બે સૂચનો
આપણે બધા બાળકોને ભણવા માટે શાળામાં અને ટ્યુશનમાં મોકલીએ છીએ.ખર્ચ કરવામાં પણ કોઈ જાતની કસર રાખતા નથી.છતાં પણ ધાર્યું પરિણામ મળતું નથી અને આપણને સંતોષ થતો નથી એની પાછળના કયા કારણો હોઈ શકે?
મારી દ્રષ્ટિએ નીચે મુજબના કારણો છે.
1) બાળકને વધારે પડતું પરીક્ષાલક્ષી કરી નાખવામાં આવ્યું છે.બાળકના ઉપર પરીક્ષાનો એટલો બધો બોજો નાખી દેવામાં આવ્યો છે કે બાળક હવે જ્ઞાનનો આનંદ લઇ શકતું નથી.પરંતુ જ્ઞાનને ભાર સમજે છે.આથી પરીક્ષાનો ભાર ઘટે એ પ્રમાણે ભણાવવું રહ્યું. પરીક્ષાઓ ઘટાડવાની જરૂર નથી પરંતુ પરીક્ષાઓ પ્રત્યેનો અભિગમ બદલવાની જરૂર છે.
2) એ મૂળભૂત પરિવર્તન કરવા જેવું છે કે શાળાઓમાં લગભગ છ કલાક ભણાવવામાં આવે છે અને આ છ કલાક દરમિયાન શિસ્તના નામે બાળકો પર લગભગ ત્રાસ ગુજારવામાં આવે છે.એના બદલે બે નવી અને મોટી બાબતો શિક્ષણમાં ઉમેરવા જેવી છે.વધુ પડતા શિક્ષણના બોજના લીધે બાળકો હવે રમી શકતા નથી કે બહારનું વાંચી શકતા નથી.આથી શાળામાં ફરજિયાત બાળકને એક કલાક રમવા મળવું જોઈએ.આપણી શાળાઓ બાળકોને છ કલાક ભણાવે છે હકીકતમાં ધોરણ એકથી આઠમાં છ કલાક ભણવા જેટલું છે ભણતર છે જ નહીં.એ ત્રણથી ચાર કલાકનું જ કામ છે.આથી જો ધારીએ તો બાળકને એક કલાક રમવા દઈ શકાય.
3)આગળની વાત એ છે કે શિક્ષણના બોજને લીધે બાળક કશું બહારનું વાંચી શકતું નથી.આ સમસ્યા નિવારવા માટે બાળકને શાળાની અંદર ફરજિયાત એક કલાક વંચાવવું જોઈએ.આ માટે શાળાએ એક કલાક અલગ કાઢીને બાળકને વાંચવા માટે જુદા જુદા પુસ્તકો આપવા અને એ દરમિયાન બાળક પોતાની રીતે મુક્ત રીતે વાંચન કરે.આજનું બાળક બહારનું કશું જ વાંચતો નથી આથી એની સ્થિતિ કુવામાંના દેડકા જેવી થઈ ગઈ છે.તેની ભાષા અત્યંત નબળી થઈ ગઈ છે.
વાંચવાનું અને રમવાનું પણ લગભગ બંધ થઈ જવાથી શરીરથી પણ એ માયકાંગલો બની જાય છે. આવા માયકાંગલા બાળકોને એક સમયે સ્પાર્ટન કલ્ચરમાં પર્વત પરથી ગબડાવી દેવામાં આવતા હતા. આપણે પણ એક આખી પેઢી એવી તૈયાર કરી રહ્યા છીએ કે જેમાં બાળક ફરજિયાત પણે માયકાંગલો બને.આથી બાળકોને રમવાની જવાબદારી હંમેશા શાળાઓએ લેવાનો સમય પાકી ગયો છે આવું કરવાથી બાળકો શરીરથી મજબૂત બનશે અને શરીરથી મજબૂત બનશે તો ભવિષ્યમાં પોતાનું જીવન પણ સારી રીતે જીવી શકશે તેમજ સમાજમાં યોગદાન આપી શકશે.
લેખક
કર્દમ મોદી
પાટણ
8238058994
Comments
Post a Comment