કિડની કેસ ૧


એક મેડિકલ કેસની હિસ્ટ્રી

ડૉ. સુબોધ કામ્બલે(M.S.),

આંતરરાષ્ટ્રીય કિડની સ્પેશ્યાલિસ્ટ,

બ્રિટન 

અનુવાદ 
કર્દમભાઇ મોદી (M.Sc.)
પાટણ


લૉક ડાઉન દરમિયાન મેં ઘણી ઈમરજન્સી કરી છે.કેટલીક હોસ્પિટલમાં અને કેટલાક દૂર-દૂરના દર્દીઓ માટે ફોનથી. એમાં કેટલાક મિત્રો હતા અને કેટલાક અજાણ્યા દર્દીઓ.જોકે મેં એ કદી વિચાર્યું નહોતું કે મારે મારા સગા સબંધીની સારવાર કરવાની આવશે.૨૬ એપ્રિલે સવારે 10:00 મારા ફોનમાં રીંગ આવી. મારા પિતાનો ફોન હતો. પિતાના ફોનથી મારા હૃદયના ધબકારા વધી ગયા. હું ચિંતામાં પડી ગયો.જો કે તેમણે પહેલાં જ મને કહી દીધું કે તેમની તબિયત સારી છે. પરંતુ બાંદ્રામાં રહેતા અમારા એક સંબંધી ની મદદ માટે એમણે ફોન કર્યો હતો. એમની પાસે મારો નંબર નહોતો એટલે એમણે મારા પિતા દ્વારા ફોન કરાવ્યો હતો. એ અંકલને મૂત્રનલિકામાં( uterine colic) દુખાવો હતો અને વધારે દુખતું હતું. મેં મારા પિતાને ખાતરી આપી કે હું અંકલ ને સીધો જ ફોન કરું છું અને   જોઉં કે એમને ખરેખર શું તકલીફ છે અને દૂર બેઠાબેઠા મારાથી થાય એટલી મદદ કરીશ.


અગાઉ શ્રીમતી પાટીલ કે જેમની મેં દૂરથી સારવાર કરી હતી અને જેમના કેસમાં અગાઉથી કશું કહી શકાય એમ નહોતું.એવું જ આ કેસનું હતું.આ કેસ શ્રીમતી પાટીલના કેસ જેવો હતો. આ ગરીબ માણસની તો બીચારાની હાલત બગડી ગઈ હતી. જેમ ચગડોળમાં બેઠેલો માણસ ઉપર નીચે થાય તેવું આ અંકલનું હતું.

મારા પિતાજીનો ફોન પત્યા પછી મેં મારા અંકલ ને ફોન કર્યો. એમનું દર્દ ચાલુ હતું અને બિમારી સંબંધિત કેટલાક પ્રશ્નો પૂછ્યા અને ખાતરી આપી કે તેમની પાસે ઘેર જે પેઇનકિલર હતી તે લેવી અને અડધા કલાક પછી મને ફોન કરવો. અડધા કલાક પછી એમનો ફોન આવ્યો અને મને કહ્યું કે સારું થઇ ગયું છે. પછી મેં એમને કહ્યું કે આપણે સવારે વધારે વિગતવાર વાત કરીશું અને એમના દીકરાને કહ્યું કે મને બધા રિપોર્ટ મોકલી આપે. બીજા દિવસે સવારે મને એમના સીટી સ્કેન ના બે રિપોર્ટ ૨૩ એપ્રિલના બ્લડ  ટેસ્ટના રિપોર્ટ અને તેમના યુરોલોજિસ્ટ નું સલાહસૂચન મને મળી ગયા પ્રથમ સ્કેનમાં તેની બંને મૂત્રનલિકામાં પથરી હતી. જમણી બાજુમાં 5mm અને ડાબી બાજુ 6.8 mm.પથરી હતી.તેને તાત્કાલિક સર્જરી કરવાની તેમના ડોક્ટરની સલાહહતી. બંને નલિકાને પથરીએ બ્લોક કરી દીધી હતી .માટે સર્જરીનો નિર્ણય સાચો જ નિર્ણય હતો .તેમની કિડની યોગ્ય રીતે કામ કરી રહી નહોતી. જોકે તેમણે જમણી બાજુની એક પથરીને કાઢી નાખી.પરંતુ ડાબી બાજુની પથરી મૂત્રનલિકામાં ફસાઈ ગઈ હતી.અંકલને એમના સ્કેનિંગની ફિલ્મ  આપવામાં આવી નહોતી. મેં મારી પ્રેક્ટિસમાં હંમેશા ફિલ્મનો પ્રથમ અભ્યાસ કર્યો છે .મારી જાતે જ ખામી નો અભ્યાસ કરીને પછી જ રિપોર્ટ વાંચું છું. મને અંકલના કેસમાં આવું કરવા મળ્યું નહીં. કારણકે ફિલ્મ નહોતી અને સીધો જ રિપોર્ટ વાંચીને તેના પર ભરોસો કરવો પડ્યો.

