જાપાનીઝની શિસ્ત
.....ત્યારે હું દેડીયાપાડા નોકરી કરતો હતો. ડેડીયાપાડાની સ્કૂલ ખ્રિસ્તી મિશનરી હતી અને આ મિશનરીનો જાપાનની કોઈ સંસ્થા જોડે સંપર્ક હતો.એટલે દર બે વર્ષે જાપાનના વિદ્યાર્થીઓ ડેડીયાપાડા અમારી સંસ્થામાં મુલાકાત માટે આવતા હતા. તે દરમિયાન તેઓ આ વિસ્તારમાં ફરતા અને ડેડીયાપાડા વિસ્તારની આદિવાસી સંસ્કૃતિનો અભ્યાસ પણ કરતા હતા. તે કાર્યક્રમના ભાગરૂપે અમારી શાળાની અંદર એક સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.એ દરમિયાન ચાલુ કાર્યક્રમે એક જાપાનીઝ વિદ્યાર્થીએ મને કહ્યું કે મારે મેક વોટર (પેશાબ)માટે જવું છે. તો મને મૂતરડી બાજુ લઈ જાવ. એટલે હું તેને શાળાની યુરીનલ બાજુ લઈ ગયો.પરંતુ તે દિવસે રવિવાર હોવાથી શાળાની યુરીનલને તાળું મારેલું હતું.તેની ચાવી ઓફિસમાં હતી અને ઓફિસ પણ બંધ હતી. આથી યુરીનલ ખૂલવી શક્ય નહોતી. એટલે મેં તે વિદ્યાર્થીને કહ્યું કે બહાર ખુલ્લામાં પેશાબ કરી લેવો.પરંતુ તે વિદ્યાર્થીએ એવું કરવાની ના પાડી. હવે હકીકતમાં શાળાની પાછળ ખેતર હતું અને તદ્દન ખુલ્લી જમીન હતી. એટલે એવું કરવામાં આપણી દ્રષ્ટિએ કોઈ પ્રકારનો વાંધો નહોતો. પરંતુ તે વિદ્યાર્થીએ કહ્યું કે હું ખુલ્લામાં જઈ શકું નહ...