માતૃભાષા
માતૃભાષાના ચાહકોને આ લેખ share કરવા આગ્રહ છે. ૧૯૧૮માં બ.ક. ઠાકોર નામના આપણા એક મહાન સાહિત્યકારે ગાંધીજીને અંગ્રેજીમાં એક પત્ર લખ્યો.પરંતુ એના જવાબમાં ગાંધીજીએ એવું લખ્યું કે જ્યારે આપણો દેશ આઝાદ થશે ત્યારે આપણે ત્યાં એવો એક કાયદો બનાવવામાં આવશે કે જો બંને ભારતીયોને એક જ ભાષા આવડતી તો પછી અંગ્રેજીમાં લખો કે બોલો એ ફોજદારી ગુનો ગણાશે અને જેના માટે છ માસની સખત મજૂરીની સજા કરવામાં આવશે.ત્યારબાદ એ બાબતમાં આગળ શું થયું એ ખબર નથી. પરંતુ અહીંયાં એક સમજવા જેવી વાત એ છે કે આપણા રાષ્ટ્રપિતા પણ માતૃભાષાની આટલી તરફેણ કરતા હતા.એટલું જ નહીં દુનિયાના તમામ મહાન વૈજ્ઞાનિકો પોતાની માતૃભાષામાં જ ભણ્યા છે અને માતૃભાષામાં જ એમણે કામ કર્યું છે.માતૃભાષા એ જન્મથી મગજ સાથે જોડાયેલી હોવાથી માણસ તે ભાષામાં ઊંડે સુધી સંદેશા વ્યવહાર કરી શકે છે. અને બીજાને યોગ્ય રીતે પોતાની વાત સમજાવી શકે છે.આથી માતૃભાષાનું મહત્વ અનેરું છે. માતૃભાષા સારી આવડતી હોય તો એના આધાર ઉપર દુનિયાની કોઈ પણ ભાષા સારી રીતે શીખી શકાય છે.અર્થાત જો તમને ગુજરાતી સારી આવડતી હોય તો ગુજરાતીના આધાર ઉપર બીજી ભાષા શીખી શકાય છે.પરંતુ ગુજરાતી જ આવડતી ન...