એમનો બીજો સીટીસ્કેન પણ હતો.જેના મુજબ જમણી બાજુની પથરી ગાયબ થઈ ગઈ હતી અને ડાબી બાજુની પથરી 6.8 મીની હતી.જે મૂત્રનલિકાની મધ્યમાં ફસાઈ ગઈ  હતી. ડાબી બાજુની કિડની પર થોડો સોજો હતો અને બાકીનું બધું બરાબર હતું.

કેસની મેડિકલ હિસ્ટ્રી મળ્યા બાદ મેં જોયું કે તેમનો દુખાવો સતત નહોતો .પરંતુ ચાલુ બંધ થતો હતો. આમ તો તે તંદુરસ્ત માણસ હતા.પણ હંમેશા થોડો દુખાવો રહેતો હતો .મૂત્રમાં લોહી નહોતું જતું કે કોઈ પ્રકારના સડાના ચિન્હો નહોતા.આશ્ચર્યજનક રીતે એમની ડાબી કિડનીની  સર્જરીના એમના યુરોલોજિસ્ટ ૧.૭૫ લાખ કહ્યા હતા.મીસીસ પાટીલને  પણ આટલા જ કહ્યા હતા.

જો કે દુઃખની વાત એ પણ છે કે મારા અંકલ આર્થિક રીતે એટલા સધ્ધર નથી જે આ બોજો સહન કરી શકે અને ખાસ covid 19 ના લૉક ડાઉનમાં એમની પાસે પૈસા એકત્ર કરવાનો અન્ય કોઈ રસ્તો નહોતો. જો તમને મીસીસ પાટીલ વિશેનું  મારું છેલ્લું લખાણ "એ પથરીના રૂપિયા બે લાખ સહન કરી શકશે?" યાદ હોય તો.

મને ફરી પાછું ૧.૭૫ લાખનું આશ્ચર્ય થયું .પથરીના ઓપરેશનના રૂપિયા બે લાખ જેટલી ઊંચી કિંમત કોણ વાજબી ઠેરવી શકે? અંકલે મને સર્જરી કર્યા વગર ટ્રીટમેન્ટ કરવાનું સૂચન કર્યું કારણ કે એમને ૧.૭૫ લાખ પોસાય તેમ ન હતા. જોકે મને પણ કંઇ આશ્ચર્ય થતું ન હતું.

બધા પ્રકારની પથરીનો મને ગહન અને વિશાળ અનુભવ હોવાને લીધે, યુકે અને ઓસ્ટ્રેલિયાની ઉચ્ચકક્ષાની સંસ્થાઓમાં કામ કરવાના લીધે પથરીને લગતા તમામ ક્ષેત્રમાં હું નિષ્ણાત બની ગયો છું.મેં શું કરવું એનો નકશો બનાવીને મારા અંકલ આગળ રજૂ કર્યો અને ચર્ચા કરી.મારા જ્ઞાન, અનુભવ અને કૌશલ્યને મારા સંશોધન અને પુરાવા આધારિત કાર્યપધ્ધતિની ભેટ મળી છે અને સાથે-સાથે પથરીના કેસમાં વધુ મહારત હાંસલ કરવાની ટેકનીક પણ શીખવા મળી છે. જેમકે મેં આગળ ચર્ચા કરી,તેમ બધી પથરીમાં સર્જરીની જરૂર હોતી નથી. કેટલીક પથરીને તો માત્ર આગળ વધવાનો માર્ગ જ કરી આપવાનો હોય છે.

