અંબાજી જવા વિશે

 અંબાજી વિશે લખવું અજુગતું તો જરૂર લાગે છે.છતાં પણ આ વખતે મારા અંબાજીના પ્રવાસ દરમિયાન બે બાબતો મારા ધ્યાનમાં આવી એટલે મને ઈચ્છા થઈ કે બધાને સાથે શેર કરું.


સૌપ્રથમ સાંજે 6:30 વાગે યોજાતો લેસર શો.ગબ્બર પર્વત એ એક ફિલ્મના પડદાની જેમ કામ કરે છે અને તેના પર પીચર પાડીને અંબાજીના કથાનક ને આવરી લેતું સુંદર મુવી બતાવવામાં આવે છે.લગભગ 45 મિનિટના આ શોમાં ખૂબ જ મજા આવે છે. સાથે સ્થાનિક બાળકો દ્વારા માતાજીની ભવ્ય આરતી પણ ઉતારવામાં આવે છે.આ તક ચૂકવા જેવી નથી. અને આશ્ચર્ય થાય એવી બાબત એ પણ છે કે લેસર શો ફ્રી ઓફ ચાર્જ છે.


બીજી બાબત મને એ ધ્યાનમાં આવી કે ગબ્બર પર્વતની આજુબાજુ 51 શક્તિપીઠનો પરિક્રમા પથ બનાવેલો છે.આ પરિક્રમા પથ બહુ સુંદર છે એની પરિક્રમા કરતા એક કલાક થાય છે એક કલાક એટલે બહુ સામાન્ય સમય ગણાય.પરંતુ ચાલવામાં ખૂબ જ મજા આવે છે અને કુદરતના ખોળે મુક્ત વિહાર કરતા હોઈએ તેવી અનુભૂતિ થાય છે.આ વખતે જાવ એટલે 51 શક્તિપીઠની પરિક્રમા કરવાનું ભૂલતા નહિ.

આભાર

કર્દમ ભાઈ મોદી

પાટણ

Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા