લોકમાન્ય તિલક
અગાઉ હું દૂરદર્શનની યુ ટ્યુબ પરની કેટલીક સીરીયલ વિશે લખી ચુક્યો છું.ગોરા, યાત્રા વગેરે. આજે પણ હું એક વધુ સીરીયલ વિશે લખવા જઈ રહ્યો છું.યુ ટ્યુબ પર( દૂરદર્શનની નેશનલ ચેનલ પર આ " લોકમાન્ય " સિરિયલ પ્લેલિસ્ટમાં ) સરળતાથી પ્રાપ્ય છે.આપ સૌ જુઓ એવો મારો પ્રેમભર્યો આગ્રહ છે. શરૂઆતમાં મેં સહજતાથી આ સીરિયલ જોવાની શરૂ કરી.પરંતુ સિરિયલ જોતા જોતા હું સીરીયલમાં એટલો ડૂબી ગયો કે મને પોતાને હવે ખબર પડી કે તિલકજી કેટલું વિરાટ ચરિત્ર હતા.સામાન્ય રીતે આપણા મનમાં જાણતા કે અજાણતા એવી છાપ પડેલી છે કે આઝાદીના આંદોલનમાં બે ત્રણ માણસો સિવાય કોઈએ કશું કર્યું જ નથી.પરંતુ હકીકતમાં ઘણા માણસોએ ઘણું બઘું કર્યું છે.થોડા અભ્યાસની જરૂર છે. આ સિરીયલ જોઇને મને ખ્યાલ આવ્યો કે લોકમાન્ય તિલક એ અસાધારણ જીવન ચરિત્ર હતું.તિલક કેસરી નામનું છાપુ ચલાવતા હતા.આ છાપુ એ કોઈ ચીલાચાલુ સમાચાર પત્ર ન હતું.પરંતુ અંગ્રેજો સામે લડવા માટેનું એક શક્તિશાળી હથિયાર હતું.તેમાં તેઓ પોતાની આગ ઝરતી વાણીથી સમગ્ર સમાજને જગાડવાનું કામ કરતા હતા.એના લીધે અંગ્રેજોને કેસરી પર ખૂબ જ ગુસ્સે હતો. પરંતુ લોકમાન્ય તિલકની કુશાગ્ર બુદ્ધિ અને કલ...