પડીકા પુરાણ
અરે બચ્ચોં ક્યું ગભરાઓ
પડીકા ખાઓ મોજ મનાઓ
અંગ્રેજીમાં એક કહેવત છે હેલ્ધી માઈન્ડ ઈન હેલ્ધી બોડી.એટલે કે સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મનનો નિવાસ હોય છે.અત્યારે શાળાએ જતા નાના બાળકો સવારે પાંચ પાંચ રૂપિયાના વેફરના પડીકા લઈને જતા દેખાય છે અને સ્કૂલોની રીશેષમાં આ પડીકા આરોગતા જોવા મળે છે.ખરેખર આ દ્રશ્ય અત્યંત દુઃખદ છે.અવારનવાર છાપામાં પણ આવતું હોય છે કે આ પડીકાઓની અંદર મીઠાનું પ્રમાણ વધારે હોય છે અને બીજા કેટલાક રસાયણોનું પ્રમાણ પણ વધારે હોય છે.આવા પડીકા ખાવાથી બાળકના આરોગ્યને સીધું નુકસાન થતું હોય છે.બાળક જ્યારે નાનું હોય છે ત્યારે તેના શરીરનું બંધારણ રચાતું હોય છે.આ સમયે બાળકને વધારે સારો અને પૌષ્ટિક ખોરાક આપવો જોઈએ.જો તમે કાજુ બદામ ન આપી શકો તો કશો વાંધો નહીં પરંતુ હલકી કક્ષાના પડીકા અને બજારુ નાસ્તો તો ના આપો.આવું કરીને તમે જ તમારા બાળકનું અહીત કરી રહ્યા છો.
આજે આધુનિકતાની દોડમાં બાળકોની માતાઓ પોતાની અને સોશ્યલ સાઇટ્સની પાછળ એટલો બધો સમય આપી દે છે કે બાળકો પાછળ સમય આપવામાં તેમને સમયનો બગાડ થતો જણાય છે. અથવા એ પ્રકારનો સમય એમની પાસે હોતો નથી. પરંતુ જો તમે બાળક માટે સમય આપશો તો એ બાળક મોટું થઈને તમારી પાછળ પણ સમય આપશે એ વાત યાદ રાખવી.
નાના નાના બાળકોને નાસ્તામાં હંમેશા પૌષ્ટિક નાસ્તા જેમ કે બાફેલા ચણા,બાફેલા મગ,બટાકા પૌવા અને એ પ્રકારના ઘરેલુ નાસ્તા આપવા જોઈએ.નાના બાળકોને ઘરનો નાસ્તો ખાવાની ટેવ પણ પાડવી એ માતાની ફરજમાં જ આવે છે.જો તમે નાનપણથી જ ચટપટા પડીકાના રવાડે ચડાવી દેશો તો બાળકને ઘરનો ખોરાક અને નાસ્તો એ હંમેશા માટે ફીકો લાગશે.એમાં એને કોઈ જાતનો સ્વાદ જણાશે નહીં. જાણે કે બાફેલું ખાતો હોય એવો અનુભવ થશે.
આથી બાળક પડીકાના રવાડે ચડી જાય એ પહેલા ચેતી જાઓ.તે જોવાની ફરક વાલીઓની છે અને ખાસ કરીને માતાઓની છે માતાઓ whatsapp facebook જેવા વાહિયાત મુદ્દાઓમાં સમય બગાડવાના બદલે જો બાળકોમાં સમય આપે તો એ જ બાળકો માત્ર ભણવામાં નહીં પણ શરીરથી પણ સારા બનશે.તમારું મગજ ગમે એટલું સારું હોય પરંતુ શરીર નબળું હોય તો શું કરવાનું? તો એ હિસાબે પણ નાના બાળકોનું શરીર મજબૂત થવું અત્યંત જરૂરી છે.જો બાળકોનું શરીર મજબૂત હશે તો આવા બાળકો ઉત્ક્રાંતિની હરીફાઈમાં આખર સુધી ટકી શકશે નહીંતર ડાયનોસોરની જેમ અધ વચ્ચે જ સત્યાનાશ વાળી જશે. ક્યા ખયાલ હૈ
લેખક
કર્દમ ર. મોદી,
M.Sc.,M.Ed.
પાટણ.
8238058094
Comments
Post a Comment