રોકેટ બોયઝ
🌹
એક જોવાલાયક વેબ સીરીઝ
રોકેટ બોયઝ
થોડા સમય પહેલા છાપામાં મેં રોકેટ boys નામની વેબ સીરીઝ વિશે વાંચ્યું હતું.જે વાંચતા મને અત્યંત આશ્ચર્ય થયું કે આવા કોઈ વિષય ઉપર વેબ સીરીઝ કેવી રીતે હોઈ શકે !!ત્યારબાદ મેં થોડી પૂછપરછ કરી અને આ વેબ સીરીઝ કોઈ જગ્યાએથી શોધી લાવ્યો અને વ્યવસ્થિત જોવાની શરુ કરી જેના વિશે હું અહીં આપ સૌને જણાવવા માંગુ છું.
રોકેટ બોયઝ એ વિજ્ઞાન પર આધારિત એક વેબ સીરીઝ છે.તેના મુખ્ય પાત્રો ડૉ.વિક્રમ સારાભાઈ, ડોક્ટર હોમી જહાંગીર ભાભા અમને એપીજે અબ્દુલ કલામ (ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ) છે.
ભારતમાં રોકેટ કાર્યક્રમની શરૂઆત વિક્રમ સારાભાઈએ કરી હતી તે આપણે સૌ જાણીએ છીએ પરંતુ વિક્રમ સારાભાઈ અને એમના અન્ય સાથી મિત્રોએ કેટલી મહેનત કરી અને આ ભૂમિકા ઊભી કરી હતી તે આપણે વિગતવાર જાણતા નથી તેના માટે આ વેબ સીરીઝ જોઈ રહી.એમની સાથે હોમી ભાભા જોડાયા હતા.હોમી ભાભાએ કેવી રીતે ભારતનો અણુ યુગમાં પ્રવેશ કરાવ્યો અને ત્યારબાદ અબ્દુલ કલામનો એની અંદર શું રોલ હતો એ બધું જોવું અત્યંત રોચક છે સાથે સાથે એ પણ ખ્યાલ આવે છે કે વૈજ્ઞાનિકો કેવી રીતે બોલતા હોય છે,કેવી રીતે વિચારતા હોય છે અને કેવી રીતે વર્તતા હોય છે તે પણ આ સિરીઝમાં આપણને જોવા મળે છે.વિક્રમ સારાભાઈ કેટલા કોમળ અને સાલસ સ્વભાવના હતા એ જોવાની ખરેખર બહુ જ મજા આવે છે સાથે સાથે હોમીભાભા એ થોડા આનંદી સ્વભાવના હતા એ પણ એક નવી જાણકારી છે અને એની સામે એપીજે અબ્દુલ કલામનું કેટલું ગજબનું વ્યક્તિત્વ હતું એ આ વેબ સીરીઝ ના ડાયરેક્ટરો ખરેખર સરસ રીતે બતાવી શક્યા છે.સાયન્સનો વિષય હોવા છતાં પણ કોઈ પણ વ્યક્તિ આ વેબ સીરીઝને માણી શકે છે વેબ સીરીઝ બહુ જ સુંદર રીતે લખાઇ છે અને ભજવાઇ છે.પાત્ર પસંદગી અત્યંત સુંદર કરવામાં આવી છે વિક્રમ સારાભાઈ અને મલ્લિકા સારાભાઈ નું પાત્ર એટલું સુંદર બન્યુ છે કે આપણને ક્ષણભર માટે તો એવું જ લાગે છે કે આ અસલી મલ્લિકા સારાભાઈ છે.અંતમાં જ્યારે રોકેટ છોડવાનો પ્રસંગ આવે છે ત્યારે એટલું બધું એક્સાઇટમેન્ટ બતાવવામાં આવ્યું છે કે એકીશ્વાસે છેલ્લો હપ્તો જોવાઈ જાય.
સારાંશ એ છે કે આપણે માત્ર મનોરંજન મેળવવાની ઘેલછામાં ઘણી વખત સારું ગુમાવી દેતા હોઈએ છીએ અને સારી બાબતો તરફ જતા નથી અથવા જઈ શકતા નથી.
હું ખાતરી આપું છું કે આ વેબ સીરીઝ આપ સર્વને અત્યંત ગમશે અને સાથે સાથે વિક્રમ સારાભાઈ હોમીભાભા કે અબ્દુલ કલામ એ કેટલા મહાન વ્યક્તિત્વ આપણા નજીકના ભૂતકાળમાં થઇ ગયા એ આપણને ખ્યાલ આપશે એના એક બે પ્રસંગો વિશે આપનું ધ્યાન દોરવા માંગું છું.
1) અમદાવાદમાં જ્યારે મીલમજૂરોની હડતાલ પડેલી ત્યારે મીલના મજૂરો વિક્રમ સારાભાઈ ઉપર અત્યંત ગુસ્સામાં હતા ત્યારે વિક્રમ સારાભાઈ પોતે કફોડી હાલતમાં મૂકાઈ ગયા હતા તે વખતે વિક્રમ સારાભાઈ એ માત્ર બે મિનિટની સ્પીચ આપી અને તમામ આંદોલનને પોતાના પક્ષમાં પલટાવી કાઢ્યું હતું એ દ્રશ્ય જોવા જેવું છે.
2) હોમીભાભા જ્યારે જવાહરલાલ નેહરુની આગળ પોતાના અણુ પ્રોજેક્ટની રજૂઆત કરે છે એ દ્રશ્ય અને દલીલો અત્યંત સુંદર રીતે બતાવવામાં આવી છે
3) જ્યારે રોકેટ છોડવાનું હોય છે ત્યારે એક પત્રકાર અબ્દુલ કલામને પૂછે છે કે તમારા મુખ્ય બોસ છે વિક્રમ સારાભાઈ ક્યાં છે તે તો દેખાતા જ નથી.એ વખતે બાજુમાંથી એક બળદગાડું નીકળે છે એ બળદગાડામાં વિક્રમ સારાભાઈ જતા હોય છે ત્યારે વિક્રમભાઈ અબ્દુલ કલામને કહે છે કે હું જાઉં છું તમે પાછળ આવો ત્યારે પેલો અંગ્રેજ પત્રકાર કહે છે કે આ ભારતીયો જબરા છે કે રોકેટ છોડવા માટે પણ બળદગાડામાં બેસીને જાય છે.
4) એક દ્રશ્યમાં જ્યારે મશીન ચાલુ થતું નથી ત્યારે હોમી ભાભાએ પહેરેલ લૂગડે સ્વિમિંગ પુલની અંદર ઊંડા પાણીમાં ડૂબકી લગાવી હતી એ એમની પોતાના કાર્ય પ્રત્યેની નિષ્ઠા દર્શાવે છે.
આવા અનેક દૃશ્યો છે કે જેનાથી આપણે આ મહાનુભાવો માટે ભાવવિભોર થઇ જઇએ છીએ નવી પેઢીએ અને વિદ્યાર્થીઓe ખાસ આ વેબ સીરીઝ ખાસ જોવા જેવી છે. અભ્યાસમાં પણ પ્રેરણા મળે એવી સીરીઝ છે.
કર્દમ મોદી
પાટણ
8238058094
Comments
Post a Comment