આપણી સ્કુલોના ભીંત ચિત્રો

 


આપણી સ્કૂલોની ભીંતો

(શિક્ષકો ખાસ વાંચે અને શેર કરે)



આજકાલ આપણે પ્રાઇવેટ સ્કૂલોના જમાનામાં છીએ.જ્યારે પણ પ્રાઈવેટ સ્કૂલોમાં મારે જવાનું થાય છે ત્યારે તેની ભીંત પર ટોમ એન્ડ જેરી થી માંડી અને ડોરેમોન જેવા અનેક પ્રકારના કાર્ટૂન જોવું છું. ત્યારે મારું મન રડવા માંડે છે કે શું બાળકો ટીવીમાં જે કાર્ટૂન જુએ છે એ કાર્ટુન ઓછા છે તે તમે ભીંત ઉપર પણ કાર્ટૂન રાખો છો? આપણા બાળકો ડોરેમોન કે ટોમ એન્ડ જેરી ને જોઈને શું શીખવાના છે? આ ઉપરાંત નોટબુક અને સ્કુલ બેગ ના ઉપર જે કાર્ટૂન ચિત્ર હોય છે એની તો વાત જ જુદી.સતત બાળકોની નજર સામે કાર્ટુન રાખવાના લીધે બન્યું છે એવું કે આપણા બાળકો પ્રહલાદ કે નચિકેતાની વાર્તાઓ જાણતા પણ નથી અને આપણે શિક્ષકો એમને કહેતા પણ નથી. આથી આપણા બાળકોના મનમાં આપણી સંસ્કૃતિનું પૂર્ણ વિરામ થઇ ગયું છે.જ્યારે બાળકોના મનમાં સંસ્કૃતિનું ધોવાણ થઈ જાય ત્યારે આપણે કયા મોઢે સંસ્કૃતિની અપેક્ષા પણ રાખી શકીએ .આ જ એ બાળકો છે જે સંસ્કૃતિનું વહન કરીને આગળ લઈ જવાના છે.


હમણાં એક સરકારી શાળામાં જવાનું થયું અને તેની ભીંત ઉપર શ્રવણ અને એકલવ્યના મોટા ચિત્રો જોયા ત્યારે મારું મન નાચી ઉઠ્યું.તેના પીલ્લર પર ક્ષમા,કર્તવ્યનિષ્ઠ,એકતા જેવા શબ્દો લખેલા હતા. તે જોઈને મારું દિલ ખુશ થઈ ગયું.મને થયું કે અમે જ્યારે નાના હતા ત્યારે ભીંતો ઉપર આ પ્રકારનાં ચિત્રો દોરવામાં આવતા હતા.જે ઘણા વર્ષો પછી મેં એક સરકારી સ્કૂલમાં જોયા.સરકારી સ્કૂલોએ હજુ પણ ખરા અર્થમાં ગુણવત્તા ટકાવી રાખી છે એટલે પ્રાઇવેટ સ્કૂલના સંચાલકોને મારી નમ્ર વિનંતી છે કે તમારી સ્કૂલમાં જે ઉંદર બિલાડાના ચિત્રો દોર્યા છે એ દૂર કરીને એની જગ્યાએ ધ્રુવ,પ્રહલાદ,નચિકેતા રામાયણ અને મહાભારતના ચિત્રો દોરો. ગણિતના સૂત્રો લખો,વિજ્ઞાનના સમીકરણો લખો કે લાઈફમાં ફરજિયાત વાંચવા જેવા પાંચ પુસ્તકોના નામ લખો આવું કરવાથી બાળકોના મનમાં આપણી સંસ્કૃતિ જીવતી થઈ જશે.



કર્દમ ર. મોદી,

M.Sc.,M.Ed.

પાટણ.

82380 58094

U Tube: kardam modi




Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા