મારી મનપસંદ એપો

 મારી મનપસંદ એપો (Aplications)


આજે હું એક એવો વિષય ઉપર લખવા માગું છું જેના વિશે લખવું એ મારો અધિકાર નથી.પરંતુ અમુક બાબતો મને એટલી બધી ગમે છે કે મને એવું લાગે છે કે મારે કોઈ પણ સ્વરૂપમાં લખીને એને લોકો સુધી પહોંચાડવું જોઈએ.જેથી બીજા વ્યક્તિઓ પણ આનંદ માણી શકે અથવા જાણી શકે.


આજે હું મોબાઇલની કેટલીક મારી પ્રિય એપો વિશે લખવાનો છે એટલે હસવું આવે તો હસી લેજો પણ જરૂર વાંચજો.


૧)યુટીએસ: આ રેલવેની એપ છે જેમાંથી તમે સાદી ટિકિટ લઈ શકો છો.હવેથી તમારે સાદી ટિકિટ લેવા માટે સ્ટેશન પર વહેલા જઈને લાઈનમાં ઊભા રહેવાની કોઈ જરૂર નથી આ એપ થી તમે રેલવે આવે એના ત્રણ કલાક પહેલા ગમે ત્યારે આ ટિકિટ લઈ શકો છો.


૨)રેડિયો: આમ તો ઇન્ટરનેટ પર ઘણા બધા રેડિયો અવેલેબલ છે પરંતુ ઘણી બધી એપ ડાઉનલોડ કર્યા પછી મને રેડિયોની ખૂબ સારી એપ મળી છે.જેનું નામ છે AIR radio.પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરીને તમે એમાં તમારા મનપસંદ કલાકારનો રેડિયો સાંભળી શકો છો. તેમજ તેમાં એલાર્મ પણ આવે છે આથી તમને એમ થાય કે આ રેડિયો ૩૦ મિનિટ પછી આપો બંધ થઈ જવો જોઈએ. તો એવી ગોઠવણ પણ છે અંદર પુષ્કળ રેડિયો સ્ટેશન છે પરંતુ પસંદગીના રેડિયો સ્ટેશનને ફેવરિટ માં નાખવાની વ્યવસ્થા પણ છે.


૩) સ્ટાર ટ્રેકર: આકાશ દર્શનના રસિયાઓ માટેની આ એક ખુબ જ સુંદર એપ છે.તમે કોઈપણ તારા ને જાણવા માગતા હોય તે તારાની સામે મોબાઈલ રાખો એટલે એ તારો તમને મોબાઈલમાં દેખાઈ જાય.આ એપ તમે દિવસે પણ વાપરી શકો છો.ટુંકમાં આ એપ ધોળે દિવસે તારા બતાવે છે.દિવસના અજવાળામાં પણ મોબાઈલ ઘરની અંદર પલંગમાં બેઠા બેઠા પણ તમે આકાશ દર્શન કરી શકો છો અને તમારા માથા ઉપર કયા તારા ગ્રહો કે નક્ષત્ર છે એ પણ જાણી શકો છો.


૪)કીપ:અત્યાર સુધીમાં જરૂરી માહિતી,ગીતો,કવિતાઓ અને લેખો લખવા માટે ખૂબ ડાયરીઓ ભરી તેમજ ઝેરોક્ષ પણ કરાવી.પરંતુ કીપ એ એવી સુંદર એપ છે કે હવે તમે તમારી જરૂરી માહિતી એમાં સરસ રીતે લખી શકો છો ખૂબ ઓછી જગ્યા રોકે છે અને લખવા સિવાય બીજી પણ સારી સારી સુવિધા એમાં છે મૂળ આ એપ એક ડાયરીની ગરજ સારે છે.


૫) ડીક્ષનરી:જો તમારે અંગ્રેજીનું ગુજરાતી જોવું હોય તો કોઝા નામની એપ છે એ ખૂબ જ સારી એપ છે.


૬)જો અંગ્રેજી ટુ અંગ્રેજી જોવું હોય તો વર્ડ વેબ નામની એપ છે એ ખૂબ સારી એપ છે આ બંને એફ તમે ઓફલાઈન પણ વાપરી શકો છો મારા માટે આ બંને એપ આશીર્વાદરૂપ સાબિત થઈ છે.


૭)વેર ઈઝ માય ટ્રેન:રેલવેના સમય જાણવા માટે અને રેલ્વે ક્યાં પહોંચી છે તે જાણવા માટે આ એક સાદી એપ છે અને બહુ સરસ છે.જોકે એમાં રિઝર્વેશન થઈ શકતું નથી પરંતુ રેલવેના સમય જાણવા માટે અત્યંત સરળ છે.


૮)દિવ્ય ભાસ્કર એપ:દિવ્યભાસ્કર વિશે આમ તો કશું લખવાની જરૂર નથી પરંતુ હું દિવ્યભાસ્કર પેપર અને એના સંપાદકથી એટલો બધો ખુશ છું કે તમે બીજું કશું જ ન વાંચો અને માત્ર દિવ્યભાસ્કરની એપ ડાઉનલોડ કરી અને એમાંથી લેખો અને સમાચારો વાંચો તો પણ તમને ઘણું નોલેજ મળી શકે.એ માત્ર પેપર નથી પરંતુ એક પુસ્તકાલયની ગરજ સારે છે. પોતાના પેપર દ્વારા લોકોને ફાયદો થાય તેવી ઈચ્છા પણ ધરાવે છે.સાવ ધંધાદારી પેપર નથી.આથી હું દિવ્યભાસ્કર પેપરને ખૂબ જ માન આપું છું.

લેખક

કર્દમ મોદી

M.Sc.M.Ed.

પાટણ 


Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા