Posts

Showing posts from June, 2022

રોકેટ બોયઝ

 🌹 એક જોવાલાયક વેબ સીરીઝ રોકેટ બોયઝ થોડા સમય પહેલા છાપામાં મેં રોકેટ boys નામની વેબ સીરીઝ વિશે વાંચ્યું હતું.જે વાંચતા મને અત્યંત આશ્ચર્ય થયું કે આવા કોઈ વિષય ઉપર વેબ સીરીઝ કેવી રીતે હોઈ શકે !!ત્યારબાદ મેં થોડી પૂછપરછ કરી અને આ વેબ સીરીઝ કોઈ જગ્યાએથી શોધી લાવ્યો અને વ્યવસ્થિત જોવાની શરુ કરી જેના વિશે હું અહીં આપ સૌને જણાવવા માંગુ છું. રોકેટ બોયઝ એ વિજ્ઞાન પર આધારિત એક વેબ સીરીઝ છે.તેના મુખ્ય પાત્રો ડૉ.વિક્રમ સારાભાઈ, ડોક્ટર હોમી જહાંગીર ભાભા અમને એપીજે અબ્દુલ કલામ (ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ) છે. ભારતમાં રોકેટ કાર્યક્રમની શરૂઆત વિક્રમ સારાભાઈએ કરી હતી તે આપણે સૌ જાણીએ છીએ પરંતુ વિક્રમ સારાભાઈ અને એમના અન્ય સાથી મિત્રોએ કેટલી મહેનત કરી અને આ ભૂમિકા ઊભી કરી હતી તે આપણે વિગતવાર જાણતા નથી તેના માટે આ વેબ સીરીઝ જોઈ રહી.એમની સાથે હોમી ભાભા જોડાયા હતા.હોમી ભાભાએ કેવી રીતે ભારતનો  અણુ યુગમાં પ્રવેશ કરાવ્યો અને ત્યારબાદ અબ્દુલ કલામનો એની અંદર શું રોલ હતો એ બધું જોવું અત્યંત રોચક છે સાથે સાથે એ પણ ખ્યાલ આવે છે કે વૈજ્ઞાનિકો કેવી રીતે બોલતા હોય છે,કેવી રીતે વિચારતા હોય છે અને કેવી રીતે વર્તતા ...

અસત્ય દિવસ

Image
 આજે કયો દિવસ છે જાણો છો? આજે 20 મી જૂન.હું પૂછું કે આજે કયો દિવસ તો તમે જાત જાતના દિવસો કહેશો પરંતુ આજે છે  અસત્ય દિવસ.આ દિવસ મેં પોતે બનાવ્યો છે.આજના દિવસે અસત્ય એ સત્ય પર પ્રચંડ વિજય મેળવ્યો હતો.20.6.2015 ના રોજ ચાણસ્મા ની પીપી પટેલ હાઈ સ્કૂલના આચાર્ય પદેથી મને તદ્દન ખોટી રીતે ડીસમિસ કરીને પગાર બંધ કરી દેવામાં આવ્યો. એ પણ ચાર સજ્જનો દ્વારા અને એમાં કેળવણીકારો સામેલ. આજે હું ટ્રિબ્યુનલમાં કેસ  100% જીતી ગયો છું.છતાં પગાર બંધ છે અને નોકરી પણ બંધ છે.આપણા પક્ષે બોલનાર કે લડનાર કોઈ નથી.કારણકે હું એક સામાન્ય વ્યક્તિ છું. નાગાઇ આવડતી નથી.માબાપે સીધી લીટી પર ચાલવાના સંસ્કાર આપ્યા છે.D.E.O. થી માંડીને દિલ્હી સુધી બધું ધમરોળી નાખ્યું છે.વડા પ્રધાનની ઓફિસમાંથી ચાર પાંચ પત્રો અને ફોન બધું આવી ગયું છે પણ હું કોઈ ' તોપ' નથી એની બધાને ખાતરી છે એટલે બધા નિશ્ચિંત છે.હાલ કાચબા ગતિએ ગુજરાત હાઈકોર્ટ માં કેસ ચાલે છે. મારા પરના આક્ષેપો છ વર્ષથી મારો પગાર બંધ કરવા માટે મારી શાળાના મંડળે (પીપી પટેલ હાઈસ્કૂલ ચાણસ્મા. જિ.પાટણ) મારા પર કરેલા આક્ષેપો અને એનો મારો જવાબ. 1) તમને ગણિત આવડતું નથી. મા...