સાબિત કરીને શું કરું
મારી આગળ મારી જાતને સત્ય સાબિત કરીને શું કરું?
જગત છે મિથ્યા તો બ્રહ્મને સત્ય સાબિત કરીને શું કરું
દુનિયાને ખબર જ છે દુષ્ટો કોણ છે,ક્યાં અને કેટલા છે
બલિનો બકરો બનીને, બદનામોને સાબિત કરીને શું કરું
પ્રત્યેક પાંડવ હણી શકે છે,કૌરવ સેના સમગ્રને એક ઝાટકે
પણ સાંભળનારા શકુનિઓ જ છે, સાબિત કરીને શું કરું
અસત્યની ગતિથી તો જુઓ પ્રકાશ પણ શરમાય છે હવે
ત્યારે સત્યના કીડીવેગને પછી સારો સાબિત કરીને શું કરું
અજ્ઞાન,અંધકાર,અલંકાર ને અનાવૃત્તતાના રાસડા ચારેકોર
ત્યાં સંવેદનાની આ ગરબીને હું નૃત્ય સાબિત કરીને શું કરું
કર્દમ મોદી
પાટણ
Comments
Post a Comment