શિક્ષકોની ચર્ચા

 

શિક્ષણની આજની પરિસ્થિતિ વિષય વિચારતા શિક્ષણનું એક નબળું પરિમાણ એ પણ છે કે હવે આપણા શિક્ષકો અભ્યાસુ રહ્યા નથી અને માત્ર પાઠ્યપુસ્તકોમાં છાપેલું વાંચી બતાવે છે.એ દ્રષ્ટિએ જોતા એવું લાગે છે કે હવે શિક્ષણ એ શિક્ષણ રહ્યું નથી પરંતુ વાંચન કળા બની ગઈ છે અર્થાત કે મને વાંચતા આવડે છે એવું આપણા શિક્ષકો વારંવાર સાબિત કર્યા કરે છે હકીકતમાં વાંચતા તો તમામ વિદ્યાર્થીઓને આવડે જ છે પરંતુ એમને જે તે વાત તેમના સંદર્ભ સહિત રજૂ કરવી એમાં શિક્ષકની શિક્ષક તરીકેની કળા બતાવવાની હોય છે.જેમ કે તમે ગુજરાતીનો કોઈ પાઠ ભણાવો તો એ પાઠને લગતો સંદર્ભ શિક્ષકે ભણાવવાનો હોય છે જેથી એ પાઠ વિદ્યાર્થીના આત્મા સુધી પહોંચી જાય અને વિદ્યાર્થીને એ સંદર્ભમાં જવાનું મન થાય જેમકે પન્નાલાલ પટેલની નવલકથાનો કોઈ ખંડ ભણતા ભણતા શિક્ષકે એ નવલકથા વિશે એવું સાબિત કરવું જોઈએ કે મારે આ નવલકથા વેકેશનમાં વાંચવી પડશે.શિક્ષક ધારે તો લાઇબ્રેરીમાંથી જે તે મૂળ પુસ્તક લાવીને વિદ્યાર્થીને બતાવી પણ શકે છે.તે જ રીતે વિજ્ઞાનના શિક્ષક વિજ્ઞાન ભણાવતી વખતે જુદા જુદા વૈજ્ઞાનિકોના નામ લે છે કેટલાય વૈજ્ઞાનિકોના નામ પરથી તો એકમ પણ બનેલા છે જેમ કે ન્યુટન, પાસ્કલ,જુલ વગેરે.

આ તમામ મહાન વૈજ્ઞાનિકો હતા.એમના જીવનના ઘણા બધા પ્રસંગો પણ એવા છે કે જે જાણવા વિદ્યાર્થીઓને જાણવા જરૂરી છે એટલું જ નહીં પરંતુ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી પણ છે.પરંતુ આપણા શિક્ષકો એ પ્રકારનું કહેવાનું ટાળે છે એટલે કે વિજ્ઞાનનો ઇતિહાસ કહેવાનું ટાળે છે.આનાથી વિદ્યાર્થીઓની વિજ્ઞાનમાં રુચિ ઊભી થતી નથી તેવી જ રીતે સમાજવિદ્યાના શિક્ષક સમાજ વિદ્યા ભણાવતી વખતે થોડો વધારાનો ઇતિહાસ પણ જણાવી શકે છે અને વિદ્યાર્થીઓના મનમાં અંગ્રેજોએ હકીકતમાં ભારતનું આર્થિક નુકસાન અને ભારતનું સાંસ્કૃતિક નુકસાન કર્યું હતું. એવું શીખવા સમજાવી શકે છે પરંતુ માત્ર ચોપડીમાં છાપેલું વાંચી બતાવવાથી શિક્ષણ સંબંધ પર નીરસ બની રહે છે મૂળ સમસ્યાએ છે કે આપણા શિક્ષકો જે તે વિષયનું અભ્યાસ કરતા નથી અને જો પોતે ભણેલા હોય છે તો પોતાનું ભણેલું વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં એમને રસ નથી એ માટે જુદા જુદા બહાના આગળ કરવામાં આવે છે ક્યારેક કહે છે કે વિદ્યાર્થીઓને રસ નથી ક્યારેક કહે છે કે આટલા ઓછા પગારમાં અમે શું ભણાવીએ ક્યારેક કહે છે કે વિદ્યાર્થીઓને કાંઈ કહેવા જેવું જ નથી પરંતુ આ બધું હકીકતમાં પોતાની કામ ન કરવાની વૃત્તિ સાબિત કરે છે પોતે ગમે એટલો ઓછો પગાર હોય પરંતુ 45 મિનિટ ખરાબ રીતે પસાર કરવી એ સારી બાબત નથી એ જ 45 મિનિટને ખરાબ રીતે પસાર કરવાના બદલે સારી રીતે પસાર કરવાની વાત એ મારો કહેવાનો આશરે છે આમ વિદ્યાર્થીઓને જે તે વિષય એ આપણે ચોપડીમાંથી વાંચીને બતાવવાનો નથી પરંતુ એના સંદર્ભો સુધી લઈ જવાનો છે એમાં સાચો શિક્ષકત્વ રહેલું છે જે શિક્ષકો પોતાના વિષયને રસપ્રદ ન બનાવી શકતા હોય તો આજે ઘણા બધા એવા અન્ય ધંધાઓ છે કે જે શિક્ષકોએ પસંદ કરી લેવા જોઈએ અને વહેલી તકે શિક્ષણને ટાટા ગુડબાઈ કરી દેવું જોઈએ.
લેખક
કર્દમ મોદી,
M.SC.,M.Ed.
પાટણ.
8238058094

Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા