ગીતાંજલિ ટાગોર

 


આપણે સૌ જાણીએ છીએ કે રવીન્દ્રનાથ ટાગોરે ગીતાંજલી નામનું પુસ્તક લખ્યું હતું અને એ પુસ્તક માટે એમને નોબલ પ્રાઇઝ પણ મળ્યું હતું. પરંતુ આપણામાંથી ભાગ્યે જ કોઈએ ગીતાંજલી વાંચી હશે. આ જ આપણી સૌથી મોટી તકલીફ છે કે સામાન્ય જ્ઞાનના પ્રશ્નોના જવાબ લખવા માટે આપણી પાસે કેટલીક માહિતીઓ છે. પરંતુ આપણે ક્યારેય પુસ્તકો વાંચવાની તસદી લેતા નથી.


ગીતાંજલી વિશે એક વાત મને લખવાનું મન થાય છે કે યુરોપના મોટા ચિંતકોએ રવીન્દ્રનાથને કીધેલું કે પ્રથમ વિશ્વયુદ્ધથી આઘાત પામેલી યુરોપની પ્રજાને ગીતાંજલીએ મોટું આશ્વાસન આપ્યું છે. એટલા માટે અમે ગીતાંજલીના આભારી છીએ. અત્યારે આપણી વચ્ચે પણ કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે. ચારે બાજુ નકારાત્મકતા વધી ગઈ છે. ભાગ્યે જ કોઈ માણસ સારી વાતો કે સારા સમાચાર આપી શકે છે. આવા સમયમાં આપણે કેમ ગીતાંજલી જેવા પુસ્તકો વાંચી શકતા નથી. શક્ય છે કે આપણને તેમાંથી કોઈ માર્ગદર્શન પણ મળે. આપણે વધારે સારું કંઈ કરી શકીએ. ખરાબ પરિસ્થિતિમાં આપણે ઘોંઘાટ, હોબાળો અને ધક્કામુક્કી કરવાથી વિશેષ કશું જ કરી શકતા નથી. આ અંગે વિચારવા જેવું છે.


ગીતાંજલી બંગાળીમાં લખાયેલી પ્રાર્થના ગીતોનો સંગ્રહ છે. ત્યારબાદ રવીન્દ્રનાથે પોતે જ એનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો

હતો. પરંતુ આપણે ગુજરાતીમાં વાંચવા માંગતા હોઈએ તો ગુજરાતીમાં પણ બે-ત્રણ અનુવાદો થયેલા છે. ધૂમકેતુ અને મહાદેવ ભાઈ દેસાઈએ પણ અનુવાદ કરેલા છે.


ગીતાંજલી વિશે મારે એક નવી વાત એ કહેવાની છે કે દૂરદર્શન ઉપર ગીતાંજલી ઉપર એક સિરિયલ પણ બનેલી છે. આ સીરિયલમાં ગીતાંજલીની પ્રાર્થનાઓ ઉપરથી ગીત બનાવવામાં આવેલા છે અને એ ગીત ભારતના જુદા જુદા ગીતકારો અને સંગીતકારો એ ગાયેલા છે. બહુ અદ્ભૂત ગીતો છે. આ ગીતોમાં  સંગીત+સંસ્કૃતિ+ સૌંદર્ય + અધ્યાત્મ નું ગજબનું સંયોજન છે. આ ગીતો વારંવાર સાંભળવા ગમે તેવા છે.જે you tube ની દૂરદર્શન નેશનલ ચેનલ પર મૂકેલ છે. જેની લિંક નીચે આપેલ છે. એક જાણવા જેવી વાત એ પણ છે કે ઘણા ફિલ્મી ગીતો પણ  ટાગોરના ગીતો પરથી બનેલા છે. એમાનું એક ગીત  એટલે છુકર મેરે મન કો, કિયા તુને કયા ઇશારા... આ ગીતની ધૂન મૂળ રવિન્દ્રનાથ ટાગોરની છે. જે માત્ર જાણ ખાતર. અસલ ગીતાંજલી સીરીયલમાં દર્શાવેલ છે. જેની લીન્ક નીચે મુજબ છે.

https://youtube.com/playlist?list=PLUiMfS6qzIMzmvplPo-zrC87WRsYZAHrs


આપ સૌ મિત્રોને ગીતાંજલી વાંચવા મારી આગ્રહભરી વિનંતી છે.


કર્દમ ર. મોદી,  આચાર્ય.

પીપી હાઈસ્કૂલ, ચાણસ્મા.

M.Sc., M.Ed. Maths

M. 82380 58094


You tube channel

kardam modi


તા. ક. મિત્રો, લખાણોને share કરવાનો આગ્રહ રાખો. આપણે વાંચીએ એટલું પૂરતું નથી. બીજાને વંચાવવું પણ જરૂરી છે.


Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા