કોશવાળી વાર્તા
મર્યા પછી પણ લોહી પીવાનું
કેટલાક માણસો એવા પણ હોય છે કે જે મરી ગયા પછી પણ લોકોને હેરાન કરે છે.આજની મારી વાર્તાનો નાયક પણ એવો એક ખલનાયક છે.(નાલાયક)
આ એક એવો માણસ હતો કે જેણે જીવતેજીવ આખા ગામને હેરાન કર્યું હતું.ગામમાં કોઈનું લોહી પીવામાં કોઈ કસર નહોતી રાખી.જ્યારે કોઈ હેરાન થાય ત્યારે તેને ખૂબ આનંદ આવતો.એ સતત એજ વિચાર્યા કરતો કે હું શું કરું તો બીજા હેરાન થાય અને જ્યારે બીજો હેરાન થાય ત્યારે એને અપાર આનંદની અનુભૂતિ થાય.આખી જિંદગી ગામ વાળાને હેરાન કરવામાં પસાર કરી ત્યારે આખું ગામ એના મોત માટે ભગવાનને પ્રાર્થના કરતું હતું.
આખરે એક દિવસ એવો આવી ગયો કે આ માણસ બીમાર પડ્યો અને મરણ પથારીમાં પડ્યો. પરંતુ મજાની વાત એ છે કે આ માણસ મરતા મરતા પણ એવો વિચાર કરતો હતો કે મેં આખી જિંદગી ગામ ને હેરાન કર્યું છે એટલું જ નહીં, હું મર્યા પછી પણ આ લોકોને હેરાન કરતો જઈશ.છોડીશ તો નહિ જ. એટલે એણે એના છોકરાઓને કહ્યું કે મારી એક આખરી ઈચ્છા છે કે મારા મર્યા પછી મારા પેટમાં તમે એક લોખંડની કૉશ નાખજો.(જે ખાડો ખોદવા વપરાય તે કૉશ) જોકે ત્યારે છોકરાઓને નવાઈ લાગી કે પિતાજી આવી કેવી વિચિત્ર પ્રકારની ઇચ્છા
ધરાવે છે. ત્યારે એણે કહ્યું કે મેં આ ગામને ખૂબ જ હેરાન કર્યું છે એટલે મને થાય છે કે મારે મારા પાપનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. પરંતુ મારી જીવતેજીવ પ્રાયશ્ચિત કરવાની હિંમત નથી. એટલે મારા મરી ગયા પછી તમે મારા પેટમાં કૉશ મારજો.એટલે મારું પ્રાયશ્ચિત થઈ જશે અને મારા આત્માને મુક્તિ મળી જશે.છોકરાઓને થયું કે પિતાજીની જો આવી જ અંતિમ ઈચ્છા હોય તો આપણને એમના મરી ગયા પછી પેટમાં કૉશ મારવામાં શું વાંધો છે? એટલે છોકરાઓએ મરી ગયા પછી એમના પેટમાં કૉશ મારવાની બાબતે સંમતિ આપી.
થોડા દિવસ પછી ડોસા મરી ગયા એટલે એમની સ્મશાનયાત્રામાં ગામના લોકો જોડાયા અને સાથે અંતિમ ઈચ્છા પ્રમાણે કોશ પણ લેવામાં આવી. અગ્નિસંસ્કાર કરવાની તૈયારી હતી કે એક છોકરો બોલ્યો કે બાપાની અંતિમ ઇચ્છા હતી કે તેમના પેટમાં ખોસવામાં આવે એટલે ચાલો આપણે કોષ મારવાની વિધિ કરી દઈએ એટલે બાપાના આત્માને શાંતિ મળે.તરત કોષ લાવવામાં આવી અને બાપા ના પેટમાં ખોદવામાં આવી.
એ જ વખતે બન્યું એવું કે બાજુના રસ્તા ઉપરથી પોલીસની જીપ જતી હતી. જીપમાં બેઠા બેઠા જમાદારે જોયું કે આ લોકો લાશના પેટમાં કૉશ મારી રહ્યા છે. એટલે જમાદાર તરત જ જીપ લઇને ત્યાં આવ્યો.જોયું તો આ લોકો લાશના પેટમાં કૉશ મારી રહ્યા હતા.એટલે જમાદારે તરત જ પૂછ્યું કે તમે શું કરી રહ્યા છો?છોકરાઓએ કહ્યું કે અમારા પિતાજી ની અંતિમ ઇચ્છા હતી કે મારા મરી ગયા પછી મારા પેટમાં કોષ મારજો એટલે મારો મોક્ષ થશે. એટલે જમાદારે કહ્યું કે ઉલ્લુ બનાવવાની વાતો કરો છો? તમે લોકો જબરદસ્તીથી આ માણસને સ્મશાનમાં લાવીને હત્યા કરી છો.તમે આ માણસનું ખૂન કર્યું છે.
તમારા ઉપર ખૂનનો આરોપ છે. ચાલો બધા ગાડીમાં બેસી જા અને ચાલો પોલીસ સ્ટેશન ઉપર. જમાદારે બધાને પકડીને જેલમાં પૂરી દીધા.
આ માણસ મર્યા પછી પણ આખા ગામને હેરાન કરતો ગયો. આપણી વચ્ચે પણ આવા કેટલાક માણસો મુક્ત વિહાર કરતા હોય છે.જેમનું મનુષ્ય દેહમાં અવતાર પ્રાગટ્ય બીજાનું અહિત કરવા જ થયું હોય.આભાર.
કર્દમ ર. મોદી,
M.Sc.,M.Ed.,
પાટણ.
82380 58094
U Tube: kardam Modi

Comments
Post a Comment