ફિલ્મ કાગઝ
પંકજ ત્રિપાઠી ની ફિલ્મ કાગજ જોઈ.કાગજ નો અર્થ અહીંયા થાય છે સરકારી કાગળિયા.ભરતલાલ નામનો યુપી નો એક માણસ જે જીવતો હતો પરંતુ એની જમીન પચાવી પાડવા માટે એના જ કાકાના છોકરાઓએ એને કાગળ પર મરેલો સાબિત કર્યો અને ત્યારબાદ એ તમામ જગ્યાએ કાગળ ઉપર મૃત વ્યક્તિ તરીકે રહ્યો.
જ્યારે એને ખબર પડી ત્યારે પોતે મરેલો નથી પણ જીવતો છે એ સાબિત કરવા માટે તેણે લગાતાર 20 વર્ષ સુધી સંઘર્ષ કર્યો અને આખરે તેનો વિજય થયો.પરંતુ સંઘર્ષ કરવા માટે એણે જમીન આસમાન એક કરી નાખ્યા. આર્થિક રીતે પાયમાલ થઈ ગયો.એની પત્ની પણ એને છોડીને જતી રહી.પરંતુ જ્યારે વિજેતા બન્યો ત્યારે જે તે સમયના મુખ્યમંત્રીએ એક કાગળ ઉપર માત્ર એક લીટી લખીને આપી દીધી કે તમે હવેથી મૃતક નથી પરંતુ જીવતા છો આ એક લીટી લખાવવા માટે પુરા 20 વર્ષ એણે ખરાબ કર્યા કાગળ પર મૃત્યુ પામ્યા હોય એવા માણસોને એણે છે તે વખતે એકત્ર કર્યા તો કુલ સંખ્યા 20,000 હતી ₹20,000 માણસોનો અને સંઘ બનાવ્યો અને સરકારની સામે મોરચો માંડયો.પરંતુ સત્યનો આખરે જય થયો.
આ એક સત્ય ઘટના આધારિત જોવાલાયક ફિલ્મ છે. સરકારી તંત્ર અને એમાં કામ કરતા માણસો કેટલા નઘરોળ છે તે સમજવા માટે આ ફિલ્મ એક ઉત્તમ ફિલ્મ સાબિત થાય છે.
કર્દમ મોદી
આચાર્ય
પીપી પટેલ હાઈસ્કુલ
ચાણસ્મા
Comments
Post a Comment