ગપ્પા મારવા એ કળા

 

ઘણા વર્ષો પહેલાની વાત છે આશરે ૧૯૪૭ની. ઇંગ્લેન્ડમાં એક ડૉક્ટર આંખનું ઓપરેશન કરી રહ્યા હતા.ઓપરેશન વખતે એમનો વિદ્યાર્થી પણ એમની સાથે હતો.ચાલુ ઓપરેશન દરમ્યાન એમનો વિદ્યાર્થી અચાનક બોલી ઉઠ્યો કે કેટલી દુઃખની વાત છે કે આજના સમયમાં પણ આપણી પાસે મોતિયાનું ઓપરેશન કરવાની વ્યવસ્થા કે આવડત નથી.આ સાંભળી અને ડોક્ટરને ગુસ્સો આવ્યો અને તેમણે પોતાના વિદ્યાર્થીને ઓપરેશન થીયેટરમાંથી કાઢી મૂક્યો.

વિદ્યાર્થી તો ત્યાંથી જતો રહ્યો અને દર્દીની સારવાર પણ પૂરી પણ થઇ ગઈ.થોડા સમય પછી ડોક્ટર જ્યારે નવરા પડ્યા ત્યારે શાંતિથી વિદ્યાર્થિની વાત પર વિચાર કર્યો.ત્યારે એમને થયું કે ખરેખર તો લેન્સ નું ઓપરેશન કરવાની આપણી પાસે કોઈ સુવિધા નથી.તો એને માટે કેમ પ્રયત્ન કરવામાં ન આવે?

ત્યારબાદ તે ડોક્ટરે મોતિયાના ઓપરેશન વિશે સંશોધન ચાલુ કર્યું અને ટૂંક સમયમાં એમણે મોતિયાના ઓપરેશનની પદ્ધતિ શોધી કાઢી અને બે વર્ષ પછી એક મહિલાની આંખ પર મોતિયાનું ઓપરેશન કર્યું અને એ સફળ પણ થયું.એ મહિલા કોઈપણ જાતના ચશ્મા વગર પોતાની આંખ દ્વારા જોઈ શકતી હતી. ડૉક્ટર નું નામ હતું ડો. રીડલે અને વિદ્યાર્થીનું નામ હતું સ્ટીવ પેરી.

વાત એમ છે કે બુદ્ધિશાળી માણસ આગળ કદાચ ગપ્પા પણ મારવામાં આવે તો પણ એ એમાંથી એ પ્રેરણા લઇ લે છે જેનું ઉત્તમ ઉદાહરણ છે મોતિયાના ઓપરેશનની શોધની આ કથા આજે તો આપણે જાણીએ છીએ કે એક દિવસમાં મોતિયાના હજારો ઓપરેશન કરી શકાય છે અને એના ઓપરેશનની ટેકનોલોજી પણ વિકસી ગઈ છે.એના મૂળમાં એક વિદ્યાર્થીએ મારેલું ગપ્પું છે. ગપ્પું મારવું એ પણ એક કળા છે અને કોની આગળ મારવું એ એક મહાકલા છે.

લેખક
કર્દમ ર. મોદી
M.Sc.,M.Ed
પાટણ
82 380 580 94
You tube:
kardam modi

Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા