શ્રોતા શૂન્ય ભાષણ
શ્રોતા શૂન્ય ભાષણ
લગભગ 15 વર્ષ પહેલા હું કેરલા ગયેલો, ત્યારે મને એક અનુભવ થયેલો.જે હું શેર કરવા માંગુ છું.
હું અને મારો મિત્ર સજીવન અમે બંને ત્રિશૂર નામના શહેરમાં ચાલતા જતા હતા અને હિંદીમાં વાતો કરતા હતા. એવામાં રસ્તા ઉપર મેં એક દૃશ્ય જોયું કે એક માણસ રસ્તાની સાઇડમાં ઉભો રહીને માઈકમાં ભાષણ આપતો હતો. પરંતુ એની આસપાસ કોઈ શ્રોતા હતો નહીં. એ માણસ અત્યંત છટાદાર રીતે પોતાનું ભાષણ આપી રહ્યો હતો. આવતા જતા લોકો પણ પોતાની રીતે દૂર ઊભા રહીને ભાષણ સાંભળતા હતા.એની આજુબાજુ લગભગ દસ હજાર માણસો સાંભળતા હોય એવા વટથી જબરદસ્ત ભાષણ આપી રહ્યો હતો. હકિકતમાં કેટલાક છૂટાછવાયા લોકો જ એનું ભાષણ સાંભળી રહ્યા હતા. મને એનો આ આત્મવિશ્વાસ ખૂબ જ ગમી ગયો એટલે હું પણ એ ભાષણ સાંભળવા માટે ઊભો રહ્યો.મારા મિત્રની ભાષા મલયાલમ હતી એટલે એ મને સમજાવતો હતો.
ભાષણ શું હતું એનું મારા માટે અત્યારે કોઈ મહત્વ નથી. પરંતુ એ માણસ એકલો હોવા છતાં અને સામે કોઈપણ જાતના શ્રોતા નહીં હોવા છતાં પણ રસ્તા ઉપર ઉભો રહીને માઈકમાં પોતાના વિચારો રજૂ કરતો હતો.એનો એ આત્મવિશ્વાસ અને પોતાના વિચારો પ્રત્યેની નિષ્ઠા મને અત્યંત સ્પર્શી ગઈ.
ત્યાર પછી મને પોતાને ઘણી વખતે એવો વિચાર આવ્યો કે આપણે આપણા વિચારો વ્યક્ત કરવા રસ્તા ઉપર આવું કેમ ન કરી શકીએ? પરંતુ આજ દિન સુધી હું આવું કરી શક્યો નથી. પરંતુ કેરલામાં રસ્તાની સાઇડ ઉપર એક જ માણસ છટાદાર ભાષણ આપતો હોય એવું દ્રશ્ય મને હંમેશા યાદ રહેશે.
કર્દમ ર. મોદી,
M.Sc.,M.Ed.
પાટણ.
82380 58094
You tube channel
Kardam modi

Comments
Post a Comment