આ કદાપિ ન ચલાવી શકાય
આ કદાપિ ન ચલાવી શકાય!!! હમણાં બે ત્રણ વિડિયો એક સરખા વાયરલ થયા. આ દરેક વીડિયોની અંદર જુદા જુદા શિક્ષકો અથવા વાલીઓ પોતાના સંતાનને અથવા વિદ્યાર્થીને બે રહેમી પૂર્વક મારતા હતા.ખરેખર સમાજે આ બાબતને અતિગંભીરતાપૂર્વક લેવી જોઈએ તેમજ આના ઉપર પણ એક અલગથી કાયદો બનવો જોઈએ.તદ્દન નાના બાળકને ભણવાનું આવડે કે ન આવડે એના વિશે કોઈપણ પ્રકારની વધારે પડતી સજા ન કરી શકાય.કારણ કે નાના બાળકનું મગજ જુદી રીતે બનેલું છે.તે પરિપક્વ નથી હોતું.તેમ જ શિક્ષણના મહત્વને સમજતું નથી.આથી બાળકને ન આવડે એટલે શિક્ષક કંટાળી જાય એ સ્વાભાવિક છે પરંતુ શિક્ષક કોઈપણ પરિસ્થિતિમાં બે રહેમી પૂર્વક બાળકને મારી ન શકે જેમ આપણે ઉદયપુરના દરજીની હત્યાને ગંભીરતાપૂર્વક લીધી તેવી રીતે કોઈ શિક્ષક અથવા વાલી પોતાના સંતાનને બેરહેમી પૂર્વક મારે તો આ મુદ્દો પણ ગાજવો જોઈએ અને સંસદ સુધી પહોંચવું જોઈએ. દરેક વાલી મિત્રોને વિનંતી છે કે પોતાના બાળક સાથે આવી રીતે કોઈ પ્રકારની મારઝૂડ થતી નથી ને એ વિશે જાગૃત રહેવું કારણકે આવા શિક્ષકો બાળકોને ગભરાવતા પણ હોય છે.જેથી બાળક ડરનું માર્યું ઘરે કશું કહી શકતું નથી.એનો સદંતર અર્થ એવો પણ નથી કે બાળકને સદંતર ન મા...