Posts

Showing posts from September, 2020

મહાભારત

 વિશ્વનો  મહા ગ્રંથ  *મહાભારત* વાંચવા-સમજવા- શિખવા જેવો સમય અને રસ ના હોય,   તો  પણ, તેના માત્ર ૯ સાર-સુત્રો જ,  દરેકના જીવનમાં ઘણા *ઉપયોગી* નીવડે તેવા છે ..  -------------------------------- *૧)* સંતાનોની ખોટી જીદ અને માંગણીઓ ઉપર, તમારો જો સમયસર અંકુશ નહિ હોય તો,  જીવનમાં છેલ્લે તમે નિ:સહાય થઈ જશો = *કૌરવો* *૨)* તમે ગમે તેટલા બલવાન હો,પણ તમે અધર્મ નો સાથ આપશો તો, તમારી શક્તિ, અસ્ત્ર -શસ્ત્ર, વિધા,વરદાન, બધું જ નકામું થઈ જશે. = *કર્ણ* *૩)* સંતાનો ને એટલા મહત્વાકાંક્ષી ન બનાવો,  કે વિદ્યાનો દુરૂપયોગ કરીને સર્વનાશ નોતરે = *અષ્વત્થામા* *૪)* ક્યારેય  કોઈને એવાં વચન ના આપો, કે જેનાથી તમારે અધર્મીઓની સામે સમર્પણ કરવું પડે =  *ભીષ્મપિતા* *૫)* સંપત્તિ, શક્તિ, સત્તા, સંખ્યાનો દુરુપયોગ, અને દુરાચારીઓનો સથવારો, અંતે  સર્વનાશ નોતરે છે = *દુર્યોધન* *૬)* અંધ વ્યક્તિ .. અર્થાત્ ..સ્વાર્થાંધ, વિત્તાંધ, મદાંધ, જ્ઞાનાન્ધ , મોહાન્ધ અને  કામાન્ધ વ્યક્તિના હાથમાં સત્તાનું સુકાન ના સોંપાવુ જોઈએ, નહીં તો તે સવઁનાશ નોંતરશે . = *ધ્રુતરાષ્ટ્ર*...

પપ્પા વિષે

 Read article PAPPA TO CHE NE 👍🏻👍🏻👍🏻 પપ્પા તો છે જ ને ...!! હતા મારા જન્મ પર  બધા ઉત્સાહી ને.., એક ખુણામાં ચુપચાપ ઉભા હતા એ.., અદબ વાળીને, બધાએ માત્ર વહાલ કર્યું  ને જે દવાખાનાના બીલ બાકી હતા તેમાં..., *પપ્પા તો છે જ ને...* પેટ ઘસીને ભાંખોડીયા ભરતા થયો હું,  અથડાયો ઘડાયો, કેટકેટલી વાર હું ઘરમાં, પા પા પગલી ભરતાં  ડર લાગે, પણ... પડીશ તો ચિંતા નહોતી, કેમ કે... *પપ્પા તો છે જ ને...* યાદ છે નિશાળનો  પહેલો દિવસ...  જ્યારે  રડયો હતો હું, પોક મુકીને...  શાળાના દરવાજે,  ડરી ગયો હું..,  આ ચોપડીઓના જંગલમાં, પણ ખબર હતી કે, હાથ પકડનાર... *પપ્પા તો છે જ ને...* સ્લેટ માં લખતો હતો હું જિંદગીના પાઠ રોજ,  ને ભુંસતો  સુધારતો  હું ભુલો,  જો નહીં સુધરે ભુલો,  ને નહીં ઉકલે આંટીઘૂંટી તો એ બધું ઉકેલવા, *પપ્પા તો છે જ ને..* પહેલી સાઇકલ, સ્કૂટર  ને પહેલી ગાડીમાં સ્ટીયરિંગ પકડીને  જોડે દોડ્યા હતા એ,  જો લપસી જઈશ હું  આ જિંદગીના રસ્તાઓ પર ક્યાંક તો..., હાથ પકડવા  *પપ્પા તો છે જ ને...* *તું ભણ ને બાકી હું...

