Posts

Showing posts from August, 2021

આપણી સ્કુલોના ભીંત ચિત્રો

Image
  આપણી સ્કૂલોની ભીંતો (શિક્ષકો ખાસ વાંચે અને શેર કરે) આજકાલ આપણે પ્રાઇવેટ સ્કૂલોના જમાનામાં છીએ.જ્યારે પણ પ્રાઈવેટ સ્કૂલોમાં મારે જવાનું થાય છે ત્યારે તેની ભીંત પર ટોમ એન્ડ જેરી થી માંડી અને ડોરેમોન જેવા અનેક પ્રકારના કાર્ટૂન જોવું છું. ત્યારે મારું મન રડવા માંડે છે કે શું બાળકો ટીવીમાં જે કાર્ટૂન જુએ છે એ કાર્ટુન ઓછા છે તે તમે ભીંત ઉપર પણ કાર્ટૂન રાખો છો? આપણા બાળકો ડોરેમોન કે ટોમ એન્ડ જેરી ને જોઈને શું શીખવાના છે? આ ઉપરાંત નોટબુક અને સ્કુલ બેગ ના ઉપર જે કાર્ટૂન ચિત્ર હોય છે એની તો વાત જ જુદી.સતત બાળકોની નજર સામે કાર્ટુન રાખવાના લીધે બન્યું છે એવું કે આપણા બાળકો પ્રહલાદ કે નચિકેતાની વાર્તાઓ જાણતા પણ નથી અને આપણે શિક્ષકો એમને કહેતા પણ નથી. આથી આપણા બાળકોના મનમાં આપણી સંસ્કૃતિનું પૂર્ણ વિરામ થઇ ગયું છે.જ્યારે બાળકોના મનમાં સંસ્કૃતિનું ધોવાણ થઈ જાય ત્યારે આપણે કયા મોઢે સંસ્કૃતિની અપેક્ષા પણ રાખી શકીએ .આ જ એ બાળકો છે જે સંસ્કૃતિનું વહન કરીને આગળ લઈ જવાના છે. હમણાં એક સરકારી શાળામાં જવાનું થયું અને તેની ભીંત ઉપર શ્રવણ અને એકલવ્યના મોટા ચિત્રો જોયા ત્યારે મારું મન નાચી ઉઠ્યું.તેના પીલ્લ...

ગોરા...ટાગોર

Image
  ટાગોરનું મહાન સર્જન..."ગોરા" રવિન્દ્રનાથ ટાગોરના નામથી કોણ અજાણ હોય પરંતુ આપણે ભાગ્યે જ એમનાં પુસ્તકો વાંચ્યા હોય. કેટલાક લોકો એમને ગીતાંજલીના લેખક તરીકે જાણે છે. પરંતુ તેમનું એક અદભૂત સર્જન છે ગોરા નવલકથા.આપણે ત્યાં કેટલીક કોલેજના અભ્યાસ ક્રમમાં પણ ગોરા આવે છે. થોડા વર્ષો પહેલા દૂરદર્શન પર ગોરા નવલકથા વિશે એક સીરીયલ પણ બનાવવામાં આવી હતી, જે ખરેખર એક સુંદર સીરીયલ છે.પરંતુ ક્લાસિક પ્રકારની છે.આપ સૌને યુ ટ્યુબની પ્રસાર ભારતી ચેનલ પરના પ્લે લીસ્ટમાંથી શોધીને જોવા વિનંતી. વાર્તાનો સાર એવો છે કે પરેશ બાબુ એક સદગૃહસ્થ છે. એમની ત્રણ દીકરીઓ છે સુચરીતા,લોલિતા અને એક ઉર્વશી. પરેશબાબુનું કુટુંબ બ્રહમો સમાજી હોવાથી મૂર્તિપૂજામાં માનતું નથી.બ્રહ્મો સમાજ પોતાને હિંદુ ધર્મથી ભિન્ન માને છે.આ બાજુ ગોરા અને એનો મિત્ર બિનોય ચુસ્ત હિન્દુ છે અને એ લોકો હિંદુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિ માટે ખૂબ કામ કરી રહ્યા છે. પરેશ બાબુના ઘેર હંમેશા ધર્મ,સંસ્કૃતિ અને સાહિત્યની ચર્ચાઓ થાય છે. ગોરા અને બિનોય,પરેશબાબુના કુટુંબના સંપર્કમાં આવે છે અને બીનોય પરેશ બાપુની દીકરી લોલિતા જોડે લગ્ન કરવા માંગે છે. હવે જેમ કો...

યાત્રા સીરીયલ

Image
  યાત્રા આજકાલ વેબ સીરીઝનો જમાનો છે. ટીવીને એકલું પાડી દઈને લોકો મોબાઈલમાં પૈસા ખર્ચીને જાત જાતની વેબસીરીઝ જુએ છે. પરંતુ મારી પાસે એક નવી વાત છે. ભૂતકાળમાં દૂરદર્શન ઉપર અદભુત સિરિયલો આવતી હતી. આ તમામ સિરીયલો સાહિત્યના આધારવાળી હતી. તેમાંની મોટાભાગની સિરિયલો અમે જે તે વખતે જોયેલી હતી. આ તમામ સિરિયલોમાં સાહિત્યનું ખેડાણ હતું અને જીવન વિશેનો દ્રષ્ટિકોણ હતો એટલે વેબ સીરીઝ ની માયામાં ન પડવું હોય તો એનાથી પણ ઘણો સારો કન્ટેન્ટ youtube ઉપર દૂરદર્શનની ચેનલ માંથી મળી રહે છે.ઘણી વખત તો એમ થાય છે કે આમાંથી કઈ સીરીયલ નબળી છે એ કહેવું મુશ્કેલ છે હમણાં મેં એક સીરીયલ જોઇ,યાત્રા. જેના વિશે ટૂંક માં લખવા માંગું છું. આ સીરીયલ શ્યામ બેનેગલની છે અને ઓમપુરી,નીના ગુપ્તા વગેરે કલાકારો છે જે તેમના કાયમના કલાકાર હોય છે. આ સીરિયલ દક્ષિણ ભારતના કન્યાકુમારથી ચાલુ થાય છે. જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે એક ટ્રેન એવી છે (હિમસાગર એકસપ્રેસ) કે જે કન્યાકુમારીથી શરૂ થઈ કાશ્મીર સુધી જાય છે.આ ટ્રેન કન્યાકુમારીથી ચાલુ થાય ત્યારે સીરીયલ ચાલુ થાય છે અને આ ટ્રેન કાશ્મીર પહોંચે છે ત્યારે સીરિયલ પૂરી થાય છે. સમગ્ર સીરીયલના...

કોશવાળી વાર્તા

Image
  મર્યા પછી પણ લોહી પીવાનું કેટલાક માણસો એવા પણ હોય છે કે જે મરી ગયા પછી પણ લોકોને હેરાન કરે છે.આજની મારી વાર્તાનો નાયક પણ એવો એક ખલનાયક છે.(નાલાયક) આ એક એવો માણસ હતો કે જેણે જીવતેજીવ આખા ગામને હેરાન કર્યું હતું.ગામમાં કોઈનું લોહી પીવામાં કોઈ કસર નહોતી રાખી.જ્યારે કોઈ હેરાન થાય ત્યારે તેને ખૂબ આનંદ આવતો.એ સતત એજ વિચાર્યા કરતો કે હું શું કરું તો બીજા હેરાન થાય અને જ્યારે બીજો હેરાન થાય ત્યારે એને અપાર આનંદની અનુભૂતિ થાય.આખી જિંદગી ગામ વાળાને હેરાન કરવામાં પસાર કરી ત્યારે આખું ગામ એના મોત માટે ભગવાનને પ્રાર્થના કરતું હતું. આખરે એક દિવસ એવો આવી ગયો કે આ માણસ બીમાર પડ્યો અને મરણ પથારીમાં પડ્યો. પરંતુ મજાની વાત એ છે કે આ માણસ મરતા મરતા પણ એવો વિચાર કરતો હતો કે મેં આખી જિંદગી ગામ ને હેરાન કર્યું છે એટલું જ નહીં, હું મર્યા પછી પણ આ લોકોને હેરાન કરતો જઈશ.છોડીશ તો નહિ જ. એટલે એણે એના છોકરાઓને કહ્યું કે મારી એક આખરી ઈચ્છા છે કે મારા મર્યા પછી મારા પેટમાં તમે એક લોખંડની કૉશ નાખજો.(જે ખાડો ખોદવા વપરાય તે કૉશ) જોકે ત્યારે છોકરાઓને નવાઈ લાગી કે પિતાજી આવી કેવી વિચિત્ર પ્રકારની ઇચ્છા ધરાવે છે...

ગીતાંજલિ ટાગોર

Image
  આપણે સૌ જાણીએ છીએ કે રવીન્દ્રનાથ ટાગોરે ગીતાંજલી નામનું પુસ્તક લખ્યું હતું અને એ પુસ્તક માટે એમને નોબલ પ્રાઇઝ પણ મળ્યું હતું. પરંતુ આપણામાંથી ભાગ્યે જ કોઈએ ગીતાંજલી વાંચી હશે. આ જ આપણી સૌથી મોટી તકલીફ છે કે સામાન્ય જ્ઞાનના પ્રશ્નોના જવાબ લખવા માટે આપણી પાસે કેટલીક માહિતીઓ છે. પરંતુ આપણે ક્યારેય પુસ્તકો વાંચવાની તસદી લેતા નથી. ગીતાંજલી વિશે એક વાત મને લખવાનું મન થાય છે કે યુરોપના મોટા ચિંતકોએ રવીન્દ્રનાથને કીધેલું કે પ્રથમ વિશ્વયુદ્ધથી આઘાત પામેલી યુરોપની પ્રજાને ગીતાંજલીએ મોટું આશ્વાસન આપ્યું છે. એટલા માટે અમે ગીતાંજલીના આભારી છીએ. અત્યારે આપણી વચ્ચે પણ કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે. ચારે બાજુ નકારાત્મકતા વધી ગઈ છે. ભાગ્યે જ કોઈ માણસ સારી વાતો કે સારા સમાચાર આપી શકે છે. આવા સમયમાં આપણે કેમ ગીતાંજલી જેવા પુસ્તકો વાંચી શકતા નથી. શક્ય છે કે આપણને તેમાંથી કોઈ માર્ગદર્શન પણ મળે. આપણે વધારે સારું કંઈ કરી શકીએ. ખરાબ પરિસ્થિતિમાં આપણે ઘોંઘાટ, હોબાળો અને ધક્કામુક્કી કરવાથી વિશેષ કશું જ કરી શકતા નથી. આ અંગે વિચારવા જેવું છે. ગીતાંજલી બંગાળીમાં લખાયેલી પ્રાર્થના ગીતોનો સંગ્રહ છે. ત્યારબાદ...

બાળપણના વાનરવેડા

Image
 બાળપણના વાનરવેડાનો લેખ વજુ કોટકનું એક સુંદર પુસ્તક એટલે બાળપણના વાનરવેડા. બાળપણની નિર્દોષ મજાનો મહાસાગર. આ પુસ્તક એમણે આશરે ૧૬ વર્ષની ઉંમરે લખેલું. પછી ભવિષ્યમાં એને સુધારીને પછી છપાવેલું. જે એક નોંધપાત્ર બાબત ગણાય. આ પુસ્તકમાં લેખકે પોતાના બાળપણની નિર્દોષ મજા મસ્તી, તોફાનો અને ચોરીના કિસ્સાઓની વાતો કરેલી છે. વાંચતી વખતે આપણે પણ ક્ષણાર્ધ માટે આપણો વર્તમાન ભૂલીને બાળપણમાં પહોંચી જઈએ. આજે જેમની ઉંમર ૪૦ કરતાં વધારે છે એમણે બાળપણની આ પ્રકારની મજા માણી જ હશે.એવા લોકોને હું નસીબદાર માનું છું.આ લોકોને આ પુસ્તક વાંચતા પોતાનું બાળપણ ચોક્કસ યાદ આવી જાય. ટપાલપેટીનો લાલ ડબ્બો જોઈને લેખકના મનમાં કેવા મજાના વિચારો આવતા, રેલગાડીનું સિગ્નલ જોઈને કેવા અવનવા વિચારો આવતા, શાળાના શિક્ષકોને જોઈને લેખકના મનમાં જે ભયંકર ગુસ્સો ભભૂકી ઉઠતો, પોતાના પિતાને જોઈને લેખક મનોમન ડરી જતા . તેમજ પોતાના ગામના બીજા ફળિયાના છોકરાઓ જોડે દુશ્મનાવટ અને યુદ્ધની વ્યૂહ રચનાઓ જોઈને ક્યારેક વિશ્વયુદ્ધની યાદ આવી જાય.વળી કોઈપણ વસ્તુ સાહસપૂર્વક જ મેળવવાની વાત. પરંતુ સાહસનો અર્થ અહીં ચોરી એવો જ કરવાનો. ક્યારેક તો એવું લાગે આ પુસ્...

પુસ્તકાલય

Image
  આમ તો મેં આ સ્થળની મુલાકાત નથી લીધી, પરંતુ એક વીડિયો જોઇને બધાને જાણ થાય એ હેતુથી આજનો ટૂંકો લેખ લખી રહ્યો છું. આપણે ત્યાં પુસ્તકાલય કરતા મંદિરોનું મહત્ત્વ વધારે છે. એટલે આપણે પુસ્તકાલય વિશે બહુ વિચારતા નથી. પરંતુ આપણે જો પુસ્તકાલય વિશે નહીં વિચારીએ તો આપણે ઘણા પાછળ રહી જવાના છીએ. કારણ કે પુસ્તક એ આગળ વધવાનો એક માર્ગ છે. આ વાતની સમજણ માત્ર લોકો ધરાવે છે એવું નથી, પણ સરકાર પણ ધરાવે છે એની એક સાબિતી હમણાં મળી. છોટાઉદેપુર જેવા પછાત વિસ્તારમાં એક લાયબ્રેરી બનાવવામાં આવી છે.એ પણ સરકારશ્રીએ પોતે બનાવી છે. આ લાઇબ્રેરી અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. એમાં માણસો સારી રીતે બેસી શકે, વાંચી શકે, ફિલ્મો જોઈ શકે તેમ જ કમ્પ્યુટર પર કામ કરી શકે એવી સુંદર સુવિધાઓ રાખવામાં આવી છે. હું માનું છું ત્યાં સુધી સમગ્ર ગુજરાતમાં આટલી જબરદસ્ત સરકારી લાઇબ્રેરી ભાગ્યે જ કોઈ જગ્યાએ હોઇ શકે.ખરેખર આ લાઇબ્રેરીનો વિડીયો જોઈને અત્યંત આનંદનો અનુભવ થયો. આશા રાખીએ કે આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં આવી ઓછામાં ઓછી સો લાઇબ્રેરીઓ આકાર પામે. કર્દમ  ર.  મોદી, M.Sc., M.Ed. પાટણ. 82380 58094 U Tube/FB kardam modi