શિક્ષકોની ચર્ચા
શિક્ષણની આજની પરિસ્થિતિ વિષય વિચારતા શિક્ષણનું એક નબળું પરિમાણ એ પણ છે કે હવે આપણા શિક્ષકો અભ્યાસુ રહ્યા નથી અને માત્ર પાઠ્યપુસ્તકોમાં છાપેલું વાંચી બતાવે છે.એ દ્રષ્ટિએ જોતા એવું લાગે છે કે હવે શિક્ષણ એ શિક્ષણ રહ્યું નથી પરંતુ વાંચન કળા બની ગઈ છે અર્થાત કે મને વાંચતા આવડે છે એવું આપણા શિક્ષકો વારંવાર સાબિત કર્યા કરે છે હકીકતમાં વાંચતા તો તમામ વિદ્યાર્થીઓને આવડે જ છે પરંતુ એમને જે તે વાત તેમના સંદર્ભ સહિત રજૂ કરવી એમાં શિક્ષકની શિક્ષક તરીકેની કળા બતાવવાની હોય છે.જેમ કે તમે ગુજરાતીનો કોઈ પાઠ ભણાવો તો એ પાઠને લગતો સંદર્ભ શિક્ષકે ભણાવવાનો હોય છે જેથી એ પાઠ વિદ્યાર્થીના આત્મા સુધી પહોંચી જાય અને વિદ્યાર્થીને એ સંદર્ભમાં જવાનું મન થાય જેમકે પન્નાલાલ પટેલની નવલકથાનો કોઈ ખંડ ભણતા ભણતા શિક્ષકે એ નવલકથા વિશે એવું સાબિત કરવું જોઈએ કે મારે આ નવલકથા વેકેશનમાં વાંચવી પડશે.શિક્ષક ધારે તો લાઇબ્રેરીમાંથી જે તે મૂળ પુસ્તક લાવીને વિદ્યાર્થીને બતાવી પણ શકે છે.તે જ રીતે વિજ્ઞાનના શિક્ષક વિજ્ઞાન ભણાવતી વખતે જુદા જુદા વૈજ્ઞાનિકોના નામ લે છે કેટલાય વૈજ્ઞાનિકોના નામ પરથી તો એકમ પણ બનેલા છે જેમ કે ન્યુટન,...