પુસ્તકાલય
આમ તો મેં આ સ્થળની મુલાકાત નથી લીધી, પરંતુ એક વીડિયો જોઇને બધાને જાણ થાય એ હેતુથી આજનો ટૂંકો લેખ લખી રહ્યો છું. આપણે ત્યાં પુસ્તકાલય કરતા મંદિરોનું મહત્ત્વ વધારે છે. એટલે આપણે પુસ્તકાલય વિશે બહુ વિચારતા નથી. પરંતુ આપણે જો પુસ્તકાલય વિશે નહીં વિચારીએ તો આપણે ઘણા પાછળ રહી જવાના છીએ. કારણ કે પુસ્તક એ આગળ વધવાનો એક માર્ગ છે. આ વાતની સમજણ માત્ર લોકો ધરાવે છે એવું નથી, પણ સરકાર પણ ધરાવે છે એની એક સાબિતી હમણાં મળી.
છોટાઉદેપુર જેવા પછાત વિસ્તારમાં એક લાયબ્રેરી બનાવવામાં આવી છે.એ પણ સરકારશ્રીએ પોતે બનાવી છે. આ લાઇબ્રેરી અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. એમાં માણસો સારી રીતે બેસી શકે, વાંચી શકે, ફિલ્મો જોઈ શકે તેમ જ કમ્પ્યુટર પર કામ કરી શકે એવી સુંદર સુવિધાઓ રાખવામાં આવી છે. હું માનું છું ત્યાં સુધી સમગ્ર ગુજરાતમાં આટલી જબરદસ્ત સરકારી લાઇબ્રેરી ભાગ્યે જ કોઈ જગ્યાએ હોઇ શકે.ખરેખર આ લાઇબ્રેરીનો વિડીયો જોઈને અત્યંત આનંદનો અનુભવ થયો. આશા રાખીએ કે આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં આવી ઓછામાં ઓછી સો લાઇબ્રેરીઓ આકાર પામે.
કર્દમ ર. મોદી,
M.Sc., M.Ed.
પાટણ.
82380 58094
U Tube/FB
kardam modi

Comments
Post a Comment