આ કદાપિ ન ચલાવી શકાય
આ કદાપિ ન ચલાવી શકાય!!!
હમણાં બે ત્રણ વિડિયો એક સરખા વાયરલ થયા. આ દરેક વીડિયોની અંદર જુદા જુદા શિક્ષકો અથવા વાલીઓ પોતાના સંતાનને અથવા વિદ્યાર્થીને બે રહેમી પૂર્વક મારતા હતા.ખરેખર સમાજે આ બાબતને અતિગંભીરતાપૂર્વક લેવી જોઈએ તેમજ આના ઉપર પણ એક અલગથી કાયદો બનવો જોઈએ.તદ્દન નાના બાળકને ભણવાનું આવડે કે ન આવડે એના વિશે કોઈપણ પ્રકારની વધારે પડતી સજા ન કરી શકાય.કારણ કે નાના બાળકનું મગજ જુદી રીતે બનેલું છે.તે પરિપક્વ નથી હોતું.તેમ જ શિક્ષણના મહત્વને સમજતું નથી.આથી બાળકને ન આવડે એટલે શિક્ષક કંટાળી જાય એ સ્વાભાવિક છે પરંતુ શિક્ષક કોઈપણ પરિસ્થિતિમાં બે રહેમી પૂર્વક બાળકને મારી ન શકે જેમ આપણે ઉદયપુરના દરજીની હત્યાને ગંભીરતાપૂર્વક લીધી તેવી રીતે કોઈ શિક્ષક અથવા વાલી પોતાના સંતાનને બેરહેમી પૂર્વક મારે તો આ મુદ્દો પણ ગાજવો જોઈએ અને સંસદ સુધી પહોંચવું જોઈએ.
દરેક વાલી મિત્રોને વિનંતી છે કે પોતાના બાળક સાથે આવી રીતે કોઈ પ્રકારની મારઝૂડ થતી નથી ને એ વિશે જાગૃત રહેવું કારણકે આવા શિક્ષકો બાળકોને ગભરાવતા પણ હોય છે.જેથી બાળક ડરનું માર્યું ઘરે કશું કહી શકતું નથી.એનો સદંતર અર્થ એવો પણ નથી કે બાળકને સદંતર ન મારવો.પણ બાળકને બાળકની મર્યાદામાં રહીને મારવું જોઈએ.સામાન્ય ટપલી મારી હોય અથવા બીવડાવવા પૂરતા આપણે ગુસ્સાથી બોલીએ ત્યાં સુધી ચાલી જાય કારણ કે બાળકને થોડા ડરની પણ જરૂર હોય છે.પરંતુ બાળક જનમ જનમનું વેરી હોય તેમ બેરહમીપૂર્વક મારવા ના જે કિસ્સા બને છે એ કોઈપણ પ્રકારના સંજોગોમાં માફ કરી શકાય નહીં.આના માટે સમાજે તો જાગૃત બનવું જ જોઈએ પરંતુ સરકારે પણ આના વિશે વિશેષ કાયદો બનાવવો જોઈએ.
લેખક
કર્દમ મોદી
પાટણ
8
238058094

Comments
Post a Comment