ટાઈમ ટેબલ
તમારા સંતાનનું પરિણામ ખરેખર સુધારવાનું છે?તો જ વાંચો. આપણા વિદ્યાર્થીઓ અને વાલીઓ સારુ પરિણામ તો લાવવા માંગે છે પરંતુ પરિણામ મેળવવા માટે પ્રક્રિયામાં કોઈ જાતનો બદલાવ લાવવા માગતા નથી. ચીલાચાલુ ટ્યુશનો કરવા તેમજ ફુલસ્કેપ ચોપડા ભરવા એ જ જાણે શિક્ષણની પ્રક્રિયા થઈ ગઈ છે પરંતુ આ વિશે પુનર્વિચારણા કરવાની જરૂર છે. તેને ધ્યાનમાં લઇ વધુ ન લખતા મેં એક દિનચર્યા તૈયાર કરી છે જેને આ સાથે રજુ કરું છું. વાલીઓને વિનંતી કે પોતાના બાળકોને આ પ્રકારની દિનચર્યા આપો.જો આમાં કંઈ ફેરફાર કરવા જેવું લાગે તો તમે જાતે ફેરફાર કરીને બાળકોને આપો. બાળકોને દિનચર્યા આપવાથી બાળકો સમયનો સમયનો વધુ ઉપયોગ કરશે જેથી સારું પરિણામ આવી શકશે.બાકી ચીલાચાલુ પદ્ધતિથી ક્યારે સારું પરિણામ આવવાનું નથી તે વાત ખાસ યાદ રાખવી.પરિણામ બળવું હોય તો પ્રક્રિયા બદલવી જ પડે. અહીંયા બાળકના ઊંઘના કલાકો તેમજ વચ્ચે આરામના કલાકનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે. અભ્યાસના સમય દરમિયાન તે ધારે તે પ્રકારનો અભ્યાસ કરી શકે છે યાદ રાખો કે ગધેડા જેવી મજૂરી કરવાથી ક્યારેય સારું પરિણામ આવવાનું નથી.પરંતુ ઘોડા જેવું કામ કરવાની આવશ્યકતા હોય છે. આપણા બાળકો મ...