ટેક્ષ્ટ બુક કેવી રીતે વાપરવાની?
ટેક્ષ્ટબુક કેવી રીતે વાપરવાની? હું એક શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને ઘણી વખત કહું છું કે તમારે તમારું પાઠ્યપુસ્તક એવી રીતે વાપરવું જોઇએ કે તમારું પાઠ્યપુસ્તક કોઈ અડધી કિંમતમાં લેવા તૈયાર ના થાય.અર્થાત્ પાઠ્યપુસ્તકના શબ્દને એટલો ઊંડાણપૂર્વક વાંચવો જોઈએ અને એ શબ્દને લગતી જે કંઈ માહિતી તમે ધરાવતા હોય તે પાઠ્યપુસ્તકમાં જ એ શબ્દની આસપાસ લખી નાખો. એમાં એટલી બધી નોંધો હોવી જોઈએ કે પાઠ્યપુસ્તક વાંચનારને બધા પ્રકારની માહિતી ત્યાંથી જ મળી જાય. આવું કરવાથી જ્યારે પણ તમે પાઠ્ય પુસ્તક વાંચો છો ત્યારે પાઠ્યપુસ્તક પણ વાંચી શકો છો અને નહીં સમજાતા મુદ્દાઓનો જવાબ પણ એમાંથી જ મળી રહે છે.@કર્દમ મોદી પરંતુ આવું પુસ્તક મેં મારી સમગ્ર શૈક્ષણિક કારકિર્દીમાં કોઈ વિદ્યાર્થી પાસે ક્યારેય જોયું નહીં. જો કે મને પોતાને આવી ટેવ હતી. પરંતુ અમે તો હવે ભૂતકાળ બની ગયા છીએ.@કર્દમ મોદી થોડા વખત પહેલા એક વિદ્યાર્થીનું વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક મારા હાથમાં આવ્યું.એ મેં જોયું તો મને લાગ્યું કે કદાચ મારા જીવનમાં મળેલો આ એવો પ્રથમ વિદ્યાર્થી છે કે જે પાઠ્ય પુસ્તક વાંચવાની કલા સારી પેઠે જાણે છે.આ વિદ્યાર્થીએ ગાઈડ,અપેક્ષિત અને શિક...