Posts

પુસ્તક દિવસ

  આઘાત જનક કે પછી આનંદ જનક ઘટનાઓની બાબતે માત્ર સ્ટેટસ મૂકી ને છૂટી જવાની વૃત્તિ જ્યારે વધી રહી છે ત્યારે આજના પુસ્તક દિવસ નિમિત્તે પણ સ્ટેટસ મુકવાથી આગળ વધીને એક બે વાતો લખવાની ઈચ્છા થાય છે. પુસ્તક દિવસ હોવો એ ખરેખર આનંદની વાત છે.પરંતુ પુસ્તક દિવસ નિમિત્તે આપણે શું વિચારવું જોઈએ એના વિશે એક બે પોઇન્ટ હું અહીંયા જણાવવા માંગુ છું. પુસ્તકની સ્થિતિ અત્યંત કરુણ બની રહી છે પુસ્તકાલયો હવે હકીકતમાં પુસ્તકાકાયો રહ્યા જ નથી.માત્ર સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેના કેન્દ્રો બની ગયા છે.હદ તો ત્યાં થાય છે કે પ્રાઇવેટ લાયબ્રેરીઓ ઊભી થઈ રહી છે.કદાચ કોઈ વિદેશી આવીને જુએ તો પ્રાઇવેટ લાઇબ્રેરીઓના કન્સેપ્ટથી એ આનંદવિભોર થઈ જાય (હ્યુ એન સંગ ?) પરંતુ આ ભુરીયાઓને બિચારાઓને કોણ સમજાવે કે ભાઈ આ લાયબ્રેરી નથી પરંતુ આ એન્જિનિયર બન્યા પછી પટાવાળાની પરીક્ષામાં પાસ થવા માટેની મથામણ છે .એટલે આજકાલ પુસ્તકોની સ્થિતિ અત્યંત કરુણ છે એ કહેવાની કોઈ જરૂર નથી. નવી પેઢીના મનમાંથી વાંચનનો આખો કન્સેપ્ટ ખતમ થઈ ગયો છે માત્ર પુસ્તકિયું શિક્ષણ, ગોખનીયું શિક્ષણ અને સંકુચિત મનોવૃત્તિના લીધે બાળકો સદંતર વાંચતા નથી.જેમ આજે પગે ...

સ્વામી રામતીર્થ

 સ્વામી રામતીર્થ સ્વામી વિવેકાનંદ વિશે આપણે સૌ સારી રીતે જાણીએ છીએ પરંતુ સ્વામી રામતીર્થ વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે.આજે મેં સ્વામી રામતીર્થના જીવન ચરિત્રનું એક પુસ્તક વાંચ્યું.તેના આધારે આ લેખ લખવા પ્રેરાયો છું અને જે આનંદનો અનુભવ થયો છે તે આપ સૌની સાથે વહેંચવા માંગુ છું. સ્વામી રામતીર્થનું મૂળ નામ તીર્થ રામ હતું.તેઓ આજના પાકિસ્તાનમાં જન્મ્યા હતા ભણવામાં નાનપણથી અત્યંત હોશિયાર હતા.ધોરણ પાંચ સુધી પોતાના ગામમાં ભણ્યા હતા અને તે પણ ઉર્દુ માધ્યમમાં.ત્યારબાદ તેમને આગળ ભણવાની ખૂબ ઈચ્છા હતી પરંતુ ગામમાં શાળાની સુવિધા ન હોવાથી તેમના માતા પિતાએ એમનો ભણવા માટેનો આગ્રહ જોઈને દૂરના એક મિત્રના ત્યાં એક શહેરમાં ભણવા મૂક્યા. ત્યાં જઈને પણ એ એટલું સારું ભણ્યા કે મેટ્રિકમાં સારું પરિણામ આવ્યું ત્યારબાદ પણ તે કોલેજ કરવા માગતા હતા.પરંતુ સામાજિક અને આર્થિક સ્થિતિ જોતા આગળ ભણવાનું શક્ય નહોતું.પરંતુ એમની આસપાસના કેટલાક લોકોએ એમના માતા પિતાને આગ્રહ કર્યો કે આ બાળક ભણવામાં ખૂબ હોશિયાર છે તો અમે ટેકો કરીશું પરંતુ એને ભણાવો અને ત્યારબાદ તે કોલેજ ભણ્યા.. એમનો વિષય ગણિત હતો. ગણિતમાં એટલા બધા પાવરફુલ હતા કે ...