કિડની કેસ 2

 જ્યારે એક યુવાન તરવરાટ ધરાવતી અને ઉચ્ચ શિક્ષિત યુવતીનું યુરિન લીકનું ખોટું નિદાન થયું અને મેં કેવી રીતે ઉકેલ શોધ્યો તે જાણો. એક શિક્ષિત અને આઈટી પ્રોફેશનલ એવી મહિલા પોતાની કેટલીક ફરિયાદો સાથે અમદાવાદથી મારી પાસે આવી.તે પોતાની કેટલીક બીમારીની સારવાર માટે ભારત આવી હતી. તેણે કેટલાક નિષ્ણાતો નો સંપર્ક કર્યો હતો.પરંતુ તેમાંથી કોઈએ એને સાજી ન કરી. એને લાંબા સમયથી urine leakage નો પ્રશ્ન હતો અને આંતરડાનો પણ પ્રશ્ન હતો.સમગ્ર રીતે જોતાં મળમૂત્ર બંનેના લીકેજનો પ્રશ્નો હતો.એના પેઢામાં દુખાવો ચાલુ અને બંધ થતો હતો અને મૂત્રાશયમાં એટલે કે બ્લેડરમાં પણ થોડી તકલીફ હતી.તે પોતાના દેશમાં પોતાના ગાયનેકને મળી હતી.પરંતુ કશો ફાયદો થયો ન હતો.ઘણો સમય હેરાન  થયા પછી આખરે તેણે ભારતમાં આવવાનો નિર્ણય કર્યો એટલે તે બહેન અમદાવાદ તેમના સંબંધીને ત્યાં આવ્યા કે માર્ગદર્શન માટે કોને મળવું અને ચોક્કસ નામ હતું નહીં એટલે સૌપ્રથમ અમદાવાદમાં પોતાના ગાયનેક ને મળવાનું નક્કી કર્યું. થોડી મુલાકાત પછી ગાયને કે યુરોલોજિસ્ટને બતાવવાનું સૂચન કર્યું. સૌ પ્રથમ તેઓ અમદાવાદના એક જાણીતા યુરોલોજિસ્ટ પાસે ગયા યુરોલોજિસ્ટે તે...

કિડની કેસ ૧

એક મેડિકલ કેસની હિસ્ટ્રી ડૉ. સુબોધ કામ્બલે(M.S.), આંતરરાષ્ટ્રીય કિડની સ્પેશ્યાલિસ્ટ, બ્રિટન  અનુવાદ  કર્દમભાઇ મોદી (M.Sc.) પાટણ લૉક ડાઉન દરમિયાન મેં ઘણી ઈમરજન્સી કરી છે.કેટલીક હોસ્પિટલમાં અને કેટલાક દૂર-દૂરના દર્દીઓ માટે ફોનથી. એમાં કેટલાક મિત્રો હતા અને કેટલાક અજાણ્યા દર્દીઓ.જોકે મેં એ કદી વિચાર્યું નહોતું કે મારે મારા સગા સબંધીની સારવાર કરવાની આવશે.૨૬ એપ્રિલે સવારે 10:00 મારા ફોનમાં રીંગ આવી. મારા પિતાનો ફોન હતો. પિતાના ફોનથી મારા હૃદયના ધબકારા વધી ગયા. હું ચિંતામાં પડી ગયો.જો કે તેમણે પહેલાં જ મને કહી દીધું કે તેમની તબિયત સારી છે. પરંતુ બાંદ્રામાં રહેતા અમારા એક સંબંધી ની મદદ માટે એમણે ફોન કર્યો હતો. એમની પાસે મારો નંબર નહોતો એટલે એમણે મારા પિતા દ્વારા ફોન કરાવ્યો હતો. એ અંકલને મૂત્રનલિકામાં( uterine colic) દુખાવો હતો અને વધારે દુખતું હતું. મેં મારા પિતાને ખાતરી આપી કે હું અંકલ ને સીધો જ ફોન કરું છું અને   જોઉં કે એમને ખરેખર શું તકલીફ છે અને દૂર બેઠાબેઠા મારાથી થાય એટલી મદદ કરીશ. અગાઉ શ્રીમતી પાટીલ કે જેમની મેં દૂરથી સારવાર કરી હતી અને જેમના કેસમાં અગાઉથી કશું ક...