અણઘડ નાટકો

 

કેટલાંક અણઘડ નાટકો ઓછા હોય તેમ શિક્ષણમાં હવે એક નવું નાટક ઉમેરવામાં આવ્યું છે કે ધોરણ ૮ અને ૯ ના વિદ્યાર્થીઓને GPSC અને UPSCની પરીક્ષાઓની તૈયારી કરે. બોલો આના વિશે શું કહી શકાય?

પ્રાઇવેટ સ્કૂલો પોતાનું માર્કેટ વધારવા માટે અને વિદ્યાર્થીઓને ખેંચવા માટે નીતનવા ગતકડા કર્યા કરે છે.પરંતુ આ ગતકડાની પણ કોઈ હદ હોવી જોઈએ. આ ગતકડાથી વિદ્યાર્થીઓ ઉપર કેટલું માનસિક દબાણ આવે છે તેનો કોઇ પ્રકારનો વિચાર કરવામાં આવતો નથી.ખાનગી સ્કુલોના જમાનામાં શિક્ષણશાસ્ત્ર જેવું કોઈ શાસ્ત્ર પણ હવે તો જાણે બચ્યું નથી કે જેમાંથી સિદ્ધાંતો જોઈ શકાય.માત્ર સંચાલકોની મનમાની અને ટૂંકા પગારવાળા શિક્ષકોની મજબૂરીનો લાભ લેવો એ જાણે શિક્ષણ જગતની મુખ્ય પ્રક્રિયાઓ બની ગઈ છે.જેમાં વિદ્યાર્થીઓના હાથા બનાવવામાં આવે છે.

એક બાજુથી વિદ્યાર્થીઓ પર ટ્યુશન ક્લાસ વાળા દબાણ કરે છે.બીજી બાજુથી શાળાના શિક્ષકો દબાણ કરે છે અને ત્રીજી બાજુથી મમ્મીઓ દબાણ કરે છે.વળી કુદરત પણ એટલી મૂર્ખ છે કે દિવસના ૨૪ કલાકમાં આટલું કરી શકાય નહીં.ખરેખર કુદરતે વિદ્યાર્થીઓની નાજુક પરિસ્થિતિ જોઈને દિવસનો સમય વધારવો જોઈએ એવું તમને નથી લાગતું?

સાથે સાથે બીજી વાત એ છે કે શા માટે તમે દુનિયાના સફળ દેશોની શિક્ષણ પદ્ધતિ નો અભ્યાસ કરતા નથી? ફિનલેન્ડ શિક્ષણમાં સૌથી આગળ છે પરંતુ શું તમને ખબર છે કે ફિનલેન્ડમાં આવકનો મુખ્ય સ્રોત શૈક્ષણિક પ્રવાસન છે અર્થાત્ વિશ્વના અનેક દેશો ફિનલેન્ડની શિક્ષણ પદ્ધતિ જાણવા માટે દર વર્ષે ફિનલેન્ડમાં જાય છે અને એમાંથી ફિનલેન્ડ મોટી આવક મેળવે છે.આપણે ત્યાં આ પ્રકારનો વિચાર કરી શકાય ખરો?  આપણે ત્યાં માત્ર ટકાવરી( તે પણ યેન કેન પ્રકારેણ) વિશે વિચારવામાં આવે છે. બાળકની સમજશક્તિ કે પ્રાયોગિક શક્તિનો વિકાસ થતો નથી.આ પ્રકારનું શિક્ષણ મેળવો તો કોઈ ફાયદો નથી અને ન મેળવો તો કોઈ નુકસાન નથી.એમાં વળી હાઈસ્કૂલ કક્ષાએ UPSC અને GPSC ની તૈયારી!What a joke!!! કીડી કોશનો ડામ ખમે?

લેખક:
કર્દમ ર. મોદી,
M.Sc.,M.Ed.
પાટણ.
82380 58094
U Tube: kardam modi

Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા