ગોરા...ટાગોર

 


ટાગોરનું મહાન સર્જન..."ગોરા"

રવિન્દ્રનાથ ટાગોરના નામથી કોણ અજાણ હોય પરંતુ આપણે ભાગ્યે જ એમનાં પુસ્તકો વાંચ્યા હોય. કેટલાક લોકો એમને ગીતાંજલીના લેખક તરીકે જાણે છે. પરંતુ તેમનું એક અદભૂત સર્જન છે ગોરા નવલકથા.આપણે ત્યાં કેટલીક કોલેજના અભ્યાસ ક્રમમાં પણ ગોરા આવે છે.

થોડા વર્ષો પહેલા દૂરદર્શન પર ગોરા નવલકથા વિશે એક સીરીયલ પણ બનાવવામાં આવી હતી, જે ખરેખર એક સુંદર સીરીયલ છે.પરંતુ ક્લાસિક પ્રકારની છે.આપ સૌને યુ ટ્યુબની પ્રસાર ભારતી ચેનલ પરના પ્લે લીસ્ટમાંથી શોધીને જોવા વિનંતી.

વાર્તાનો સાર એવો છે કે પરેશ બાબુ એક સદગૃહસ્થ છે. એમની ત્રણ દીકરીઓ છે સુચરીતા,લોલિતા અને એક ઉર્વશી. પરેશબાબુનું કુટુંબ બ્રહમો સમાજી હોવાથી મૂર્તિપૂજામાં માનતું નથી.બ્રહ્મો સમાજ પોતાને હિંદુ ધર્મથી ભિન્ન માને છે.આ બાજુ ગોરા અને એનો મિત્ર બિનોય ચુસ્ત હિન્દુ છે અને એ લોકો હિંદુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિ માટે ખૂબ કામ કરી રહ્યા છે. પરેશ બાબુના ઘેર હંમેશા ધર્મ,સંસ્કૃતિ અને સાહિત્યની ચર્ચાઓ થાય છે.

ગોરા અને બિનોય,પરેશબાબુના કુટુંબના સંપર્કમાં આવે છે અને બીનોય પરેશ બાપુની દીકરી લોલિતા જોડે લગ્ન કરવા માંગે છે. હવે જેમ કોઈ હિંદુ અને મુસલમાન વચ્ચે લગ્ન કરવા અઘરા થઈ જાય એવી જ રીતે બ્રાહમો સમાજની વચ્ચે પણ લગ્ન કરવું એ સમયમાં અત્યંત અઘરૂં હતું. આ પ્રકારનો કલેશ ઊભો કરીને લેખક કે બહુ સુંદર વાર્તાની ગૂંથણી કરેલી છે.

હિન્દુ એટલે શું? સંસ્કૃતિ એટલે શું? દેશ એટલે શું અને દેશભક્તિ એટલે શું? એની અત્યંત ગહન ચર્ચા ટાગોરે જબરજસ્ત રીતે કરી છે. આ સિરીયલ એ કોઈ ચીલાચાલુ પ્રકારની પ્રેમ કહાની નથી પરંતુ સાંસ્કૃતિક તત્વજ્ઞાનનો ગ્રંથ છે, શાસ્ત્ર છે.આ લગ્ન સામે પોતાનો ખાસ મિત્ર ગોરા જ સંમત થતો નથી જ્યારે ગોરાની માં સંમત થાય છે, તો આ બાજુ બ્રહ્મોસમાજ પરેશબાબુનો વિરોધ કરે છે.એક એવો સાંસ્કૃતિક ગૂંચવાડો ઊભો થાય છે કે કહાની શું વળાંક લેશે એ બાબતે આપણે અત્યંત રોમાંચ અનુભવી એ છીએ. પરંતુ કહાનીનો અંત અદ્ભુત જ છે.કદાચ રવીન્દ્રનાથ ટાગોર જેવા મહાન લેખકોની કેળવાયેલી કલમ જ આવો અંત વિચારી શકે.જે આપણા માટે તદ્દન કલ્પનાતિત છે. અંત અહીં લખવો અયોગ્ય ગણાશે.પરંતુ એ સર્વ લખવાનું ટાળી આપ સૌને અત્યંત ભાવપૂર્વક સીરીયલ જોવા માટે આગ્રહ કરું છું.

આ વાર્તા એક ક્લાસિક વાર્તા છે જે ધર્મ,સંસ્કૃતિ, સભ્યતા, મર્યાદા અને સાહિત્યના સ્વાદવાળી કથા છે.આથી બહુ જ શાંત ચિત્તે આ સિરિયલ જોવી જરૂરી છે.પુસ્તક પ્રેમીઓ અને ચિંતન પ્રેમીઓએ તો ખાસ.જેથી ટાગોર જેવા મહાન લેખકોની કલમની ઊંડાણનો તાગ મળે.

મૂળ નવલકથા 1000 પાનાની છે. જે આખી મેં વાંચેલી છે.એની તો વાત જ નિરાળી છે.મારા B..Sc.ના Prof. F.D. Mistry એ T.Y. માં મને આ વાંચવા કીધેલું અને મેં વાંચેલી. જે બદલ હું એમનો 28 વરસ પછી આભાર માનું છું.

કર્દમ ર. મોદી,
M.Sc.,M.Ed.
પાટણ.
82380 58094
U Tube: kardam modi


Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા