મર્યા અને પાંડવ પણ નથી મર્યા.હું જ મર્યો છું.યુદ્ધમાં એક એક સૈનિક મરતો હતો ત્યારે હકીકતમાં હું જ મરતો હતો અને એનું મને પૂરેપૂરું દુઃખ છે પણ યુદ્ધ એ આ યુગની એક અનિવાર્યતા હતી" ઓમપુરીના અવાજમાં આ સંવાદો અત્યંત સુંદર લાગે છે એટલું સાંભળવા પુરતું પણ આ નાટક જોવું જરૂરી છે.
જ્યારે રાજા પોતે જ આંધળો હોય અને એની પત્ની એના આંધળાપણામાં સહયોગ આપે ત્યારે સમગ્ર યુગ અંધાયુગ બની જાય છે એ આ નાટકનો બોધપાઠ છે. આભાર.@કર્દમ મોદી
કર્દમ ર. મોદી,
M.Sc.,M.Ed.
પાટણ.
82380 58094
U Tube: kardam modi
Comments
Post a Comment