તેની પથરીની સાઈઝ, કિડનીના સામાન્ય સોજા અને અન્ય ચિન્હો  વિશે બરાબર વિચારીને મેં એમના કેસમાં M.E.T.(Medical expelsive therapy)ની સારવારની સલાહ આપી.વળી પથરીની જગ્યા પણ યોગ્ય નહોતી.M.E.T. એ પથરીના માર્ગમાં દવા ભેળવીને એના આગળ વધવાના માર્ગને સરળ બનાવે છે.મેં M.E.T. માટેની સારવાર ચાલુ કરી. વળી સાથે સાથે કોઈ ચેપ ન થઇ જાય એની પણ કાળજી રાખી.મેં મીસીસ પાટીલના કેસમાં જે દવાઓ વાપરી હતી એ જ દવાઓ મેં આ અંકલના દિકરાને  લાવવાનું ફોન પર કહ્યું અને સાથે મારી ડોક્ટર તરીકેની ઓળખાણ પણ આપી. ફરીવાર મારી આ ટ્રીટમેન્ટનો હેતુ પથરીના માર્ગને સરળ કરવાનો હતો. વળી ઇન્ફેક્શન પણ ન થવું જોઈએ અને દર્દ પણ ન થવું જોઈએ.પથરીના સ્થાનને લીધે તેમને ૬૧ ટકા કરતા ઓછા ચાન્સ હતા.મેં અંકલને સલાહ આપી કે ત્રણ પરિસ્થિતિ એવી છે કે જેમાં એમને સર્જરીની જરૂર પડે.
1)દવાની અસર ન થાય અને સતત દુખાવો થાય
2)અંદર સડો થયો હોય
3)તેમની કિડની લગભગ ખરાબ થઈ ગઈ હોય .

મારો મુખ્ય આશય એ વાતની ખાતરી કરવાનો હતો કે એમની કિડની નોર્મલ રીતે કામ તો કરી રહી હતીને? ખાસ કરીને બે દિવસ પહેલા એમને જે તકલીફ હતી તેવી સ્થિતિ તો નથીને? એમણે મને પેથોલોજી લેબ પર જઈને ફોન કર્યો અને પેથોલોજીસ્ટને કહ્યું કે ટેસ્ટ માટેની ભલામણ અને મારા મેડિકલ રજીસ્ટ્રેશનની વિગત એમને આપે. એમની કિડની વ્યવસ્થિત કામ કરી રહી હતી અને સોજો પણ ન હતો. જેનાથી મને શાંતિ થઈ.મેં એમને કિડનીની ગંભીર અને પડકારજનક સ્થિતિઓ વિશે પણ વાત કરી કે ક્યારે સર્જરીની જરૂર પડે. હું હમેશા અનુભવું છું કે ડોક્ટરોએ પોતાની જાતને સંશોધન, ક્લિનિકલ ટ્રાયલ એટલે કે અખતરા અને પુરાવા આધારિત પ્રેક્ટિસ અને પ્રેક્ટિસની ગાઈડલાઈનથી સજ્જ રાખવી જોઈએ. એવી જ રીતે મારું પુરાવા આધારિત પદ્ધતિનું સંશોધન અને પ્રયોગો અંગેનું જ્ઞાન (આ કેસમાં DUST and suspend trial)તદુપરાંત યુરોપીયન અને અમેરિકન ગાઇડલાઇનનું જ્ઞાન મને સારવારમાં આત્મવિશ્વાસ આપે છે.યુરોપ અને અમેરિકાના યુરોલોજિસ્ટની ગાઇડલાઇનનું કડક સૂચન છે કે 10mm કરતાં નાની પથરીમાં અવલોકન કરવું જોઈએ અને આ જ સાઇઝની જે ડીસ્ટલ સ્ટોન્સ,  નીચેના ભાગમાં હોય છે. તેમાં alpha બ્લોકર દ્વારા એમિટી પદ્ધતિ અપનાવવી જોઈએ.(Alpha blocker સ્નાયુઓને ઢીલા પાડી પથરીને આગળ વધવામાં મદદ કરે છે.)

મારા અંકલ ની સ્થિતિ સારવારને લીધે સુધરવા માંડી અને એ પેઇનકિલર અને આલ્ફા બ્લોકરની મદદથી સારો ફાયદો થઇ રહ્યો હતો .તેમને ચાર દિવસમાં દુખાવો મટી ગયો .ત્યાર બાદ મેં તેમને બીજું અલ્ટ્રાસાઉન્ડ સ્કૅન કરાવવાનું કહ્યું કે જેથી પથરી નીકળી ગઈ કે નહીં તે ખબર પડે.સ્કેન કર્યું તો ખબર પડી કે પથરી નીકળતી નહોતી.પરંતુ બ્લેડર(મૂત્રાશય) અને મૂત્રનલિકાના જંકશન પર જ હતી. દરમિયાન કિડનીની સ્થિતિમાં ખાસ ફરક પડ્યો ન હતો.( કિડનીમાં સામાન્ય સોજો હતો) આ ખરેખર એક પ્રેરણા આપે તેવી જબરજસ્ત બાબત હતી કે MET ના લીધે પથરી બ્લેડર સુધી પહોંચી ગઈ હતી. દરમિયાન મેં એટલું તારણ કાઢી લીધું કે તેમની કિડની સલામત છે અને તેમાં કોઈ કોઈ ચેપ નથી

મૂત્રનલિકામાં(યુરેટર)ત્રણ સાંકડા માર્ગો છે
(1) કિડની અને યુરોપના જંકશન પર PUJ
(2) જ્યાં મૂત્રનલિકા મૂત્રાશયની પાસે મુખ્ય ધમનીને ક્રોસ કરે છે
(3)યુરેટર અને બ્લેડરનું જંકશન VUJ
અમે બંને ખુશ હતા કે પથરી લગભગ છેક  સુધી પહોંચી ગઈ હતી અને નીકળી જવાની તૈયારીમાં હતી.

ત્રણ દિવસ કશો દુખાવો ન થયો.ત્યારબાદ તેમને પાછો દુખાવો થવા માંડ્યો.એમને સખત સખત દુખાવો થતો હતો. આ વખતે પેઇનકિલરથી દુખાવો ઓછો થતો હતો.પરંતુ તદ્દન બંધ નહોતો થયો. લોકડાઉન  દરમિયાનનો એ રવિવાર હતો. એટલે અલ્ટ્રાસાઉન્ડ સ્કૅન થાય એમ ન હતું.એટલે મેં બીજા દિવસે રેડીયોલોજીસ્ટ સાથે મળીને વાત કરી.થોડું પરંતુ સતત દુખતું હતું.રવિવારે આખો દિવસ દુઃખ્યું.પરંતુ રાત્રે થોડું ઓછું થયું.વળી સોમવારે સવારે પાછું ચાલુ થઈ ગયું.એ દિવસે એમના બ્લડ ટેસ્ટ કરાવવાની વ્યવસ્થા કરી.જે નોર્મલ હતા.

અલ્ટ્રાસાઉન્ડ સ્કૅન પ્રમાણે પથરીની સ્થિતિમાં કશો ફેર નહોતો પડ્યો .મેં એમને સમજાવ્યું કે પથરી આગળ ખસતી નથી. મતલબ કે અંદર અટકી ગઈ છે.જે તેનો છેલ્લો અવરોધ હતો તેનાથી સતત દુખાવો થતો હતો આથી અમે સર્જરીના નિર્ણય પર આવ્યા.એ વધારે મુસાફરી કરી શકે એમ નહોતા. એટલે યુરોલોજિસ્ટને બતાવવા ગયા સાથે આર્થિક સ્થિતિની ચર્ચા પણ ચર્ચા થઈ જાય. જેમાં મને લાગ્યું કે હું મદદ કરી શકું.બીજો એક વિકલ્પ એ પણ હતો કે લોકડાઉન છે ત્યાં સુધી કામ ચલાઉ સ્ટેન્ટ નાખવો.સ્ટેન્ટ એક પ્લાસ્ટીકની નળી છે. જે વ્યક્તિને બેભાન કરીને નખાય છે. જે કિડનીથી બ્લેડર સુધી હોય છે. જેનાથી પથરીને ઇમર્જન્સીમાં બાયપાસ કરી શકાય છે .આ પદ્ધતિ યુકે અને ઓસ્ટ્રેલિયામાં મોટાભાગે વપરાય છે. જેનાથી તેની કિડનીનું રક્ષણ પણ થાય અને દુખાવો પણ ઓછો થાય. એવું લોકડાઉન પતે કે એ અંકલ મારી પાસે આવશે અને હું તેમનું પથરીનું ઑપરેશન Free માં કરી આપીશ. એમની ઇચ્છા હતી કે જો હું જ એમના યુરોલોજિસ્ટને વાત કરું તો એમના યુરોલોજીસ્ટને સારી રીતે સમજાશે. મને વાંધો નહોતો. મેં બાંદ્રામાં રહેતા યુરોલોજિસ્ટ જોડે વાત કરી કે સ્ટેન્ટ  50,000 રૂ.નો થશે.પરંતુ મારી વિનંતીને લીધે આ સર્જરી ૭૦થી ૮૦ હજારમાં કરી આપશે.માત્ર સ્ટેન્ટ હોવાની વાત નથી.પથરી પણ સંપૂર્ણ નીકળી જશે.આવું કરવાથી એમને મારી પાસે આવવાનું અને બે સર્જરી કરાવવાનું બચી પણ જાય. આ સારો વિકલ્પ લાગ્યો અને મારા અંકલ સર્જરી માટે તૈયાર પણ થઈ ગયા.પછી એમણે કોવિડ-19 ટેસ્ટ પણ કરાવ્યો જે નેગેટિવ આવ્યો.અમને શાંતિ થઈ.

બીજા દિવસે જ્યારે તે સર્જરી માટે ગયા ત્યારે હોસ્પિટલ વાળાએ તેમને કહ્યું કે સર્જરીના અઢી લાખ થશે અને રકમની ચૂકવણી કર્યા વગર ઓપરેશન શરૂ નહી થાય.બિચારા કાકા દુખાવા સાથે ઘેર પરત આવ્યા.

ખરેખર ઓપરેશન કરાવ્યા વગર હોસ્પિટલ જે ફેરવી તોળ્યું તે ભયંકર અને વિચિત્ર હતું.મને આશ્ચર્ય થયું કે અત્યારે કોરોનાના રોગચાળા દરમિયાન કેટલીક હોસ્પિટલો અને ડોક્ટરો દર્દીઓનું શોષણ કરે છે અને રોગચાળામાં રોકડી કરે છે.એમને પણ દુખાવો ચાલુ હતો ખરેખર તાત્કાલિક સર્જરીની જરૂર હતી. એટલે મેં બીજો વિકલ્પ વિચારવા માંડ્યો.મારે સાયન હોસ્પિટલમાં મિત્રો છે.પરંતુ કોરોનાના રોગચાળાને લીધે મારા કાકા ત્યાં જવા માંગતા નહોતા.મેં મારા નવી મુંબઈના યુરોલોજિસ્ટ મિત્ર આશિષ ને કહ્યું.મેં તેને પરિસ્થિતિ સમજાવી અને ઓછી કિંમતમાં સર્જરી કરવા માટે વિનંતી કરી.એણે  કહ્યું કે તે અંકલની સારવાર 50,000 માં કરશે.અંકલ અને હું બંને આ બાબતે ખુશ થઈ ગયા.મુખ્ય પ્રશ્ન મુંબઈ નવી મુંબઈના કોરોના લૉકડાઉનના લીધે મુસાફરીનો પ્રશ્ન હતો.આશિષ અને કેટલાક મિત્રોની મદદથી અમે પેપર વર્ક કરીને આ બધું પાર પાડ્યું.બીજા દિવસે ઓપરેશન કર્યું અને ઘેર જવાની રજા આપી દીધી.આશિષે મને કહ્યું કે પથરીની સાઈઝ 9-10 mm હતી નહીં કે 6.8 mm. કે જે રેડીયોલોજીસ્ટ રિપોર્ટમાં હતી.જો કે કિડની સાંકડા માર્ગમાંથી પસાર કેમ ન થઈ, એમાં કશું આશ્ચર્ય નહોતું કારણકે સર્જરી કરવી જ પડે એમ હતી.મેં યુકે અને ભારત બંનેમાં જોયું છે કે ક્યારેક રેડીયોલોજીસ્ટ અને યુરોલોજિસ્ટ બંનેના કિડનીના માપના અવલોકનમાં તફાવત રહે છે.મને શા માટે ફિલ્મ જોઈને અભિપ્રાય લેવાનું ગમે છે એનું મુખ્ય કારણ આ છે.

જો કે દુર્ભાગ્ય ઓપરેશન પછીના સમયમાં એમને તાવ આવ્યો આંતરડાનો પ્રોબ્લેમ,પેશાબનો પ્રોબ્લેમ અને એનેસ્થેસિયાના લીધે માથું દુખવાનો પ્રોબ્લેમ થયો.જો કે મેં એમને આશ્વાસન આપ્યું કે સારું થઈ જશે અને નહીં થાય તો હું બેઠો છું.અપેક્ષા પ્રમાણે એ તદ્દન સારા થઈ ગયા છે અને એમની પાસેથી રોલર કોસ્ટરની મુસાફરી જેવી યાતના સમાપ્ત થઈ ગઈ છે.

કોવિડ 19 રોગચાળાના દરેકના જીવન પર જબરા પ્રત્યાઘાતો પડયા છે.ખાસ કરીને સ્વાસ્થ્ય,આર્થિક સ્થિતિ અને રોજિંદુ જીવન.પરંતુ આવી કપરી સ્થિતિમાં રોગચાળા વખતે કામ લેવું સરળ હોવું જોઈએ.નહી કે વધારે અઘરું.કેટલીક હોસ્પિટલ અને ડૉક્ટરોએ સમજવું જોઈએ કે આપણે ઉમદા વ્યવસાયમાં છીએ એટલે વધારે લોભ ન કરવો જોઈએ અને રોગચાળા જેવી પરિસ્થિતિનો ખોટો લાભ ખાટવા કોશિશ કરવી જોઈએ નહીં.

મારી સલાહ:

1 હંમેશાસીટી સ્કેન ફિલ્મની માંગ કરો.જેમ કે આ કેસમાં હું પોતે પથરીની સાઈઝ નક્કી ન કરી શક્યો કે ધમનીનો સોજો નક્કી ન કરી શક્યો.

2 કિડની જ્યારે પથરીથી બ્લોક થઈ જાય છે અને સાથે દુખાવો, તાવ જેવી ગંભીર પરિસ્થિતિ પેદા થાય છે.આવી સ્થિતિમાં તાત્કાલિક યુરોલોજિસ્ટની સલાહ લેવી જોઈએ

3 જ્યારે બંને કિડની પથરીને લીધે બ્લોક થઈ ગઈ હોય ત્યારે તાત્કાલિક સર્જરી કરવી જરૂરી બની જાય છે.જો એક જ કિડનીની તકલીફ હોય તો તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

4 પથરી માટે સીટી સ્કેન એ સારામાં સારો ઉકેલ છે.અંદર ચેપ છે કે નહીં અને કિડની બરાબર કામ કરે છે કે નહીં તેના માટે બ્લડ ટેસ્ટ જરૂરી છે.

5 કિડનીમાં પથરી થતી અટકાવવા માટે પાણી વધારે પીવું.જેથી મૂત્રપ્રવૃત્તિ સારી રીતે થાય કે જે મીઠાનું વિઘટન કરે છે.સારો ખોરાક લેવો અને ફ્રુક્ટોઝ વાળા ઠંડા પીણા ન લેવા. એમાં પથરી બનાવનારા તત્વો  હોઈ શકે છે.

6 મેદસ્વી (જાડા) લોકોને પથરી થવાની સંભાવના વધારે હોય છે. કારણ કે તેમને પરસેવો વધારે થાય છે માટે આવા લોકોએ કસરત કરીને વજન ઘટાડવું જોઇએ.

7 ખોરાક અંગે સલાહ: પ્રવાહી ખોરાક વધુ લેવો, રેસાવાળો ખોરાક વધારે લેવો, મીઠું ઓછું લેવું ઓછા ઓક્ઝેલેટ વાળો ખોરાક લેવો, દૂધ-ઘી ઓછા લેવા અને માપસરના કેલ્શિયમવાળો ખોરાક લેવો (સિવાય કે ડોક્ટરની સૂચના હોય)

અનુવાદ
કર્દમભાઇ મોદી
પાટણ

Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા