આંસુનાં તોરણ
હળવાશની ગેરંટી નાનપણથી મન પર એક સંસ્કાર હતો કે ભારે ભારે અને અઘરું વાંચવું. એથી લાઇફમાં અઘરું જ વધારે વંચાયું.પરંતુ હકીકતમાં એ ધારણા ખોટી હતી.એવા પણ લેખકો છે જે અત્યંત સરળ અને લોકભોગ્ય ભાષામાં લખતા હોય છે. પરંતુ તેમાં ઊંડાણ હોય છે અને જીવન લક્ષી તત્વજ્ઞાન પણ હોય છે.તેઓ માત્ર અઘરી ભાષા નથી વાપરતા એટલું જ.હકિકતમાં આ તેમનો આપણા ઉપરનો મોટો ઉપકાર છે. એવા એક લેખકનું નામ છે વજુ કોટક.વજુ કોટકે ઘણા પુસ્તકો લખ્યા છે.મેં તેમના તમામ પુસ્તકો ત્રીસ વર્ષ પહેલાં વાંચેલા.આથી મન પર એક સારા લેખક તરીકેની છાપ હતી. પરંતુ ત્યારબાદ ભારે ભારે વાંચવાની લાહ્યમાં ઘણું બધું ભુલાઈ ગયું હતું. પરંતુ હમણાં અચાનક એક પ્રેરણા થઇ અને આંસુના તોરણ પુસ્તક હાથમાં લીધું અને પુરુ પણ કર્યું. આંસુનાં તોરણ એક અત્યંત સુંદર સામાજિક નવલકથા છે. તેના મુખ્ય પાત્રો અંબારામ અને ચીમન છે. અંબારામ એ સિદ્ધાંતવાદી માણસ છે.જ્યારે ચીમન એ ચાલુ આઇટમ છે.ગમે તેમ જુગાડ કરીને રસ્તો કરે એવો વ્યહવારુ માણસ. ખોટું કરતા પણ ન અચકાય.છતાં પણ બે જણની દોસ્તી જબરજસ્ત.અંબારામના આયુર્વેદના જ્ઞાનનો ઉપયોગ કરીને ચીમન હંમેશાં જુગાડ કરતો રહે છે. બંને જણાં ના...