કિડની કેસ 2
જ્યારે એક યુવાન તરવરાટ ધરાવતી અને ઉચ્ચ શિક્ષિત યુવતીનું યુરિન લીકનું ખોટું નિદાન થયું અને મેં કેવી રીતે ઉકેલ શોધ્યો તે જાણો.
એક શિક્ષિત અને આઈટી પ્રોફેશનલ એવી મહિલા પોતાની કેટલીક ફરિયાદો સાથે અમદાવાદથી મારી પાસે આવી.તે પોતાની કેટલીક બીમારીની સારવાર માટે ભારત આવી હતી. તેણે કેટલાક નિષ્ણાતો નો સંપર્ક કર્યો હતો.પરંતુ તેમાંથી કોઈએ એને સાજી ન કરી. એને લાંબા સમયથી urine leakage નો પ્રશ્ન હતો અને આંતરડાનો પણ પ્રશ્ન હતો.સમગ્ર રીતે જોતાં મળમૂત્ર બંનેના લીકેજનો પ્રશ્નો હતો.એના પેઢામાં દુખાવો ચાલુ અને બંધ થતો હતો અને મૂત્રાશયમાં એટલે કે બ્લેડરમાં પણ થોડી તકલીફ હતી.તે પોતાના દેશમાં પોતાના ગાયનેકને મળી હતી.પરંતુ કશો ફાયદો થયો ન હતો.ઘણો સમય હેરાન થયા પછી આખરે તેણે ભારતમાં આવવાનો નિર્ણય કર્યો એટલે તે બહેન અમદાવાદ તેમના સંબંધીને ત્યાં આવ્યા કે માર્ગદર્શન માટે કોને મળવું અને ચોક્કસ નામ હતું નહીં એટલે સૌપ્રથમ અમદાવાદમાં પોતાના ગાયનેક ને મળવાનું નક્કી કર્યું. થોડી મુલાકાત પછી ગાયને કે યુરોલોજિસ્ટને બતાવવાનું સૂચન કર્યું.
સૌ પ્રથમ તેઓ અમદાવાદના એક જાણીતા યુરોલોજિસ્ટ પાસે ગયા યુરોલોજિસ્ટે તેમના કેટલાક ટેસ્ટ કર્યા.એમને એક મોટી હોસ્પિટલમાં તપાસ માટે મોકલવામાં આવ્યા.જો કે તે પૂર્વે તેમની પોતાની હોસ્પિટલમાં પણ ટેસ્ટ કરવામાં આવ્યા.મને આશ્ચર્ય થયું કે તેમની સિસ્ટોકોપી પણ કરવામાં આવી હતી. બ્લેડરને દૂરબીનથી જોવું તે મારા મત મુજબ તે એ વખતે જરૂરી નહોતું.આ બધું શા માટે કરવામાં આવે છે અને તેનાથી શું થવાનું છે તે કશું જ દર્દી સાથે ચર્ચા કરવામાં આવ્યું નહોતું.માત્ર એટલું જ કહ્યું કે તમને urine leakage છે પણ આ વાત તો દર્દીને તો ખબર જ હતી.એના વિશે વધારે હું મારા બીજા લખાણમાં કહીશ કે શા માટે સિસ્ટોસ્કોપી બીનજરૂરી હતી.તેમનો ફંકશનલ યુરોલોજીમાં અભ્યાસ વિશેષ હતો.જેને યુરોડાયનેમિક સ્ટડી કહેવામાં આવે છે.આના વિષે પણ હું મારા બીજા લખાણમા ઊંડાણથી વાત કરીશ.કે યુરોડાયનેમિક સ્ટડી શું છે અને શા માટે કરવામાં આવે છે.યુરોલોજિસ્ટે તેમની સોનોગ્રાફી કરી.પછી તેમને મળમાર્ગનું એમઆરઆઈ સ્કેન કરવામાં કહેવામાં આવ્યું અને મળ માર્ગ નો અભ્યાસ કરવામાં આવ્યો.(manomatry) જે તદ્દન બિનજરૂરી હતું.આ બધી ખર્ચાળ અને અર્થહીન તપાસો છે.આ યુરોલોજિસ્ટે એક જનરલ સર્જનને પણ સામેલ કર્યા હતા.
યુરોલોજિસ્ટ અને જનરલ સર્જને ભેગા મળીને આ મહિલાનું ઓપરેશન કરવાનું કહ્યું.આ બધી તપાસના અંતે તેમણે એવું અર્થઘટન કર્યું કે એ મહિલાના શરીરમાં પેશાબ માટે જબરજસ્ત દબાણ થતું હતું.જ્યારે આટલું દબાણ હોય ત્યારે ઉધરસ ખાવાથી, હસવાથી કે કુદરતી રીતે પણ પેશાબ થઈ શકે છે.પેઢુના સ્નાયુઓ નબળા હોય કે sfinctor (બ્લેડરના છેડા પરનો વાલ્વ )નબળો હોય તો પણ આવું થાય.એમણે એવું પણ કહ્યું કે એને મોટું ઓપરેશન કરાવવું પડશે બીજો કોઈ વિકલ્પ નથી. યુરોલોજિસ્ટે તેને એવું સમજાવ્યું કે ઓપરેશનમાં એના પેટના નીચેના ભાગમાં કટ મુકવામાં આવશે અને અંદરના ભાગે રહેલી બ્લેડરને ઉપરની દિશામાં ઉઠાવવામાં આવશે.15 દિવસ હોસ્પિટલમાં રહેવું પડશે અને પછી આરામ તો ચાલુ જ રાખવાનો.જનરલ સર્જને એને એવું પણ કહ્યું કે એ દરમિયાન એ પોતે તેના મળમાર્ગમાં ઓપરેશન કરશે.આ સર્જરીમાં મળમાર્ગમાં સ્નાયુઓને કાપવામાં આવશે અને પછી ટાંકા લઈને મૂળ અવસ્થામાં લાવવામાં આવશે.એ મહિલાને આ બધું સાંભળીને મૃત્યુના વિચારો આવવા લાગ્યા.હું એ મહિલાને કદી મળ્યો ન હતો.પરંતુ એમના સગા મને ઓળખતા હતા તેમના સગાએ મારો નંબર શોધી કાઢ્યો અને એમને મને ફોન કરવા કહ્યું.એમણે મને પહેલા સંબંધીના રેફરન્સ સાથે ટેક્સ્ટ મેસેજ કર્યો અને ફોન પર વાત કરવા જણાવ્યું.દરમિયાન વિદેશથી એમના સંબંધીએ પણ મને મેસેજ કર્યો હતો.એટલે હું આ બાબતથી વાકેફ તો હતો જ.એ જ સાંજે મેં એમની સાથે ફોન પર વાત કરી.
વાતચીત દરમિયાન એમણે એમના કેસની વિગત મને કહી.એમણે પોતે પણ પોતાના કેસની અમદાવાદની બધી ડિટેલનો શું નિર્ણય લેવો તે અભ્યાસ કર્યો.મેં એમના urine leakage problem વિશે તેમને સમજાવી દીધું.પછી મેં એમને પૂછ્યું કે તમને વાંધો ન હોય તો તમે મને તમારા રિપોર્ટ બતાવશો?ઉલ્ટાનું તે તો મને બતાવવા આતુર હતા.પછી મને બધા તપાસનો રિપોર્ટ મોકલ્યા.મે બધા રિપોર્ટ જોયા અને તારવણી કાઢી કે તેમને urine leakage નો પ્રશ્ન હતો અને મોટી સર્જરી વિના સારવાર શક્ય હતી એમણે મને પાછો ફોન કર્યો અને રિપોર્ટ વિશેનો મારો અભિપ્રાય મેં જણાવ્યો કે તેમણે સુરત આવવાનો નિર્ણય કર્યો અને બીજા દિવસે તેઓ સુરત આવ્યા.તે મને મારા ઓપીડીમાં મળ્યા પછી અમે ઊંડાણથી અભ્યાસ કર્યો અને ચર્ચા કરી. મને પૂરો વિશ્વાસ હતો કે હું તેમની સારવાર કરી શકીશ અને એમના બધા જ પ્રશ્નો એક જ સર્જરીથી પતી જશે.

