મદદ અને સહાનુભૂતિ

મદદ અને સહાનુભૂતિ

Sympathy is the perception, understanding, and reaction to the distress or need of another life form. According to David Hume, this sympathetic concern is driven by a switch in viewpoint from a personal perspective to the perspective of another group or individual who is in need.

હર્ષદ મહેતાના આગમનથી જેમ શેરબજારમાં ઉછાળો આવ્યો હતો તેમ એન્ડ્રોઇડ ફોનના આગમનથી માણસના સ્વાર્થમાં ઘણો મોટો ઉછાળો આવી ગયો
છે. આજે માણસો એકબીજાને મદદ કરવાનું કે ઉપયોગી થવાનું કદાચ વિચારતા જ નથી. કારણ બહુ સીધુંસાદું છે કે કોઈને મદદરૂપ કે ઉપયોગી થવા માટે એ બાજુ ધ્યાન આપવું પડે. પરંતુ આજે એન્ડ્રોઇડ ફોનના લીધે આપણે પૂરેપૂરો સમય ફોનમાં રોકાયેલા છીએ. એટલે આજનો માણસ બીજા વિશે કોઈ પ્રકારનો વિચાર કરી શકતો નથી માટે મદદ પણ કરી શકતો નથી. છતાં પણ જ્યારે કોઈ માણસને એવી માહિતી મળે કે અન્ય કોઈ વ્યક્તિ મુસીબતમાં છે અને એને મદદની જરૂર છે તો આપણે ક્યારેક મદદ કરવાનું વિચારીએ પણ છીએ. પરંતુ આ મદદની સાથે એક બીજો શબ્દ જોડાયેલો છે સહાનુભૂતિ. મદદ અને સહાનુભૂતિ એવા બે શબ્દો છે. મદદ કરીને ઘણી વખત માણસો છૂટી જતા હોય છે મદદ કર્યા પછી પાછળ શું થાય છે તે જોવા જતા નથી. મદદ બધા માણસો કરી શકતા નથી અને મદદ પૂરી થઈ પણ શકતી નથી. જ્યારે સહાનુભૂતિ એવી બાબત છે કે જે કોઈપણ માણસ આપી શકે છે અને સહાનુભૂતિથી માણસ મદદ કરતાં પણ વધારે રાહત અનુભવતા હોય છે.(આ નવી વાત હોઈ શકે) સહાનુભૂતિ માણસને માણસનો આત્મવિશ્વાસ વધારવામાં અને ટકાવવામાં બહુ મોટું હથિયાર બની શકે
છે. આથી સહાનુભુતિ આપવામાં પાછા ન પડવું. ભલે આપણે મદદ ન કરી શકીએ પણ સહાનુભૂતિ તો ચોક્કસ આપી શકીએ. આપણે પણ જીવનમાં હંમેશા એવા માણસથી જ રાહત અનુભવતા હોઇએ છીએ કે જે સતત આપણી સાથે હોય. સમાચાર પૂછતો હોય અને આપણા સુખ દુઃખમાં સાથે હોય. એટલે જરૂરી નથી કે તમે કોઈ માણસને મદદ ન કરી શકો તો એનાથી મોઢું ફેરવી લેવું. મદદ ન કરી શકો તો તમે એટલું પણ કહી શકો કે દોસ્ત હું તને મદદ કરી શકું એમ નથી. પરંતુ હું તારી સાથે જ છું. સામાન્ય કેસોમાં તો આટલી સહાનુભૂતિ પણ બહુ ઉપકારક થઈ જતી હોય છે. માણસ જ્યારે મુશ્કેલીમાં આવી પડેલ હોય છે ત્યારે એને રસ્તો દેખાતો હોતો નથી. તેની અંદર આત્મવિશ્વાસનો અભાવ હોય છે. તેને સતત એવું અનુભવાય છે કે આ દુનિયામાં પોતે એકલો છે અને સાથે કોઈ નથી. એને પોતાના પ્રશ્નની ચર્ચા કરવા માણસની જરૂર હોય છે. એવા વખતે જો સહાનુભુતિ આપવા ચાર માણસો તૈયાર થઈ જાય તો એનામાં આત્મવિશ્વાસ આવશે અને નવા સાહસો કરવાની શક્તિ ઉત્પન્ન થશે. આજના લેખનો મેસેજ એ છે કે તમે ભલે મદદ ન કરી શકો. પરંતુ સહાનુભુતિ આપવામાં ક્યારેય પાછા પડશો નહીં.

કર્દમ ર. મોદી,  આચાર્ય.
પીપી હાઈસ્કૂલ, ચાણસ્મા.
M.Sc., M.Ed. Maths
M. 82380 58094

You tube channel
kardam modi

વિશેષ નોંધ:
કોરોના કાળમાં માણસોની અંદર નકારાત્મક ઊર્જાનું પ્રમાણ વધી ગયું છે. ત્યારે સારા વિચારો જ મદદ કરી શકે. આ સારા વિચારો ફેલાવવા માટે આપની પાસે વોટ્સએપ/ ફેસબુકમાં જેટલા પણ સારા લખાણો આવે એ આપ અવશ્ય વાંચો અને એને ફરજિયાત શેર કરો. માત્ર લાઈક કરવા પૂરતી મર્યાદિત ન રાખશો. પરંતુ સારા સારા લખાણો શેર કરો. ફેસબુક અને વોટ્સએપમાં લખાણનું મહત્વ વધે એવું વિચારો.



Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા