શાળાના કલાકોની ચર્ચા
શિક્ષણ વિશે એક વધુ વિચાર એવો આવે છે કે નાના બાળકોને આપણે વધારે પડતું શિક્ષણ માટેનું દબાણ આપી દીધું છે.શિક્ષણ માટે સ્કૂલ તો બરાબર છે પરંતુ સાથે ટ્યુશન પણ ગોઠવી દીધા.આમ નાનપણથી જ બાળક એટલું બધું શિક્ષણ લેતું થઈ જાય છે કે માનસિક રીતે તે થાકીને પૂરું થઈ જાય છે.સાથે સાથે તેની પાસે રમવાનો સમય પણ રહેતો નથી.હું માનું છું કે દુનિયામાં એવું કોઈ પણ બાળક ન હોઈ શકે કે જેને રમવા માટેનું ખેંચાણ ન હોય.કદાચ કોઈ બાળક પાંચ કે સાત વર્ષની ઉંમરે વધારે IQ ધરાવતું હોય અને કોલેજનો અભ્યાસ કરતું હોય તો પણ એને બાળ સહજ રમતોનું તો આકર્ષણ હોય જ એવું હું માનું છું.
એ બાબતને ધ્યાનમાં રાખતાં એવું લાગે છે કે ખરેખર પ્રાથમિક શાળાની કક્ષાએ આટલા બધા કલાકો ભણવા નું કશું આવતું જ નથી.એમનો અભ્યાસક્રમ એટલો લાંબો હોતો જ નથી.આથી મોટા બાળકોની જેમ છ કલાકની શાળા રાખવાના બદલે નાના બાળકને શાળા વધુમાં વધુ ત્રણ કલાકની જ હોવી જોઈએ.બાકીના કલાકો સ્કૂલમાં રમે અથવા ઘરમાં રમે પરંતુ આટલા બધા કલાકો સુધી શિક્ષણના નામે ત્રાસ આપો એ એક પ્રકારનો અત્યાચાર જ છે.આવા થાકેલા બાળપણમાંથી ભવિષ્યમાં આ દેશ માટે એક જુસ્સા ભર્યો યુવાન,એક નચિકેતા કે એક ભગતસિંહ પાકવાની કોઈ શક્યતા રહેતી નથી.
લેખક
કર્દમ મોદી,
M.SC.,M.Ed.
પાટણ.
8238058094
Comments
Post a Comment