સ્વામી રામતીર્થ
સ્વામી રામતીર્થ સ્વામી વિવેકાનંદ વિશે આપણે સૌ સારી રીતે જાણીએ છીએ પરંતુ સ્વામી રામતીર્થ વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે.આજે મેં સ્વામી રામતીર્થના જીવન ચરિત્રનું એક પુસ્તક વાંચ્યું.તેના આધારે આ લેખ લખવા પ્રેરાયો છું અને જે આનંદનો અનુભવ થયો છે તે આપ સૌની સાથે વહેંચવા માંગુ છું. સ્વામી રામતીર્થનું મૂળ નામ તીર્થ રામ હતું.તેઓ આજના પાકિસ્તાનમાં જન્મ્યા હતા ભણવામાં નાનપણથી અત્યંત હોશિયાર હતા.ધોરણ પાંચ સુધી પોતાના ગામમાં ભણ્યા હતા અને તે પણ ઉર્દુ માધ્યમમાં.ત્યારબાદ તેમને આગળ ભણવાની ખૂબ ઈચ્છા હતી પરંતુ ગામમાં શાળાની સુવિધા ન હોવાથી તેમના માતા પિતાએ એમનો ભણવા માટેનો આગ્રહ જોઈને દૂરના એક મિત્રના ત્યાં એક શહેરમાં ભણવા મૂક્યા. ત્યાં જઈને પણ એ એટલું સારું ભણ્યા કે મેટ્રિકમાં સારું પરિણામ આવ્યું ત્યારબાદ પણ તે કોલેજ કરવા માગતા હતા.પરંતુ સામાજિક અને આર્થિક સ્થિતિ જોતા આગળ ભણવાનું શક્ય નહોતું.પરંતુ એમની આસપાસના કેટલાક લોકોએ એમના માતા પિતાને આગ્રહ કર્યો કે આ બાળક ભણવામાં ખૂબ હોશિયાર છે તો અમે ટેકો કરીશું પરંતુ એને ભણાવો અને ત્યારબાદ તે કોલેજ ભણ્યા.. એમનો વિષય ગણિત હતો. ગણિતમાં એટલા બધા પાવરફુલ હતા કે ...