પડીકા પુરાણ
અરે બચ્ચોં ક્યું ગભરાઓ પડીકા ખાઓ મોજ મનાઓ અંગ્રેજીમાં એક કહેવત છે હેલ્ધી માઈન્ડ ઈન હેલ્ધી બોડી.એટલે કે સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મનનો નિવાસ હોય છે.અત્યારે શાળાએ જતા નાના બાળકો સવારે પાંચ પાંચ રૂપિયાના વેફરના પડીકા લઈને જતા દેખાય છે અને સ્કૂલોની રીશેષમાં આ પડીકા આરોગતા જોવા મળે છે.ખરેખર આ દ્રશ્ય અત્યંત દુઃખદ છે.અવારનવાર છાપામાં પણ આવતું હોય છે કે આ પડીકાઓની અંદર મીઠાનું પ્રમાણ વધારે હોય છે અને બીજા કેટલાક રસાયણોનું પ્રમાણ પણ વધારે હોય છે.આવા પડીકા ખાવાથી બાળકના આરોગ્યને સીધું નુકસાન થતું હોય છે.બાળક જ્યારે નાનું હોય છે ત્યારે તેના શરીરનું બંધારણ રચાતું હોય છે.આ સમયે બાળકને વધારે સારો અને પૌષ્ટિક ખોરાક આપવો જોઈએ.જો તમે કાજુ બદામ ન આપી શકો તો કશો વાંધો નહીં પરંતુ હલકી કક્ષાના પડીકા અને બજારુ નાસ્તો તો ના આપો.આવું કરીને તમે જ તમારા બાળકનું અહીત કરી રહ્યા છો. આજે આધુનિકતાની દોડમાં બાળકોની માતાઓ પોતાની અને સોશ્યલ સાઇટ્સની પાછળ એટલો બધો સમય આપી દે છે કે બાળકો પાછળ સમય આપવામાં તેમને સમયનો બગાડ થતો જણાય છે. અથવા એ પ્રકારનો સમય એમની પાસે હોતો નથી. પરંતુ જો તમે બાળક માટે સમય આપશો તો એ બાળક મોટું...