હે પરીક્ષાર્થીઓ
હે પરીક્ષાર્થીઓ,
તમે જે કંઈ ભણ્યા છો એ સારી રીતે તમે પરીક્ષામાં લખી શકો એ માટે મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ.પરીક્ષા વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી.
1 કપડા ઢીલા પહેરવા.
2 સમગ્ર પેપર બ્લુ પેનથી જ લખવું.
3 જે પ્રશ્ન શરૂ કરો એ પ્રશ્ન જ પૂરો કરવો.
4 રફ કામ માટે અલગ કાગળ વાપરવું અને રફ કામ કર્યા બાદ તેના ઉપર ચોકડી મારી દેવી.
5 કાંડા ઘડિયાળ પહેરીને જવું અને સતત ઘડિયાળ નજર સામે રાખવી અને સમયનું આયોજન કરતા રહેવું સમય ઓછો હોય તો પ્રશ્નોને કાપકૂપ કરી દેવા.
6 સાથે પાણીની બોટલ લઈ જવી પરંતુ સામટું પાણી પીવું નહીં ઘૂંટડે ઘૂંટડે પાણી પીવું.
7 અન્ય વિદ્યાર્થીઓ જોડે કોઈ ચર્ચામાં ઊતરવું નહીં.
8 પ્રશ્નપત્રમાં કશું લખવું નહીં.
9 ઉત્તરવહીમાં કોઈ જાતની ઓળખ થાય તેવા શબ્દો લખવા નહીં.જેમ કે જય ગાયત્રી માતા, જય ભગવાન જય શ્રી કૃષ્ણ ....આ બધા વાક્યો ધાર્મિક વાક્યો હોવાની સાથે સાથે એક ઓળખ પણ ઊભી કરે છે અને આવી ઓળખ માટે પરિણામો કેન્સલ પણ થયેલા છે.
11 પ્રશ્નના નંબર આપવામાં ખૂબ સાવધાન રહેવું.
10 પરીક્ષા દરમિયાન ફોનને બાય બાય ટાટા કરવું.
આભાર.
શુભેચ્છા
કર્દમ ભાઈ મોદી.
M.Sc.,M.Ed.
પાટણ.u
Comments
Post a Comment