રાજ ગોસ્વામી 8 સત્યો

 સ્વીકારવામાં અઘરાં પડે તેવાં જીવનનાં ૮ સત્ય: ૧. લોકોને તમે શું કરો છો એમાં રસ નથી હોતો, તમે એમના માટે શું કરો છો તેમાં રસ હોય હોય છે. ૨. સફળ લોકો વધુ સ્માર્ટ નથી હોતા, એ તમારા કરતાં વધુ શિસ્તબદ્ધ હોય છે. ૩. આધુનિક જીવનશૈલીની કોઇપણ સમસ્યાને તમે ત્રણ ચીજોથી ઠીક કરી શકો: આહાર, ઊંઘ અને વ્યાયામ. ૪. તમે રમતમાં નિષ્ફળ જાવ, તો રમતના નિયમોનો દોષ કાઢી શકો, અથવા નિયમોને શીખી જવાનો વિકલ્પ પણ હોય છે. ૫. લોકો શ્રેષ્ઠ ચીજો નથી ખરીદતા, લોકો તેમનું કામ આસાન કરે તેવી ચીજો ખરીદે છે. ૬. ૯૯ ટકા લોકો કોઈ બાબતમાં અનિશ્ચિત રહેવા કરતાં, નિશ્વિત થઇને અગવડ સહન કરવાનું વધુ પસંદ કરે છે. ૭. ૯૦ ટકા લોકોને તમારી એવી કોઈ પડી નથી હોતી, જેટલી તમે માનતા હો છો. થોડા દિવસ ગાયબ થઈ જો જો. ૮. તમે વિચારવામાં કે વાતોમાં જેટલો સમય કાઢો છો, તેનો અડધો સમય એક્શનમાં કાઢો તો બહેતર પરીણામ આવે.                  -Raj goswami

અંબાજી જવા વિશે

 અંબાજી વિશે લખવું અજુગતું તો જરૂર લાગે છે.છતાં પણ આ વખતે મારા અંબાજીના પ્રવાસ દરમિયાન બે બાબતો મારા ધ્યાનમાં આવી એટલે મને ઈચ્છા થઈ કે બધાને સાથે શેર કરું. સૌપ્રથમ સાંજે 6:30 વાગે યોજાતો લેસર શો.ગબ્બર પર્વત એ એક ફિલ્મના પડદાની જેમ કામ કરે છે અને તેના પર પીચર પાડીને અંબાજીના કથાનક ને આવરી લેતું સુંદર મુવી બતાવવામાં આવે છે.લગભગ 45 મિનિટના આ શોમાં ખૂબ જ મજા આવે છે. સાથે સ્થાનિક બાળકો દ્વારા માતાજીની ભવ્ય આરતી પણ ઉતારવામાં આવે છે.આ તક ચૂકવા જેવી નથી. અને આશ્ચર્ય થાય એવી બાબત એ પણ છે કે લેસર શો ફ્રી ઓફ ચાર્જ છે. બીજી બાબત મને એ ધ્યાનમાં આવી કે ગબ્બર પર્વતની આજુબાજુ 51 શક્તિપીઠનો પરિક્રમા પથ બનાવેલો છે.આ પરિક્રમા પથ બહુ સુંદર છે એની પરિક્રમા કરતા એક કલાક થાય છે એક કલાક એટલે બહુ સામાન્ય સમય ગણાય.પરંતુ ચાલવામાં ખૂબ જ મજા આવે છે અને કુદરતના ખોળે મુક્ત વિહાર કરતા હોઈએ તેવી અનુભૂતિ થાય છે.આ વખતે જાવ એટલે 51 શક્તિપીઠની પરિક્રમા કરવાનું ભૂલતા નહિ. આભાર કર્દમ ભાઈ મોદી પાટણ

વાર્તા:વાત કરવાની કળા

 વાત કરવાની કળા સિંહ અને સિંહણ બંને શાંતિથી વાર્તાલાપ કરી રહ્યાં હતાં. વાતમાંથી વાત નીકળતાં સિંહણે પ્રેમથી સિંહને કહ્યું, ‘વનરાજ, મારી વાત તમને નહીં ગમે, પણ સાચું જણાવું છું. તમારા મોંમાંથી ખૂબ જ દુર્ગંધ આવે છે.’ સિંહને ગમ્યું નહીં, પણ ‘મેડમ’નું સાંભળવું તો પડે જ. હજી બે-ત્રણ વ્યક્તિ પાસે ખાતરી કરાવવાનું મન થયું. તરત જ ઘેટું મળ્યું. ઘેટાને બોલાવીને પૂછ્યું, ‘મારાં મોંમાંથી દુર્ગંધ આવે છે?’ ઘેટું ભોળું હતું. તેણે વાસ્તવિકતા જણાવી દીધી, ‘જી વનરાજ, ખૂબ જ દુર્ગંધ આવે છે. ખરેખર સહન કરવી અઘરી છે.’ ઘેટું આટલું જ બોલ્યું. સિંહને ખૂબ ક્રોધ આવ્યો અને તેને મારી નાખ્યું. બપોરે વરુ મળ્યું. સિંહે વરુને પણ એ પ્રશ્ન કર્યો. જોકે વરુને ઘેટાના સમાચાર મળી ગયા હતા, તેથી તેણે કહ્યું કે, ‘ના, ના. સહેજે દુર્ગંધ આવતી નથી, મને તો સુગંધ આવે છે.’ સિંહને વરુની વાતથી સમજાઈ ગયું કે આ ખોટા વખાણ કરી મારી મજાક કરે છે અને તરત તેને પણ મારી નાખ્યું. સાંજે શિયાળ મળ્યું. સિંહે શિયાળને પણ એ જ પ્રશ્ન કર્યો. શિયાળને ઘેટાના અને વરુના સમાચાર મળ્યા હતા. તેણે ઉત્તર આપ્યો ‘રાજન! મને તો છેલ્લા 15 દિવસથી શરદી થઈ છે, એટલે કોઈ ગંધ...

