અસત્ય દિવસ
આજે કયો દિવસ છે જાણો છો?
આજે 20 મી જૂન.હું પૂછું કે આજે કયો દિવસ તો તમે જાત જાતના દિવસો કહેશો પરંતુ આજે છે અસત્ય દિવસ.આ દિવસ મેં પોતે બનાવ્યો છે.આજના દિવસે અસત્ય એ સત્ય પર પ્રચંડ વિજય મેળવ્યો હતો.20.6.2015 ના રોજ ચાણસ્મા ની પીપી પટેલ હાઈ સ્કૂલના આચાર્ય પદેથી મને તદ્દન ખોટી રીતે ડીસમિસ કરીને પગાર બંધ કરી દેવામાં આવ્યો. એ પણ ચાર સજ્જનો દ્વારા અને એમાં કેળવણીકારો સામેલ.
આજે હું ટ્રિબ્યુનલમાં કેસ 100% જીતી ગયો છું.છતાં પગાર બંધ છે અને નોકરી પણ બંધ છે.આપણા પક્ષે બોલનાર કે લડનાર કોઈ નથી.કારણકે હું એક સામાન્ય વ્યક્તિ છું. નાગાઇ આવડતી નથી.માબાપે સીધી લીટી પર ચાલવાના સંસ્કાર આપ્યા છે.D.E.O. થી માંડીને દિલ્હી સુધી બધું ધમરોળી નાખ્યું છે.વડા પ્રધાનની ઓફિસમાંથી ચાર પાંચ પત્રો અને ફોન બધું આવી ગયું છે પણ હું કોઈ ' તોપ' નથી એની બધાને ખાતરી છે એટલે બધા નિશ્ચિંત છે.હાલ કાચબા ગતિએ ગુજરાત હાઈકોર્ટ માં કેસ ચાલે છે.
મારા પરના આક્ષેપો
છ વર્ષથી મારો પગાર બંધ કરવા માટે મારી શાળાના મંડળે (પીપી પટેલ હાઈસ્કૂલ ચાણસ્મા. જિ.પાટણ) મારા પર કરેલા આક્ષેપો અને એનો મારો જવાબ.
1) તમને ગણિત આવડતું નથી.
મારો જવાબ: હું M.Sc. Mathematics 1st class છું.14 વર્ષ 12 Sc. માં ગણિત ભણાવ્યું છે.
2) તમને ગુજરાતી આવડતું નથી.
મારો જવાબ: મારા અત્યાર સુધીમાં અઢીસો જેટલા લેખો જુદા જુદા છાપા મેગેઝીનમાં છપાયેલા છે. મારી એક કવિતા એક પ્રોફેસરે ઘણા વર્ષો સુધી બી.એડમાં ભણાવેલી છે.હું ફેસબુક/વોટ્સએપમાં તો નિયમિત લખું જ છું.
3) તમને હિન્દી આવડતું નથી.
મારો જવાબ: હિન્દીમાં કવિતાઓ લખું છું એટલું જ નહીં હરિવંશરાય બચ્ચનની મધુશાલાનો બીજો ભાગ મેં લખેલો છે.(નિજાનંદ માટે)
4) તમને અંગ્રેજી આવડતું નથી.
મારો જવાબ: મેં ધોરણ 11 નું અંગ્રેજી ચાર વર્ષ ભણાવ્યું છે. તેમજ ત્રણ અંગ્રેજી પુસ્તકોનો અનુવાદ કરેલો છે.
5) તમારે શિક્ષકો જોડે બનતું નથી.
મારો જવાબ: Atrocity ના વાહિયાત કેસમાં આખા સ્ટાફે લખીને આપેલું કે આ ઘટના બની જ નથી. વળી મંડળના એક મહાનુભાવે મને ખૂનની ધમકી આપેલી ત્યારે સ્ટાફના માણસે જ મારા પક્ષમાં સાક્ષી આપેલી.
બોલો છે ને કમાલની વાત? આપણે ત્યાં કેવું કેવું ચાલે છે નહીં? છે કોઈ સાચાનો પક્ષ લેનારું?
કર્દમ ર. મોદી,
M.Sc.,M.Ed.
પાટણ.
82380 58094
U Tube: kardam modi

Comments
Post a Comment