દર્દી સાથેની મારી પ્રથમ મુલાકાતમાં હું પૂરતો સમય લઈને દર્દી પાસેથી તેના કેસ વિશે બધું જાણી લઉં છું.જેથી તેને સંતોષ થાય.હું પૂરો ઇતિહાસ લેવામાં માનું છું.જે સારવાર માટે અત્યંત જરૂરી બાબત છે.દર્દીના દર્દની વિગત જાણવા માં ભૂલ થાયતો સારવારમાં પણ ખોટા ખર્ચા થાય.દર્દીના દર્દની વિગતનો ઇતિહાસ લેવો એટલે શું એ હું પછીથી ડિટેઇલમાં જણાવીશ.તેમના રોગના દરેક ચિન્હ વિષે ચર્ચા કરતા તેમણે મને કહ્યું કે તેમણે દર પંદર વીસ મિનિટે પેશાબ માટે જવું પડતું હતું.એમને એ વખતે પણ પેશાબ માટે જવું જ પડે એમ હતું.આની સાથે યુરિન લિકેજનો પ્રશ્ન જોડાયેલો હતો.તેમણે કહ્યું કે આ તકલીફને લીધે તેમણે વર્ષો સુધી રાતોની રાતો ખરાબ રીતે ગુજારી છે કે સારી ઊંઘ લીધી નથી.કારણકે રાત્રે વારંવાર પેશાબ માટે ઊઠવું પડે.એમણે પેશાબ શોષાય એવા પેડ પણ રાત્રે અને દિવસે પહેરવા પડતા.ઘણીવાર તો ઉધરસ કે છીંકથી પણ પેશાબ થઈ જતો.થોડા મહિના પહેલાં તેમણે પોતાના શરીરમાં લોહી પણ જોયું હતું કે જે અમદાવાદના યુરોલોજિસ્ટના ધ્યાનમાં નહોતુ આવ્યું.ફરીવાર મેં ઝીણવટભરી રીતે પૂછ્યું કે તેમના માટે સૌથી વધારે માથાના દુખાવા જેવો પ્રશ્ન કયો હતો.તેમણે કહ્યું કે વારંવાર પેશાબ જવું પડે તે.ખબર પણ ન હોય અને અચાનક પેશાબ થઈ જાય.પછી ભલે રાત હોય કે દિવસ.ઉધરસ વખતે ખાસ પ્રશ્ન નહોતો.એમના મળમાર્ગના લિકેજ વિશે અભ્યાસ કરતા જણાયું કે એમનો મળત્યાગ પ્રવૃત્તિ પર પણ કાબૂ ન રહેતો. ખાસ તો ઝાડા થઈ જાય ત્યારે.જ્યારે ઝાડા ન થયા હોય ત્યારે આ પ્રશ્નો નહોતો.આ બાબત તો સામાન્ય અને સ્વસ્થ વ્યક્તિને પણ લાગુ પડે છે. એટલે એ ચિંતાજનક નથી આવી બાબત માટે મારી સર્જરીની સલાહ નથી.
હવે તમે સમજી શકો છો કે અમદાવાદના જનરલ સર્જન અને ક્યાં ખોટા હતા.બંન્નેએ દર્દીને યોગ્ય યોગ્ય પ્રશ્નો પૂછીને કેસની વિગત જાણી ન હતી.અમુક કારણો જાણવા ખૂબ જરૂરી હોય છે અમદાવાદના યુરોલોજિસ્ટ રોકી ન શકાય.એવા પેશાબ વિશે જ ધ્યાન કેન્દ્રિત કર્યું.જ્યારે જનરલ સર્જન એ જાણવામાં નિષ્ફળ ગયા હતા કે ખરેખર ક્યારે લીકેજ થાય છે.સારવાર માટે એ ખૂબ મહત્વનું છે કે ટેસ્ટને સારી રીતે અર્થઘટન કરીને સમજવા.કારણ કે ખોટું અર્થઘટન એ ખોટું નિદાન અને ખોટી સારવાર કરાવે છે.જેના કારણે દર્દીને જીવનપર્યંત સહન કરવું પડે છે.વળી તેના તમામ રિપોર્ટ ઊંડાણથી વાંચવા એ પણ એટલું જ મહત્વનું છે.રિપોર્ટ ઉતાવળમાં ન વાંચવા પરંતુ તેનો શાંતિથી અભ્યાસ કરવો જોઈએ.એક ડૉક્ટર તરીકે હું માનું છું કે આપણે નિષ્ણાત છીએ એમ માનીને લોકો આપણી પાસે આવે છે અને આપણા નિવેદનના આધારે તેઓ સર્જરી કે સારવાર કરાવે છે.
અમદાવાદના યુરોલોજિસ્ટે આ દર્દીની મૂત્ર પ્રવૃત્તિનો અભ્યાસ કરીને તદ્દન ખોટું અર્થઘટન કર્યું.(કેવી રીતે તે હું મારા બીજા લખાણમાં કહીશ) આ મહિલા દર્દીએ અમદાવાદમાં સોનોગ્રાફી કરાવી જ્યારે તે 200 મિલી પેશાબ પણ પોતાના બ્લેડરમાં સહન કરી શકતી નહોતી. અને તેનો પેશાબ લીક થઈ જતો હતો.તેની સોનોગ્રાફીનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું અને તેના લીધે જ તેની આ દશા થઇ. પેશાબ રોકી શકાતો હતો એ વાતનું ખોટી રીતે અર્થઘટન થયું કારણ કે હકીકતમાં બ્લેડરમાં ખરાબી હતી.આ બધી બાબતોએ અમદાવાદના જનરલ સર્જન અને યુરોલોજિસ્ટને ખોટી અને બિનજરૂરી સર્જરી કરવા પ્રેરણા આપી. જો તેના પર આ સર્જરી થઈ હોત તો તેને વગર લેવાનું આખી જિંદગી ભોગવવું પડત અને સાથે સાથે તેના સમગ્ર ઉત્સર્જન તંત્રમાં કાયમ માટે ઝાડો પેશાબમાં ખરાબી આવી જાત.આ સર્જરીથી તેનું અસલ દુઃખ તો દૂર થવાનું જ ન હતું.પણ ઉલટાનું દુઃખ વધી જાત. હકીકતમાં આ સર્જરીથી તેના પ્રશ્નો ઘટવાને બદલે વધી જાત.
સમયસર સાચો નિર્ણય લેવાયો એટલે આ મહિલા દર્દી ખૂબ ખુશ થઈ હતી અને વધુ અભિપ્રાય અને સારવાર માટે એ મારી પાસે આવી.એમના કેસનો પુરો અભ્યાસ કરીને મેં intravascular telescopic surgery કરી.કોઈ કાપકૂપ પણ ન કરી અને એ પણ માત્ર હોસ્પિટલમાં બે દિવસ રાખીને.તેના બધા પ્રોબ્લેમ જાણે કે ઉકલી ગયા અને ઘણા વર્ષો પછી રાત્રે શાંતિથી ઊંઘી શક્યા.પછી મેં અલ્ટ્રાસાઉન્ડ પોસ્ટ સર્જરી અને તે ૪૦૦ મીમી જેટલો પેશાબ પોતાના બ્લેડરમાં સંઘરી શકે અને દોડીને પેશાબ કરવા પણ ન જવું પડે એવી સ્થિતિમાં આવી ગઈ.એમને બ્લેડરનો દુખાવો સર્જરીના ચોથા દિવસે તદ્દન બંધ થઈ ગયો.બીજા દિવસથી તો પેશાબ શોષવાના પેડ વાપરવાના બંધ કરી દીધા.તેઓ ખુશીનો અનુભવ કરવા લાગ્યા. અને પોતાના રોગના ટેન્શનમાં થી મુક્ત થઈ બજારમાં શોપિંગ કરવા જવાનું પણ ચાલુ કરી દીધું. હવે તો વારંવાર ટોયલેટ શોધવાની ઝંઝટમાંથી પણ મુક્તિ મળી ગઈ હતી.
મેં એમના પેશાબમાં લોહી છે કે નહીં એની તપાસ કરી પરંતુ બધું નોર્મલ આવ્યું.પેશાબમાં લોહી આવે એ અત્યંત ખરાબ બાબત છે.એકાદ વખત એવું હોય તો ઠીક.પરંતુ વારંવાર આવે એ ન ચાલે.એવું કોઈ સંજોગોમાં ન થવું જોઈએ.તેની તપાસ થવી જોઈએ મને ખુશી હતી કે હું એનો પ્રોબ્લેમ શોધવામાં સફળ થયો હતો અને તેમને યોગ્ય સારવાર પણ આપી અને એ સારવારે જબરદસ્ત કામ પણ કર્યું.આ જ કારણ છે કે હું શા માટે વ્યક્તિના કેસની હિસ્ટ્રી જાણવામાં ખૂબ રસ લઉં છું અને પૂરતો સમય પણ છું અમદાવાદમાં આ સર્જરીના કેસમાં પાંચ લાખ ઉપર થયા હોત.જ્યારે મારે ત્યાં સવાલાખમાં બધું પતી ગયું.

હું વિનંતી કરું છું કે મહેરબાની કરીને જો તમને અનુભવ ન હોય કે તમે જે તે વિષયના નિષ્ણાત ન હોય તો આવા અયોગ્ય પ્રયોગ ન કરશો. કારણ કે આવું કરવાથી કોઈની જિંદગી ખરાબ થશે.દરેક યુરોલોજિસ્ટ બધા જ યુરોલોજીના પ્રશ્નો ઉકેલી શકે નહીં કારણકે કેટલાક કેસ ચોક્કસ તાલીમ અને અનુભવ માંગી લે છે. જેમકે intravesical proceedur. કે જે મેં આ કેસમાં કરી.તે ખૂબ નોલેજ અને પ્રેક્ટિસ માંગી લે છે.બધા યુરોલોજિસ્ટનો આ ક્ષેત્રમાં અનુભવ નથી હોતો.
એક ખોટું નિદાન અને તપાસથી દર્દીનું જીવન ખરાબ થઈ શકે છે. જેનાથી દર્દી અને ડોક્ટરને મોટી નિસબત હોય છે.મોટો ફરક પડી શકે છે.આ જ રીતે દર્દીનો કેસ તપાસવામાં ન આવે,વિગતોનો અભ્યાસ ન કરવામાં આવે,કેસ હિસ્ટ્રી માટે પૂરતો સમય ન ફાળવવામાં આવે તો ડોક્ટર ખોટું નિદાન કરીને ખોટા નિર્ણય બાજુ જઈ શકે છે. મોટાભાગે આ બાબત દર્દીના માટે જ ભયંકર હોય છે.આપણે પોતે જ્યારે દર્દી હતા ત્યારે હંમેશાં સારી સારવારની અપેક્ષા રાખતા હતા.મારી ડોક્ટર તરીકેની કારકિર્દીમાં સારામાં સારા અને ખરાબમાં ખરાબ ડોક્ટર જોયા છે.આ કેસ એ ભારત ખાતેના મારા કામનું એક ઉદાહરણ છે.હું આશા રાખું છું કે મારા પોતાના દર્દીનું આ ઉદાહરણ સામાન્ય વ્યક્તિને તેમજ આ પ્રકારના દર્દીની સાથે કામ કરતાં અન્ય ડોક્ટર્સને ઉપયોગી થશે.
મારી સલાહ:
1 તમારા ડોક્ટર તમારી સાથેની પહેલી મુલાકાત માં વધારે સમય આપે એ બાબત પર ભાર મૂકો.
2 તમને જે તકલીફ છે તે બાબતમાં ડોક્ટરનો કેટલો અનુભવ છે તે પૂછો.
3 ત્રણ તમારા રોગ સંબંધી પૂરતા પ્રશ્નો તમારા ડોક્ટરને પૂછો.તમે ફી આપો છો અને આ તમારી હેલ્થનો મામલો છે.
4 તમારા શરીર અને રોગનાં લક્ષણોને ઓળખવાની કોશિશ કરો અને તમારો મુખ્ય પ્રશ્ન શું છે તે જાતે નક્કી કરો.
5 શક્ય હોય તો ડોક્ટર કેટલા અનુભવી અને કયા ક્ષેત્રના નિષ્ણાત છે તે જાણી લો.તમારા રોગના અનુસંધાનમાં જાણી લો.
6 અચાનક પેશાબ થઈ જવો તે હંમેશાં દબાણથી જ થઈ જાય એવું નથી.પરંતુ પ્રશ્નની યોગ્ય સારવાર આપવામાં ન આવી હોય તો પણ આવું થઈ શકે.આવી ખોટી સારવાર નવા પ્રશ્નો પણ ઊભા કરી શકે છે.
ડોક્ટર
સુબોધ કાંબલે
સુરત
અનુવાદ
કર્દમભાઇ મોદી,
પાટણ

Comments
Post a Comment