વાર્તા કળજુગ

 દેશી ઓઠાં: કળજુગ ભોળુડી કન્યાના પગની રૂમઝૂમતી ઝાંઝરી જેવી ફૂલઝર નદી. નદીને કાંઠે એક મઢી. એ મઢીમાં એક સિદ્ધ સંતનાં આસન. પડખેના ગામનો વનો બારૈયો રોજ દૂધનો કળશો ભરીને બાપુની મઢીએ આવે. સંતની સેવા કરે. ધખતી ધૂણી, સૂંડલો ભરાય એવી લાંબીલચક જટા, ભભૂત ચોળેલી ને પડછંદ નરવી કાયા, અને સાધુના તપના તેજથી તો આખી મઢૂલી ઝળાંહળાં ઝળાંહળાં થાય. પણ આ બાપુ ગાંજાની ચલમની સટ માથે સટ મારે... ધૂવાડાના ગોટેગોટા ઊડે. વનાને આ બધું ગમે. વળી, કોક દી સાધુ મોજમાં હોય તો સત્સંગની વાતું કરે. ધરમ-કરમના વેવાર પણ સમજાવે. એટલું જ નહીં, આ સાધુ તો જીવન-મરણના ભેદ પણ ખોલે. સાધુની આ બધી વાતો વનો મૂંગોમૂંગો સાંભળ્યા કરે. આમ ને આમ ઘણા દિવસો વીત્યા. વનો વિચાર કરતો કે આ સાધુ-મહાત્મા બધાંને તો એવું કહે છે કે વ્યસનથી દૂર રહેવાનું, ક્યારેય કોઈ વ્યસનના બંધાણી નહીં બનવાનું. આખરે એક દી વનાએ બીતાં બીતાં સાધુને પૂછ્યું: ‘બાપુ! ઘણા દીથી એક સવાલ મનમાં ઘોળાય છે. તમે અમને એમ ક્યો છો કે બંધાણથી છેટા ર્યો. દારૂ તો રાક્ષસ છે. તો પછી તમે કેમ રાત્ય ને દી ચલમ પીવો છો?' સાધુએ આંખ્યું ઉઘાડી. ‘સુણ બચ્ચા! કોઈ પણ બંધાણ સારું નથી. પણ સંસારી અને સાધુન...

કણ કણમાં સમાયું રણ Treking

 કણ કણમાં સમાયું રણ સમીથી સુરેન્દ્રનગર જતા વચ્ચે બજાણા (જિ. સુરેન્દ્ર નગર)નામનું ગામ આવે છે.આ બજાણા કચ્છના નાના રણની ધાર પર આવેલું છે એવું કહી શકાય આ જગ્યાએ જંગલ ખાતાએ એક સરસ રહેવાનું ટેન્ટ સીટી બનાવેલું છે જેમાં પહેલેથી બુકિંગ કરાવીને જઈ શકાય છે. બહાર રોડ ઉપર એક દરવાજો છે ત્યાં ઝીપ તેમજ પેસેન્જરની પ્રવેશ ફી ભર્યા પછી રણની અંદર જીપ સફારી માટે જઈ શકાય. રણના ઊંડાણના વિસ્તારમાં વિવિધ જગ્યાએ છીછરા પાણી ભરેલા હોય છે જેમાં વિદેશી પક્ષીઓ આવેલા હોય છે એની મજા માણી શકાય છે અને ખૂબ આગળ જતા ઠેર ઠેર મીઠાના અગરો તેમજ ઘુડખર નામના જંગલી ગધેડા જોવા મળે છે આ જંગલી ગધેડા સમગ્ર દુનિયામાં આ એક જ જગ્યાએ જોવા મળે છે. જેને જોવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે. દેશ વિદેશના રંગબેરંગી પક્ષીઓ ખાસ કરીને સુરખાબ જોવાનો અનેરો આનંદ હોય છે સાથે સાથે રણની જીવ સૃષ્ટિ તેમજ વૈવિધ્યતા જોવાની પણ ખૂબ જ મજા આવે છે.રણમાં એક ખાસ પ્રકારની ભાજી થાય છે જેને લુણી કહેવાય છે.આ લુણી ખારી હોય છે તેમજ તેમાં પાણીનો ભાગ વધારે હોય છે જે ખાઈને ઘુડખર ઉનાળામાં પણ આરામથી જીવી શકે છે.આવી રણના જીવનની આવી અનેક અવનવી વાતોથી પરિચિત થવા માટે આ જગ્...