નળ સરોવર
નળ સરોવર: એક આછો પરિચય
નળ સરોવર એ ગુજરાતનું એક પક્ષી અભ્યારણ છેનળ. હકીકતમાં એક પક્ષીસ્વર્ગ છે.120 ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં આવેલું આ એક ખારા પાણીનું સરોવર છે.ભૂતકાળમાં એક સમયે અહીંયા દરિયો હતો.કચ્છ અને સૌરાષ્ટ્ર બંને એક સમયે સ્વતંત્ર ટાપુઓ હતા પરંતુ કાળક્રમે બંને પ્લેટો ભેગી થવાથી બંને ટાપુ ભેગા થઈ ગયા અને રહી ગયું એના અવશેષરૂપે નળ સરોવર.
નળ સરોવર આશરે ૧૨૦ ચોરસ કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવે છે.જે પાંચથી છ ફૂટ જેટલું પાણી ધરાવે છે.જેનું પાણી કાચ જેવું ચોખ્ખું હોવાથીતેનું તળિયું સ્પષ્ટ દેખાય છે.તેના તળીએ સુંદર મજાની વનસ્પતિ તેમજ ઘાબાજરિયું નામનું ઘાસ ઊગેલું છે તેમજ વિવિધ પ્રકારની માછલીઓ છે.
નળ સરોવરની આસપાસ વસતી જાતિ પઢાર જાતિ છે.જે મૂળ સિંધ પાકિસ્તાનથી આવેલી છે અને આશરે એક હજાર વર્ષથી અહીંયા રહે છે.તેમનો મુખ્ય વ્યવસાય માછલીઓ પકડવાનો છે. તેમનાં કુળદેવી હરીસિધ્ધ માતા એક બેટ પર જ છે.નળ સરોવરની એક અત્યંત આકર્ષક બાબત એ છે કે આ વિશાળ સરોવર ની અંદર 300થી વધારે ટાપુઓ છે પરંતુ કેટલાક તરતા ટાપુઓ પણ છે જે ખરેખર એક આશ્ચર્ય છે!!!
નળ સરોવરમાં બોટીંગ કરવું એ એક અત્યંત આનંદદાયક પણ ક્રિયા છે.એમાંચાંદની રાતમાં બોટિંગ કરવું એ નસીબ છે.અત્યારે નળસરોવર મુકામે ખાવા-પીવાની તેમજ રહેવાની વ્યવસ્થા નથી આથી દિવસે જઈ બોટિંગ કરીને પરત ફરવુ પડે. આગામી સમયમાં આશા રાખીએ કે ત્યાં રહેવા જમવાની વ્યવસ્થા પણ શરૂ થાય.
નળ સરોવર જવા માટે સાણંદ જવું લગભગ ફરજિયાત છે.સાણંદથી આશરે ૪૦ કિલોમીટર જેટલું દૂર છે.નળ સરોવરમાં વિદેશી પક્ષીઓ આવે છે.પક્ષીઓના વિવિધ પ્રકારો જોવા માટે પોતાની પાસે એક સારું દૂરબીન હોવું જરૂરી છે.કારણ કે પક્ષીઓની નજીક જઈ શકાતું નથી.પક્ષીઓની નજીક જતાની સાથે જ પક્ષીઓ તરત જ ઉડી જાય છે.આથી તેમને જોવા માટે સારામાનું દૂરબીન હોવું જરૂરી છે.
નળ સરોવરમાં દુનિયાના વિવિધ દેશોમાંથી પક્ષીઓ આવે છે જેને યાયાવર પક્ષીઓ કહેવાય છે તે અત્યંત જાણીતી બાબત છે સારસ,સુરખાબ,ક્રેન ફ્લેમિંગો વગેરે અનેક પ્રકારના પક્ષીઓનું વૈવિધ્ય માણવા માટે શિયાળામાં જવું વધારે યોગ્ય રહેશે.પક્ષીઓ જોવાની ખૂબ જ મજા આવે છે. પક્ષીઓ માટે આ જગ્યા એક સ્વર્ગ સમી છે.સરકારે તેને અભયારણ્ય જાહેર કરેલું છે.
કર્દમ મોદી,
પાટણ.
82380 58094
Comments
Post a Comment