ટેક્ષ્ટ બુક કેવી રીતે વાપરવાની?
ટેક્ષ્ટબુક કેવી રીતે વાપરવાની?
હું એક શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને ઘણી વખત કહું છું કે તમારે તમારું પાઠ્યપુસ્તક એવી રીતે વાપરવું જોઇએ કે તમારું પાઠ્યપુસ્તક કોઈ અડધી કિંમતમાં લેવા તૈયાર ના થાય.અર્થાત્ પાઠ્યપુસ્તકના શબ્દને એટલો ઊંડાણપૂર્વક વાંચવો જોઈએ અને એ શબ્દને લગતી જે કંઈ માહિતી તમે ધરાવતા હોય તે પાઠ્યપુસ્તકમાં જ એ શબ્દની આસપાસ લખી નાખો. એમાં એટલી બધી નોંધો હોવી જોઈએ કે પાઠ્યપુસ્તક વાંચનારને બધા પ્રકારની માહિતી ત્યાંથી જ મળી જાય. આવું કરવાથી જ્યારે પણ તમે પાઠ્ય પુસ્તક વાંચો છો ત્યારે પાઠ્યપુસ્તક પણ વાંચી શકો છો અને નહીં સમજાતા મુદ્દાઓનો જવાબ પણ એમાંથી જ મળી રહે છે.@કર્દમ મોદી
પરંતુ આવું પુસ્તક મેં મારી સમગ્ર શૈક્ષણિક કારકિર્દીમાં કોઈ વિદ્યાર્થી પાસે ક્યારેય જોયું નહીં. જો કે મને પોતાને આવી ટેવ હતી. પરંતુ અમે તો હવે ભૂતકાળ બની ગયા છીએ.@કર્દમ મોદી
થોડા વખત પહેલા એક વિદ્યાર્થીનું વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક મારા હાથમાં આવ્યું.એ મેં જોયું તો મને લાગ્યું કે કદાચ મારા જીવનમાં મળેલો આ એવો પ્રથમ વિદ્યાર્થી છે કે જે પાઠ્ય પુસ્તક વાંચવાની કલા સારી પેઠે જાણે છે.આ વિદ્યાર્થીએ ગાઈડ,અપેક્ષિત અને શિક્ષકોના લેક્ચર વગેરે જુદા જુદા પ્રકારની માહિતી લઈને ચોપડીની અંદર જ એટલું બધું લખાણ કર્યું હતું કે ચોપડી લગભગ ગાઈડ જેવી બની ગઈ હતી.મને એક શિક્ષક હોવા છતાં પણ આ ચોપડીમાંથી સારી સારી માહિતી મળતી હતી.ત્યારે મારા વિદ્યાર્થીઓને મેં આ ચોપડી બતાવીને કહ્યું કે જો તમારે પાઠ્યપુસ્તક આ રીતે વાંચવું જોઈએ.અઘરા શબ્દો આસપાસની જે કોઈ માહિતી હોય એ તમારે ચોપડીની અંદર જ લખી નાખવી જોઈએ.@કર્દમ મોદી
એના બદલે આપણને એવું શીખવાડવામાં આવે છે કે ચોપડી ગંદી ન કરાય.તો એ વાત તો સાચી જ છે ચોપડીને ગંદી ન કરવી જોઈએ.ચોપડીમાંપોતેજાણેજેતેજિલ્લાનાકલેકટરહોય તે રીતે સહી ન કરવી જોઈએ.એનો અર્થ એવો થાય છે કે ચોપડીમાં બિનજરૂરી લખાણ ન લખવું જોઈએ. પરંતુ કામનું તો લખવું જ જોઈએ.(શાહબુદ્દીન રાઠોડ કહે છે તેમ શિક્ષક ઇતિહાસ ભણાવતા હોય અને પાછળ છેલ્લી પાટલી પર બેસીને વનેચંદ ચોપડીમાં રાણી વિક્ટોરિયાના ફોટાને મુછો દોરતો હોય)@કર્દમ મોદી
આવું કરવાથી તમારે વાંચતી વખતે ગાઇડની જરૂર ન પડે અને જેતે મુદ્દો સારું રીતે સમજાય.વળી ભવિષ્યમાં જે વિદ્યાર્થી તમારી ચોપડી વાંચે એને પણ ફાયદો મળે.આવી જ એક ચોપડી હમણાં મળી એટલે મેં એના ફોટા પાડી લીધા.જે નીચે મૂકેલા છે.આપ જોશો એટલે ખ્યાલ આવી જશે.
કર્દમ ર. મોદી,
M.Sc.,M.Ed.
પાટણ.
82380 58094
U Tube: kardam modi

Comments
Post a Comment