પીસી વૈદ્ય સાહેબ
આજે ગુજરાતના ગણિત દાદા કહી શકાય એવી હસ્તીનો જન્મદિવસ છે. જેમનું નામ છે સ્વ. શ્રી પી. સી. વૈદ્ય સાહેબ.ઘણા લોકો આ નામથી અજાણ હશે. પરંતુ સમગ્ર ગુજરાત જેના વિશે ગૌરવ લઈ શકે એવી આ એક મહાન હસ્તી હતી. આલ્બર્ટ આઇન્સ્ટાઇનની થિયરી ઓફ રિલેટિવિટી પર ગુજરાતમાં પાયાનું કામ કરનાર ભારતના ભૌતિકશાસ્ત્રી અને ગણિતજ્ઞ. જેમણે હોમીભાભા, વિષ્ણુ નારલીકર અને જયંત નારલીકર જેવા પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિકો અને ગણિત શાસ્ત્રી સાથે કામ કરેલું છે. એવા પ્રહલાદભાઈ ચુનીલાલ વૈદનો જન્મ 23 5 1918ના રોજ થયો હતો. વિજ્ઞાન સાથે ગાઢ સંબંધ હોવા ઉપરાંત તેઓ શિક્ષણશાસ્ત્ર અને ગાંધીવાદ સાથે સંકળાયેલા હતા અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લઇને જેલવાસ વેઠેલો હતો. પ્રાથમિક શિક્ષણ ભાવનગરમાં લીધા પછી વિજ્ઞાનના સ્નાતક. તેઓ ભૌતિક વિજ્ઞાન વિષય સાથે મુંબઈની ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સમાં થયા. અધ્યયન અને અધ્યાપન તેમણે આજીવન કર્યું. ગુજરાત, સૌરાષ્ટ્ર અને મુંબઇ ઉપરાંત બનારસમાં પણ તેમણે અધ્યાપન કર્યું હતું. ૧૯૪૯માં તેમણે ગણિતમાં ડોક્ટરેટની પદવી મેળવી હતી. થોડો સમય તેમણે ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચમાં પણ કામ કર્યું હતું સુરત, વલ્લભ વિદ્યાનગર, વિ...